Abtak Media Google News

અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેઇજ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો

કોકોનટ થીયેટર પ્રસ્તૃત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખતાને સંગ સીઝન 3માં ગઈકાલે ગુજરાતી રંગમંચના સુપ્રસિદ્ધ નિર્માતા કલાકાર  રાજેન્દ્ર બુટાલા  લાઈવ આવીને  નિર્માતાનાં દિગ્દર્શક અને કલાકાર સાથેના સંબંધના  વિષય  ઉપર ચર્ચા કરતા રાજેન્દ્ર ભાઈએ જણાવ્યું કે વિષય અઘરો છે અને સાથે આસાન પણ છે નિર્માતા માત્ર પોતાના જ નામથી નથી ઓળખાતો એની સફળતામાં દિગ્દર્શક, કલાકાર અને લેખકોનો પણ હાથ હોય છે.

આ એક એવી નાટ્ય સફરની ગાડી છે કે જેના પૈડા તરીકે નિર્માતા, લેખક, દિગ્દર્શક અને કલાકાર હોય તો ગાડી ફૂલ સ્પીડમાં દોડી શકે. પ્રથમ નાટક ચીતરેલા સુરજમાં જ રંગભૂમિના ધુરંધર કહેવાય એવા શૈલેશ દવે, અરવિંદ રાઠોડ, તારક મહેતા, દીપક ઘીવાલા, દીના પાઠક, પદ્મા રાણી અને એક નવી કલાકાર રાગીણી શાહ જેને આજે લોકો રાગીણી નાં નામે ઓળખે છે. આવા ધુરંધર કલાકારો સાથે કામ કરીને જાણવા મળ્યું કે કલાકાર મખમલી મનના હોય છે એમને પંપાળો, સાચવો, એમને માન સન્માન આપો તો ગમે. અને એ માન આપતા અને કલાકારોને સાચવતા હું શીખ્યો ત્યારથી આજસુધી અવિરત નાટ્ય સફર ચાલુ જ છે.

ખુબ જ ધીર ગંભીર અને સમજણ પૂર્વકના આજના લાઈવ સેશનમાં રાજેન્દ્ર ભાઈએ એમની નાટ્ય સફરમાં સાથ આપનારા દિગ્દર્શક, કલાકાર તથા નાના, મોટા દરેકને યાદ કર્યા અને ગર્વ સાથે જણાવ્યું કે મેં આજ સુધી એક..બે..કે આઠ દસ..નહિ પણ અત્યાર સુધી પચ્ચીસ દિગ્દર્શકો સાથે કામ કર્યું છે.

શફી નામદાર, શૈલેશ દવે, કાંતિ મડિયા, અરવિંદ વૈદ્ય,  રાજેશ જોશી, ધર્મેશ વ્યાસ, અને બીજા અનેક નામાંકિત દિગ્દર્શકોએ શિવમ નાં નેજા હેઠળ કામ કર્યું છે. શિવમ બેનર ઉભું કરવામાં વિષ્ણુકુમાર વ્યાસ અને હની છાયાનો આભાર માન્યો જેમને એમની સંસ્થાના પાયા તરીકે ઓળખાવ્યા. દરેક માણસ માન નો અને પ્રેમનો ભૂખ્યો હોય છે. અને મારા શિવમ પરિવારના દરેક સભ્યને મેં હમેશા માં સન્માન સાથે સાચવ્યા છે. ગુજરાતી રંગભૂમિનાં  લગભગ દરેક કલાકાર કસબીઓ રાજેન્દ્ર બુટાલા સાથે કામ કરી ચુક્યા છે.

કલાકારોમાં એમણે ખાસ કરીને રૂપા દિવેટિયા, શચી જોશી, ધર્મેશ વ્યાસ, દિલીપ દરબાર એ સિવાય બીજા અનેક કલાકારોને યાદ કર્યા અને એમના વિષે ઘણી આ લાયક વાતો કરી. રંગભૂમિની અત્યાર સુધીની સફરમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા જેને ખુબ જ સારી રીતે હેન્ડલ કરીને સૌને સાથે લઈને ચાલ્યા છે રાજેન્દ્ર ભાઈ. એમને ઓક્લ્હ્તા દરેક વ્યક્તિ મારે રાજેન્દ્ર ભાઈનું જીવન એક પ્રેરણા છે.

રંગમંચના દરેક પાસાઓનું સારું જ્ઞાન ધરાવતા શ્રી રાજેન્દ્ર ભાઈએ આજના લાઈવ સેશનમાં ઘણી એવી વાતો કરી કે જે આવનારા કલાકાર કે રંગમંચ પર કામ કરવા ઈચ્છુક યુવા પેઢીને નવી રાહ ચીંધી શકે છે આપ એ સૌ માહિતી કોકોનટ થીયેટરનાં ફેસબુક પેજ પર જોઈ શકો છો.  રાજેન્દ્ર ભાઈએ આજના સેશનમાં પોતાના અનુભવ થકી નિર્માતાનાં દિગ્દર્શક, કલાકાર સાથેના સંબંધ વિષે ખુબ સરસ માહિતી જણાવી સાથે  તેમણે પોતાના ફેન્સ અને મિત્રોના સવાલોના જવાબ પણ આપ્યા જે દરેક યુવા કલાકારે જાણવા જોઈએ.

આજે લેખક-દિગ્દર્શક અને કલાકાર વિજય સેવક

Facebook 1626117651746 6820431771190012167

ગુજરાતી રંગભૂમિ સાથે સાહિત્ય સર્જન ક્ષેત્રે બહુ જ  નામના ધરાવતા પ્રા. વિજય સેવક આજે સાંજે 6 વાગે  કોકોનટ થિયેટર પ્રસ્તૃત  ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીના એકેડેમિક સેશનમાં લાઈવ આવશે. આજે તેઓ ‘નાટક-રંગમંચ અને જીવન’ વિષયક  ચચા અને અનુભવો શેર કરશે. વિજય સેવકને ગુજરાત સંગીત નાટક  અકાદમી અને ગુજરાતી  સાહિત્ય પરિષદ દ્વારા એવોર્ડ મળેલ છે. તેઓ ખૂબજ સારા લેખકની સાથે  દિગ્દર્શન-કલાક્ષેત્રે અભિનય સાથે યુવા કલાકારો માટે એક શ્રેષ્ઠ શિક્ષક અને માર્ગદર્શક પણ છે. વિજયભાઈના આજના  સેશનથી યુવા કલાકારોનેઘણું શીખવા મળશે. તેથી ચૂકશો નહીં રંગભૂમિમાં તેઓ વિશાળ અનુભવ ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.