Teacher’s day 2024:ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર, 1888ના રોજ તમિલનાડુમાં થયો હતો. તેથી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિના અવસર પર આ દિવસને વિશેષ મહત્વ આપવામાં આવે છે. તેમજ શિક્ષકો આપણા જીવનનો અભિન્ન અંગ છે, જે આપણને સાચો માર્ગ બતાવે છે અને જ્ઞાનનો પ્રકાશ આપે છે. આ સાથે શિક્ષક દિવસ પર વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.  જેમાં વિદ્યાર્થીઓ તેમના શિક્ષકોને ભેટ આપે છે. અને શુભેચ્છાઓ આપે છે.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના પ્રસિદ્ધ શિક્ષક અને વિદ્વાન હતા. જેમણે શિક્ષણના ક્ષેત્રમાં ઘણું મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમજ તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ બન્યા હતા. શિક્ષણ પ્રત્યેનો તેમનો વિચાર એવો હતો કે શિક્ષણનો ખરો અર્થ માનવતા, પ્રેમ અને સમાનતાનું જ્ઞાન હોવું જોઈએ. તેથી તેમની જન્મજયંતિ પર 1962 થી દર વર્ષે શિક્ષક દિવસની ઉજવણી કરવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી.

દેશમાં પ્રથમ શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?

1962માં જ્યારે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન દ્વારા આ દિવસને વિશેષ માન્યતા આપવા માટે શિક્ષકોના યોગદાનને સન્માનિત કરવાનો નિર્ણય લેવાયો હતો.

ભારતના 5 મહાન શિક્ષકો, જેમણે શિક્ષણની દિશા બદલી.

1 સાવિત્રીબાઈ ફૂલે:

savitribaiphule 2

 

સાવિત્રીબાઈ ફૂલે ભારતીય શિક્ષણમાં સાક્ષરતા અને કન્યા કેળવણી માટે પ્રખ્યાત હતા. તેમજ તે દેશની પ્રથમ મહિલા શિક્ષક હતી અને તેણે છોકરીઓ માટે ઘણી શાળાઓની સ્થાપના કરી હતી. આ સાથે સાવિત્રીબાઈ ફુલેએ મહારાષ્ટ્રમાં શિક્ષણ ક્ષેત્રે મોટું યોગદાન આપ્યું હતું. અને દેશની પ્રથમ કન્યા શાળાના આચાર્ય પણ હતા.

2 રવીન્દ્રનાથ ટાગોર:

ravindranath thagor

 

રવીન્દ્રનાથ ટાગોર કવિ, લેખક અને શિક્ષણશાસ્ત્રી હતા. જેમણે શિક્ષણના ક્ષેત્રમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા હતા. તેમજ ટાગોરની શિક્ષણ પ્રણાલી માત્ર પુસ્તકો પુરતી મર્યાદિત ન હતી, પરંતુ શારીરિક અને માનસિક વિકાસને પણ મહત્વ આપતી હતી. આ સાથે તેમને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

3 મદનમોહન માલવીયા:

madan mohan

મદનમોહન માલવીયાએ બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. જે એશિયાની સૌથી મોટી યુનિવર્સિટી છે. તેમજ તેમણે ભારતીય માતૃભાષા, વકીલાત અને પત્રકારત્વમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ સાથે તેમના દ્વારા આપવામાં આવેલ ‘સત્યમેવ જયતે’ સૂત્ર આજે પણ પ્રાસંગિક છે.

4 ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ:

APJ abdul kalam

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ભારતના 11મા રાષ્ટ્રપતિ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક હતા.તેમના ઉપદેશો આજે પણ વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે. તેમજ તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓના વિકાસ માટે કૌશલ્ય શીખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે તેમના આદર્શો અને વિચારો આજે પણ યુવા પેઢી માટે માર્ગદર્શક છે.

5 સ્વામી વિવેકાનંદ:

swami vivekanand

 

સ્વામી વિવેકાનંદે ભારતીય સમાજમાં સુધારાની દિશામાં મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું. તેઓ ગુરુકુલ પ્રણાલીના સમર્થક હતા. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે રહેતા હતા. ત્યારે તેમનું માનવું હતું કે આ સિસ્ટમ દ્વારા જ્ઞાન અને બુદ્ધિમાં વધુ ઊંડાણ પ્રાપ્ત કરી શકાય છે.

શિક્ષક દિન નિમિત્તે આપણે આ મહાન શિક્ષકોના ઉપદેશો અને તેમના દ્વારા આપેલા યોગદાનને યાદ કરીએ છીએ. પરંતુ તેઓએ સમાજ અને દેશને નવી દિશા આપવાનું કામ કર્યું છે. તેથી આપણે આપણા શિક્ષકોની મહેનત અને પ્રયત્નોની કદર કરવી જોઈએ અને તેમના આદર્શોનું પાલન કરવું જોઈએ.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.