Abtak Media Google News

ગુજરાતી તખ્તાને સંગ ‘કોકોનટ થિયેટર’ની શ્રેણી ‘ચાય -વાય અને રંગમંચ’માં રોજ સાંજે 6 વાગે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર ટીવી-ધારાવાહિક ફિલ્મો ગુજરાતી  નાટકોના ખ્યાતનામ કલાકારો વિવિધ વિષયો સાથે  દર્શકોની સામે લાઈવ રજૂ થઈને પોતાના અનુભવો-વાતો શેર કરી રહ્યા છે.  જેનોદેશ-વિદેશના કલારસિકો બહોળી સંખ્યામાં લાભ લઈને મનોરંજન મેળવીરહ્યા છે.

ગુજરાતી રંગમંચ પર લગભગ અડધું જીવન સમર્પિત કરનાર અનેક નોખા નોખા પાત્રોને સ્ટેજ પર જીવંત કરનાર. અમદાવાદ અને મુંબઈ રંગભૂમિનાં અનેક નાટકો માં કામ કરી ચુકેલા શ્રીમતી અન્નપુર્ણા શુકલાજી એ કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3માં એમના ફેન્સ અને પ્રેક્ષકો સાથે સંઘર્ષથી સફળતા વિષય પર વાત કરી.

ખુબ જ જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા અન્નપુર્ણાબેને એમના આજ સુધીના રંગમંચનાં અનુભવ નો પ્રેક્ષકો સામે રસથાળ પીરસી દીધો. જી હા. સતત હકારાત્મક, પોઝીટીવ અભિગમ અપનાવવાના આગ્રહી અન્નપુર્ણાબેનની દરેક વાતમાં જોશ અને જુસ્સો હતો. એમણે કહ્યું કે જેમ દુખની વ્યાખ્યા ન હોય એમ સંઘર્ષની પણ વ્યાખ્યા ન હોય. આમ તો સંઘર્ષ કોઈ માત્ર કલાકાર માટે ન હોય દરેકે દરેક વ્યક્તિ માટે હોય છે માં નાં ઉદર માં જન્મથી માંડી સૃષ્ટિ પર આવવા માટેનો પણ સંઘર્ષ હોય છે. કઈક જુદું પામવા, જુદું કરવા, કઈક મેળવવા, કઈક છોડવા પણ સંઘર્ષ કરવો પડે છે. જેમ સંઘર્ષનો કોઈ અંત નથી એમ સફળતા પામ્યા પછી પણ એનો કોઈ અંત નથી. સફળતાની ભૂખ ક્યારેય મટતી નથી. સંઘર્ષથી થાકી જઈએ તો ડિપ્રેસનમાં આવીએ કે નાસીપાસ થઈએ અથવા તો અંધકારમાં ગરકાવ થઇ જઈએ છીએ. માટે સંઘર્ષથી થાકવું નહિ અંધકારથી બીવું નહિ. સંઘર્ષથી જેટલા દુર ભાગશો એટલી જ મુસીબતો તમારી પાછળ આવશે જો તમે દ્રઢતાથી એનો સામનો કરશો તો એ સંઘર્ષ સફળતામાં બદલાઈ જશે.

કલાકારે પણ અનેક સમસ્યાઓ, સંઘર્ષો મુશ્કેલીઓ સાથે લડી નાટકના શો વખતે પરકાયા પ્રવેશ કરી એ દરેક સમસ્યા ઉપર વિજય મેળવવાનો હોય છે અને પ્રેક્ષકને    આત્મસાત કરી શકે પોતે રડે અને રડાવી શકે હશે અને હસાવી શકે. અનેક વિદ્વાન, અનુભવી, સફળ વ્યક્તિ જાતને ત્યારે જ ઓળખી શકે જ્યારે એ બદીઓ  વ્યસન  થી દુર રહે. સફળતાનાં અભિમાનમાં ઘણા આગળ નીકળી જઈએ પણ પછી પાછા  આવવાનો અવસર નથી મળતો. લોકોની વચ્ચે પણ એકલા રહેતા જાતની અંદર ઉતરતા શીખવું જોઈએ.

કોરોના કાળમાં દરેક કલાકારે પોતાના પર મન અને મગજ ઉપર કંટ્રોલ કરવાની, જાતને બીજી તરફ વાળવાની સોનેરી સલાહ આવી અન્નપુર્ણા બેને. શરીર સજ્જ હશે તો તમે બધું જ કરી શકશો. મન મગજ પર કાબુ રાખવાની ક્ષમતા થીયેટર પાસેથી મળે છે. નાટકનાં લોકોને સાંભળવા માટે આવું સરસ આયોજન કરવા બદ્દલ અન્નપુર્ણા બેને કોકોનટ થિયેટરનો નતમસ્તકે આભાર માન્યો. વિશ્વયુદ્ધ ની વાત યાદ કરતા બેને જણાવ્યું કે જ્યારે જાપાન સમ્પૂર્ણ નેસ્તનાબૂદ થઇ ગયું હતું અને એ ઉભું થવા માંડ્યું ત્યારે સૌ પ્રથમ જાપાનમાં થિયેટર બનાવવામાં આવ્યું કારણ કે અમારા લોકો અમારી સંસ્કૃતિ સાથે પાછા સમૃદ્ધ થાય. કારણકે સંસ્કૃતિને જાળવવાનું એક માત્ર માધ્યમ થિયેટર છે.

અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ ઉપર   આ શ્રેણીનું લાઈવ પ્રસારણ દરરોજ સાંજે 6 વાગે: હજારો  દશકો માણી રહ્યા છે મનોરંજન

કોરોના કાળ વિષે બોલતા ખાસ જણાવ્યું કે આ સમય પણ જતો રહશે અને યાદ પણ નહિ આવે કે કોરના કાળ જેવો કોઈ સમય હતો. ઈશ્વરે જન્મ આપ્યો ત્યારે દાંત નહોતા પણ એમણે દૂધ આપ્યું, જ્યારે દાંત આપ્યા ત્યારે ખાવાનું આપ્યું. ઈશ્વર પર શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ફરી રંગભૂમિ ધમધમશે જ. અન્નપુર્ણા બેનનો એક આગવો પ્રેક્ષક અને ચાહક વર્ગ છે જે કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3 ઇન એસોશિયન વિથ શિંભસયક્ષિંશક્ષષફ.શક્ષ માં જોડાયો. અને એમની લાઈવ વાતો સાંભળી કઈક નવું જાણ્યું, તમે જો અન્નપુર્ણા બેન અને બીજા ગુજરાતી રંગભૂમિનાં અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6;00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં મીનળ પટેલ, ઘનશ્યામ નાયક,ટીકુ તલસાણીયા, વંદના પાઠક , પ્રતાપ સચદેવ , અરવિંદ વેકરીયા જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.

આજે સાંજે  કોમેડી બાદશાહ આશિષ ભટ્ટ

Fb Img 1619678167065

રંગમંચ પર હાસ્નો ધોધ વહાવનાર  અને જેમને જોતાની સાથે પ્રેક્ષકો  ખડખડાટ હસી પડે એવા હાસ્યના બેતાજ   બાદશાહ આશિષ ભટ્ટ આજે  સાંજે 6 વાગે ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં   નાટક ફિલ્મો સાથે જીવનમાં કોમેડી શુ કામ અને તેના મહત્વની  વાતોસાથે તેના જીવનના વિવિધ  અનુભવો દર્શકો સાથે શેર કરશે.

ગુજરાતી નાટકો ટીવી ધારાવાહિક સાથે ઘણી ફિલ્મો તેના અભિનય થકી  જ સફળ થઈ હતી. તેની સંવાદ બોલવાની છટા સાથે  બોડી લેંગ્વેજની આગવી છટાના પ્રેક્ષકો દિવાના છે.ઉમદા કલાકાર સાથે એક બીજાને  સહાયભૂત થવાનો ઉમદા સ્વભાવથી આશિષ ભટ્ટ સૌના પ્યારા છે. આજે તેમને   જોવા સાંભળવાનું ચૂકશો નહિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.