Abtak Media Google News

છેલ્લા 22 દિવસથી કોકોનટ થિયેટર  પ્રસ્તૃત  શ્રેણી ‘ચાય વાય અને રંગમંચ’માં ગુજરાતી કલાકારો ટીવી ધારાવાહિકના કલાકારો સાથે રંગમંચની  દૂનિયાના  જાણીતા કલાકારો  ગુજરાતી તખ્તાને સંગ વિવિધ  અનુભવો રોજ 6 વાગે  તેમના ફેસબુક પેઈજ પર લાઈવ આવીને વાગોળે છે દેશ વિદેશનાં કલારસિકો આ સુંદર કાર્યક્રમ માણી રહ્યા છે.

મુંબઈ અને બરોડા ચિત્રપટની ફોટોગ્રાફી કરતા કરતા નાટકોની ફોટોગ્રાફી શરૂ કરી ફિલ્મોના શુટિંગમાં ફોટોગ્રાફી કરતા અને દિગ્દર્શક અને એકટીગ પણ કરતા મુંબઈ આવીને ઇવેન્ટ પ્રીમિયર શો અને ફંક્શનમાં દિગ્દર્શન કરતા અને એડીટીંગ શીખતા ગુજરાતી ફિલ્મોના લગભગ દરેકે દરેક મોટા મોટા કલાકારો સાથે કામ કર્યું છે મુંબઈ મલાડ માં એડવર્ટાઇઝિંગના સ્ટુડિયો ખોલ્યો અને નાટકોની ફોટોગ્રાફી શરૂ કરી અને નાટક સાથે જોડાયા. અભિનયની સ્પર્ધામાં મહેર ભુતા લિખિત નાટક ચાણક્ય ભજવેલું જેમાં મનોજ જોશી અને અભિનય કર્યો અને દિનકર જાની એમના દિગ્દર્શક હતા ચાણક્ય નાટકમાં સૌપ્રથમ પેડ એક્ટર જીવન તથા આપને રંગમંચ પર લઇ આવ્યા 1993 માં ફ્રિડમ એટ મિડ નાઈટ વાંચી અને નથુરામ ગોડસે પર નાટક બનાવવાનું વિચાર્યું ખૂબ બધી રિસર્ચ બાદ ગાંધી વિરુદ્ધ ગોડસે નાટક બનાવ્યું જેના અમેરિકાના શો નક્કી થયા અને કેન્સલ થયા પરેશ રાવલ માટે અમેરિકાના નાટકનો પ્રથમવાર ફોલ્ડિંગ સેટ બનાવ્યો જે ખુબ વખણાયો. ત્યારથી ફોલ્ડીંગ સેટ બનાવવાની શરૂઆત થઇ. અને અઢીસો થી ત્રણસો સેટ બનાવ્યા, વખણાયા. અને હું સેટવાળો બની ગયો.

જયસુખ ભાઈએ જણાવ્યું કે નાટકનો પ્રથમ હિરો સેટ છે. સેટ દિગ્દર્શકનું ઘણું ટેન્શન દુર કરે છે અને પડદો ઉઘડતા સેટ જોતા જ પ્રેક્ષકોને નાટક વિષે ઘણી સમજ આપી દે છે. ફોલ્ડીંગ સેટ બનાવીને પ્રથમ ઘરમાં ઉભા કરતો અને ધીમે ધીમે લોકોને મારા બનાવેલ સેટ ગમતા ગયા. અને ગુજરાતી નાટ્ય જગતમાં વિદેશમાં ભજવાતા દરેક શો માં મારા બનાવેલા ફોલ્ડીંગ સેટ જાય છે. આજ સુધી બનાવેલા સેટ માં સૌથી અઘરો સેટ ઉમંગ કુમાર માટે સિનેયુગ નામનાં નાટકમાં યો હતો. શર્માન જોશી માટે હમ ઔર તુમ નાટક માટે બનાવેલ સેટ મારો ગમતો સેટ. સેટ બનાવ્યા બાદ અસંખ્ય વાર મારા માણસો દ્વારા લગાવડાવું જેથી નિર્માતા અને કલાકારોને વિદેશમાં તકલીફ ન પડે. હિન્દી નાટકોના નામાંકિત કલાકારો માટે પણ અનેક સેટ બનાવ્યા.જયસુખ રાવરાણી જે લેખક અને દિગ્દર્શક જીવ છે એને ગાવે લોકો સેટ વાળા ભાઈ તરીકે ઓળખે છે. કોરોના કાળ બાદ પણ રંગભૂમિ ફરી ધમધમશે અને દેશ વિદેશમાં નાટકો ભજવશે.

અબતક સોશિયલ મીડીયાના ફેસબુક પેઈજ ઉપર દરરોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ જોવા મળશે

 રંગભૂમિ પર ચાર દાયકાનો સમય વિતાવી ચુકેલા જયસુખ ભાઈ આજે પણ જોશ સાથે નાટ્યદેવ ની સેવા કરે છે. જયસુખ ભાઈનો એક આગવો પ્રેક્ષક અને ચાહક વર્ગ કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3 ઇન એસોશિયનમાં જોડાયો. અને તમે જો જયસુખ ભાઈ અને બીજા ગુજરાતી રંગભૂમિનાં અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6;00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં વંદના પાઠક, ટીકુ તલસાણીયા,દર્શન જરીવાલા, રાજેશ જોશી, ઉમેશ શુક્લા મીનળ પટેલ, ઘનશ્યામ નાયક, જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ માણી શકશો.

આજે જાણીતા દિગ્દર્શક અને કલાકાર વિરલ રાચ્છ

Fb Img 1620109808722

નાનકડા શહેર જામનગરની નાટ્ય સંસ્થાની સ્થાપનાથી મુંબઈની વ્યાવસિક રંગભૂમિ અને વિદેશોમાં  નાટકો સુધીની રોચક અને રસપ્રદ  સફર સમા રંગભૂમિ-નાટકો ફિલ્મો ટીવી ધારાવાહિકના જાણીતા દિગ્દર્શક અને કલાકાર વિરલ રાચ્છ આજે કોકોનટ થિયેટરની શ્રેણી ‘ચાય-વાય અને રંગ મંચ’માં સાંજે 6 વાગે પોતાના અનુભવો-વિચારો-પ્રસંગો દર્શકો સાથે લાઈવ શેર કરશે. વિરલ રાચ્છ અનોખા કલાકાર સાથે સારા એન્કર પણ છે. તેમણે ઘણા સુંદર કાર્યક્રમોનું સફળ સંચાલન કરેલ છે. ગૌરવ પુરસ્કાર સૌથી નાની વયે વિરલ રાચ્છને મળ્યો હતો. તેમણે 1993મા ‘થિયેટર પીપલ’ નામથી સંસ્થા શરૂ કરીને યુવા કલાકારોને પ્રોત્સાહન આપીને દેશ વિદેશોમાં શો કરીને  સારી ચાહના મેળવી હતી. વિરલ રાચ્છે 70થી વધુ નાટકોનું નિર્દેશન અને અભિનય કર્યો છે. ઘણા એવોર્ડ પણ મેળવેલ છે. વિવિધ સાહિત્ય આધારીત શો ડિઝશઈન અને એન્કર કરીને કલારસીકોને શ્રેષ્ઠ મનોરંજન પૂરૂ પાડેલ છે. ‘એય જીંદગી ગલે લગાલે તેમનો શો સમગ્ર ભારતમાં પ્રખ્યાત થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.