‘ચાય-વાય & રંગમંચ’: કોરોના મહામારી વચ્ચે પોતાના અનુભવો વાગોળતા કલાકારો, નાટક અંગે મનોજ શાહે કહી આ અદ્ભુત વાત

0
20

કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં કલાકારો  કોરોના મહામારી વચ્ચે પોતાના અનુભવો વાગોળીને મનોરંજન કરી રહ્યા છે

ગુજરાતી રંગભૂમિના અનુભવી લેખક-દિગ્દર્શક કલાકાર શ્રી મનોજ શાહ ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન – 3 માં એમના એક નોખા નોખા વિષય આઈડીયાઝ અનલિમિટેડ સાથે પ્રેક્ષકો અને ફેન્સ સાથે રૂબરૂ થયા. જેમાં એમણે આઈડિયા અનલિમિટેડ વિષય પર દિલ ખોલીને વાતો કરી.

મનોજભાઈએ ખાસ કરીને યુવાનોને જણાવ્યું કે તેમના માટે ઘણી બધી જ  શક્યતાઓ ખુલ્લી છે. જો તમે રંગભૂમિના કોઈ પણ ક્ષેત્રમાં હો તો રંગભૂમિ સિવાય હવે જે વેબ સીરીઝ,ઓ.ટી.ટી પ્લેટફોર્મ પર બનતા શો માં નવા નવા આઇડિયાઝ લાવનાર કલાકારોને ખુબ આગળ વધવાની શક્યતાઓ ખુલી છે. જેમ જેમ માણસ એકલો થતો જશે તેમ તેમ એમને આવા મોબાઇલ, લેપટોપ કે આઈ પેડ પર નાટકો જોવાની ઈચ્છા થશે. અને કલાકારે એમને સતત નવું પીરસતા રહેવું પડશે. વડીલ બંધુ  જેવા વિનાયક વોરાની વાત યાદ કરતાં કહ્યું કે એક્ટિંગ કે કલા શોખ નથી, કલા એ સમર્પિત થઈ જવાની વસ્તુ છે. જે પોતાની જાતને આખેઆખો નાટકમાં હોમી દે એ જ નાટક કરી શકે. શોખ ખાતર નહિ પણ જાગૃત થઈને કલા કરાય.”હોશિયાર ખબરદાર” નામનું સ્ટ્રીટ પ્લે એમણે કરેલું જે દરેક કોલેજમાં ભજવાતું. જેના 21 દિવસમાં 21 સ્ટ્રીટ પ્લે કરેલા. એક નાટક ડિસ્કોથેક માં પણ ભજવ્યું. એમની નાટ્ય સફર વિષે જણાવ્યું કે કમર્શિયલ નાટક “આપણું તો ભાઈ એવું” માં  બેકસ્ટેજ શરૂ કર્યું. પણ દિગ્દર્શકને હું યોગ્ય ન લાગ્યો. કંઈક અલગ કરવું હતું.”બેગમ બર્વે” નાટક જોયા બાદ નોખું કરવાની ચાનક થઈ. બિન ગુજરાતી નાટકોની પુસ્તક પ્રત રૂપે મળી શકે પણ ગુજરાતી નાટકો પુસ્તક રૂપે નથી મળતા એનો અફસોસ છે. મનોજભાઈના મતે નાટક એક મ્યુઝિયમ છે જેમાં અલગ અલગ બોલી સચવાય છે. બેગમ બર્વે નું ગુજરાતીકરણ કરતા 13 વર્ષ થયાં. એક્સપરિમેન્ટલ નાટક પરદેશમાં 21 શો કર્યા..સતત 21 વર્ષથી આ નાટક હજુ પણ ચાલે છે.

કલકત્તા સરકાર તરફથી ત્યાના નાટ્ય ફેસ્ટીવલમાં આમંત્રણ મળ્યું. ત્યાં સ્વામી વિવેકાનંદ નું લખેલ નાટક “અચલાયતન” આજની રીતે નવા આઈડિયાથી તૈયાર કરી ભજવ્યું. અપૂર્વ અવસર કર્યું અને એના જેવા, વિષયના નાટકોની શરૂઆત થઈ. દરેક નાટક રિસર્ચ માગી લે છે. રિસર્ચ વગર નાટક બની જ ન શકે એવો મનોજ ભાઈનો મત છે. “માસ્ટર ફુલમણી” નાટક વખતે જૂની ભાંગવાડીના પગપેટી વગાડનાર પંડિત ચુડામણી અને નેપથ્ય કરનારને મળી નાટક બાબત ઘણું રિસર્ચ કર્યું. નાટકમાં પગપેટી વગાડવા વડિલ સામે નાટકના 3 સીન ભજવી એમના રિએક્શન મેળવ્યા.મહેન્દ્ર જોશીથી ઘણા પ્રભાવિત રહ્યા.

અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ પર દરરોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું  લાઈવ પ્રસારણ

આવનારા સમયમાં એમના ત્રણ નાટકો પ્રેક્ષકોને જોવા મળશે. મનોજભાઈના દરેક નાટકોમાં વર્તમાન સમયની છાંટ હોય છે. મનોજભાઈનો એક આગવો જ પ્રેક્ષક વર્ગ છે જે કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3 ઇન એસોશિયન વિથ શિંભસયક્ષિંશક્ષષફ.શક્ષ માં જોડાયો. અને તમે જો મનોજભાઈ અને બીજા ગુજરાતી રંગભૂમિનાં અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6;00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં કાજલ ઓઝા વૈધ, પ્રવીણ સોલંકી, મિહિર ભુતા, મીનલ પટેલ, ઘનશ્યામ નાયક,ટીકુ તલસાણીયા જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.

આજે સાંજે સિધ્ધહસ્ત લેખક અને કલમના કસબી મિહિર ભૂતા

કોકોનટ થિયેટરની ચાય-વાય અને રંગમંચ શ્રેણી દરરોજ સાંજે 6 વાગે ગત તા.12મીથી ચાલીરહી છે. ફેસબુક પેઈજ પર લાઈવ આવતી આ શ્રેણીમાં  વિવિધ  કલાકારો ટીવી-સિરીયલ અને નાટકના વિવિધ વિષયોની વાત સાથે તેના અનુભવો દર્શકો સાથે શેર કરે છે.

આ શ્રેણીમાં આજે સાંજે ગુજરાતી  રંગભૂમિના સિધ્ધ હસ્ત લેખક અને કલમના કસબી મિહિર ભૂતા રંગભૂમિનું કાર્ય  લોક પ્રતિબિંબથી લોક પ્રતિકૂળ વિષયક  પોતાના અનુભવો.વિચારો  દ્રષ્ટાંતો સાથે કોકોનટ થિયેટર અને અબતક ચેનલના ફેસબુક પેઈજ પર  શેર કરશે. આ સુંદર કાર્યક્રમ રંગભૂમિ કલા-અભિનય જેવા વિવિધ પાસાઓમાં રસધરાવતા લાકેો બહોળા પ્રમાણમાં  જોડાઈને લાઈવ જોડાય રહ્યા છે. અબતકના સોશિયલ મીડીયાના ફેસબુક પેઈજ પર પણ દરરોજ દશ હજારથી વધુ લોકો  જોડાય રહ્યા છે. સાથે વિદેશોમાં પણ કલા રસીકો જોડાય રહ્યા છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here