Abtak Media Google News

જૂની પેન્શન યોજના સહિતના અન્ય પડતર પ્રશ્નો મુદ્દે સરકાર માંથી હકારાત્મક નિરાકરણ ન મળતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો જાહે2 ક2વામાં આવ્યા છે.

આ અંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભે ગુજરાત રાજય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહા મંડળ દ્વારા સરકારમાં રજૂઆતો અને રૂબરૂ મુલાકાત માટે સમય ફાળવવા રજૂઆતો કરવા છતાં સરકાર તરફથી હકારાત્મક નિરાકરણ ન મળતાં ગુજરાત રાજ્ય કર્મચારી મહા મંડળની ગાંધીનગર ખાતે જુદા જુદા કર્મચારી મંડળના હોદેદારોની મળેલ બેઠકમાં આંદોલનાત્મક કાર્યક્રમો આપવાનું નક્કી કર્યું છે.

જેમાં 3 સપ્ટેમ્બરે રેલી સાથે કલેક્ટરને આવેદન અપાશે, 11મીએ રાજ્યની ઝોન કક્ષાએ રૈલી અને આવેદન અપાશે, 17 મીએ કર્મચારીઓ માસ સીએલ પાડશે, 22 મીએ તમામ કેડરના કર્મચારીઓ પેનડાઉન કરશે અને 30મીએ રાજ્યમાં અચોક્કસ મુદતની હડતાળ પાડવાનું નક્કી કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.