“ચાય-વાય & રંગમંચ”: કલાકારને તખ્તા પર પાત્ર ભજવવાની નહી, પાત્ર જીવવાની ઈચ્છા થાય એ જ સજાગતા: અભિનેત્રી સુજાતા મહેતા

કાલે જાણીતા લેખીકા કાજલ ઓઝા વૈદ્ય ને સોમવારે જાણીતા નાય લેખક પ્રવિણ સોલંકી સાથે આવનાર દિવસોમાં  નિર્માતા કોસ્તુભત્રિવેદી-અભિનેત્રી વંદના પાઠક અને જાણીતા ફિલ્મ કલાકાર ટીકુ તલસાણીયા રંગભૂમિ દૂનિયાના વિવિધ પાસાની  લાઈવ છણાવટ  સાથે અનુભવો શેર કરશે 

ગુજરાતી રંગભૂમિના ઘણા નામાંકિત વ્યક્તિઓ કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન 3 માં જોડાયા જેમની સાથે ચર્ચા કરતા પ્રસિદ્ધ અભિનેત્રી સુજાતા મહેતાએ એક અનોખા વિષય પર વાત કરી  એક જીવન  અને અનેક જિંદગીઓ એક વ્યક્તિ અનેક જીવન કઈ રીતે જીવી શકે ? આવો વિચાર દરેકને આવે એ સવાલનો સીધો સાદો જવાબ સુજાતાજીએ આપ્યો કે એક અભિનેતા,નટ અનેક જિંદગીઓ જીવી શકે. નિર્માતા,લેખક,દિગ્દર્શક નહિ માત્ર અને માત્ર અભિનેતા કે અભિનેત્રી સ્ટેજ પર અનેક જિંદગીઓ વિવિધ પાત્રો દ્વારા જીવી શકે છે. અને એ જીવન મેં જીવ્યું છે અને જીવું છું. અને આ જિંદગીઓ જીવવા માટે જરૂરી છે ઓબ્ઝર્વેશન જે કલાકારમાં ઇનબિલ્ટ હોય છે. ચિત્કાર નાટક નાં ફેમસ પાત્ર વિષે જણાવતા કહ્યું કે એ પાત્રની તૈયારીમાં ઓબ્ઝર્વેશન ખુબ કામ આવ્યું. કલાકારે તખ્તા પર પાત્ર કરવાની નહિ પાત્ર જીવવાની ઈચ્છા થાય ત્યારે એ સજાગતા કામ આવે.

અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ ઉપર દરરોજ સાંજે 6 વાગે  આ શ્રેણીનું લાઈવ પ્રસારણ

સુજાતા મહેતા એ વધુમાં જણાવ્યું કે આજે પણ એ નોખા અનોખા પાત્રો કરવા, મ્યુઝીકલ ડ્રામા કરવા તત્પર છે તૈયાર છે બસ કોઈ સરસ મજાની સ્ક્રીપ્ટ મળે તો એ જરૂર રંગભૂમિ પર આવશે જ. આજે મોટા થિયેટર બંધ છે અથવા તો એમના ભાડા નિર્માતાને પોસાય એમ નથી ત્યારે સુજાતા મહેતા પોકેટ થીયેટર નામના એમના નાનકડા થીયેટર સાથે સક્રિય છે. જેમાં દર શનિવારે કે રવિવારે જુજ પ્રેક્ષકો સામે એમને ગમતા વિષય પર નાટકો રજુ કરે છે.કલાકાર બનવા પાછળનું એક માત્ર કારણ અનેક જિંદગીઓ જીવવાનો અનોખો અનુભવ.

જાજરમાન અભિનેત્રી સુજાતા મહેતાને સાંભળવા એમનો ચાહક વર્ગ કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3 ઇન એસોશિયન  જોડાયો. અને તમે જો સુજાતા મહેતા અને બીજા ગુજરાતી રંગભૂમિનાં અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6;00 વાગ્યે જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં કાજલ ઓઝા વૈધ, પ્રવીણ સોલંકી, ટીકુ તલસાણીયા, વંદના પાઠક  જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો. આ શ્રેણીનો લાભ રસ ધરાવતાઓની સાથે વિશ્ર્વભરમાં  આ શ્રેણી જાહેવાય રહી છે.  કોરોના મહામારીના પગલે હાલ સિનેમા નાટ્ય  હોલ બંધ છે. ત્યારે  આ કાર્યક્રમનું  રોજ સાંજે લાઈવ પ્રસારણ  થતા લોકોને  સારૂ મનોરંજન મળી રહ્યું છે.

આજે નાટ્ય અને ફિલ્મોની જાણીતી અભિનેત્રી ગોપી દેસાઈ

રગંમંચ સાથે હિન્દી ફિલ્મોની જાણીતી  અને લોકપ્રિય અભિનેત્રી ગોપી દેસાઈ એમના વિવિધ અનુભવો  આજે કોકોનટ થિયેટરની રોજ સાંજે 6 વાગે તેમના ફેસબુક પેઈજ પર દર્શકો સાથે શર કરશે. આજે તેઓ ‘નાટકો દ્વારા  મને મળેલ શિક્ષણ’ના અનુભવો વાગોળશે.

ગોપી દેસાઈ એક અભિનેત્રી અને નિર્દેશક તરીકે જાણીતા છે. તેમણે બાળફિલ્મ માય લિટલ ડેવિલ (2000) તથા રૂપ કી રાની ચોરો કા રાજા ફિલ્મ માટે  ખૂબજ નામના મળી હતી. તેઓ એક અભિનેત્રીના રૂપમાં  હિન્દી ફિલ્મોમાં આવ્યા ને તેમણે  ઘણી હિન્દી ફિલ્મોનું  નિર્દેશન પણ કર્યું  હતુ. ‘ભવનીભવાઈ’, ફિલ્મથી શરૂઆત કરનાર ગોપી દેસાઈએ ધૂપ-કરીબ, ભ્રષ્ટાચાર-જાુઠ્ઠી, ઉત્સવ-મિશન-કાશ્મીર અને 1942 એ લવસ્ટોરી જેવી વિવિધ ફિલ્મોમાં કામ કરેલ છે.

તેમણે 60થી વદુ નાટકો લખ્યા તો અમુક અંગ્રેજી નાટકો પણ લખ્યા હતા. ‘બસ યારી રોકો’ ફિલ્મને આંતર રાષ્ટ્રીય એવોર્ડ મળેલ હતો. 1995માં વૃત ચિત્ર ‘મંજર’ માટે પણ એવોર્ડ મળ્યો હતો. ટીવી ધારાવાહીક  છોટીબહુ સિંદૂર બિન સુહાગન જેવીમાં પણ કામ કર્યું હતુ. તેમના રેવતીના પાત્રની ટીવી શ્રેણી ‘સાથનિભાના સાથીયા’ ખૂબજ  સફળ રહી હતી. તેમણે ટીવી શ્રેણીમાં પણ ધણા એવોર્ડ જીત્યા હતા.