બિસલેરી જાહેરાતમાં શિક્ષકોની મજાક, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો વિરોધ

0
25

કંપનીને પત્ર લખી જાહેરાત પરત ખેંચવા તથા માફી માંગવાની પ્રબળ માંગણી 

થોડા દિવસોથી બીસલેરી મીનરલ વોટરની કેમલ પાઠશાળાની નવી જાહેરાત આવી છે જેમાં શિક્ષક ઉંટને ભણાવે છે શિક્ષક ઊંટને પૂછે છે “ભારતમેં રેગીસ્તાન કહાં હૈ? ઉંટ જવાબ આપે છે “સિમલા’  ત્યારબાદ શિક્ષક માટીના માટલામાંથી લોટાથી પાણી પીવે છે અને ઉંટ જવાબ આપે છે માસ્ટરજી કોન્ટેક્ટ લેસ એટલે શું ?  માસ્ટર જવાબ નથી આપતા ત્યારે ઉંટ બેસલેરીની બોટલ મોઢેથી ફેંકી બોલે છે “યે લો માસ્ટર ઈસે કહતે હૈ કોન્ટેક્ટ લેસ” આમ આ જાહેરાતમાં શિક્ષકની ઠેકડી ઉડાવવામાં આવી છે,જ્યારે શિક્ષક એ સમાજમાં આગવું સ્થાન ધરાવે છે,ત્યારે આ જાહેરાત પોતાની પ્રોડક્ટ વેચવા માટે શિક્ષકને મજાક રૂપ બનાવી રહી છે.જેથી સમગ્ર શિક્ષક સમાજમાં આ જાહેરાતનો પ્રબળ વિરોધ થઈ રહ્યો છે,

આ જાહેરાત સામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વિરોધ દર્શાવ્યો છે તેમને કંપનીને પત્ર પાઠવીઆ જાહેરાત તાત્કાલિક અસરથી બંધ કરવા અને સમગ્ર શિક્ષક સમાજની માફી માંગવા માટે જણાવ્યું છે, જો જાહેરાત પાછી ખેંચવામાં નહિ આવે તો  શિક્ષકો કંપની સામે ઉગ્ર આંદોલન કરશે અને કંપનીનું વેચાણ બંધ કરવાની ફરજ પાડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here