Abtak Media Google News

દરેક બોલને સ્વીપ કરવાની ઓસ્ટ્રેલિયાની સ્ટ્રેટેજી ’ફેઈલ’ !!!

બીજી ઇનિંગમાં જો ભારત 50 રનની ખાદ્ય રહ્યું હોત તો ટીમ માટે મુશ્કેલ સાબિત થાત

ભારતે બોર્ડર ગાવસ્કર ટ્રોફી અંતર્ગત ઓસ્ટ્રેલિયાને બીજા ટેસ્ટ મેચમાં પણ માથ આપી છે અને શ્રેણીમાં સરસાઇ મેળવી છે. જાણવાનું એ રહ્યું કે ઓસ્ટ્રેલિયા માનસિક દબાણમાં આવી જતા ધરાશય થઈ ગયું હતું અને દરેક બોલને સ્વીપ કરવાની કાંગારૂએ જે સ્ટ્રેટેજી બનાવી હતી તેમાં તેઓ નિષ્ફળ નીવડ્યા હતા. સામે રવિન્દ્ર જાડેજા અને અશ્વિને ઓસ્ટ્રેલિયા સામે તરખાટ મચાવ્યો હતો અને કાંગારૂને કરી દીધા હતા અને સ્પીન એટેક સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ શરણાગતિ સ્વીકારી લીધી હતી.

ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ મેચ ની શરૂઆતમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ ત્યારબાદ બંને શાસ્ત્રમાં ભારતીય ખેલાડીઓએ જે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું તેનાથી ઓસ્ટ્રેલિયા બેક ફૂટ ઉપર ધકેલાઈ ગયું હતું પરંતુ બીજી ઇનિંગમાં ભારતે માત્ર એક રન નીજ લીડ આપવામાં સફળ રહ્યું હતું જેમાં ભારતીય ખેલાડીઓ જેવા કે રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલનો દબદબો જોવા મળ્યો હતો. સામે એવું પણ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે જો ભારતને 50 રનની ખાદ રહી હોત તો ભારતીય ટીમ માટે પણ કપડા ચડાણ અથવા તો  બીજો ટેસ્ટ પડકારરૂપ સાબિત થાત. સ્પિન એટેક સામે જે રીતે બેટ્સમેન હોય આગળ આવીને રમવું જોઈ તેમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનઓએ શોર્ટનો સહારો લીધો હતો જે સ્ટ્રેટેજી તેમના માટે નિષ્ફળ નીવડી હતી. વાત કરવામાં આવે તો સ્પીન બોલર રવિન્દ્ર જાડેજા ની તો તેને 42 રન આપી કુલ સાત વિકેટ ઝડપી હતી જેમાં પહેલી વિકેટ તેને 38 રન આપીને મળી હતી ને બાકીના રનમાં બાકી રહેતી છ વિકેટ તેને ઝડપી હતી જેમાં મુખ્યત્વે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ બોલ્ડ થયા હતા. બીજા ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજા મેચનો હીરો રહ્યો હતો.

ભારત અને ઓસ્ટ્રલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝના બીજા મેચમાં ભારતે છ વિકેટે જીત મેળવી છે. આ વિજયની સાથે જ ટિમ ઇન્ડિયાએ ચાર મેચની સિરીઝમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. અને સાથે જ સુનિશ્ચિત કર્યું છે કે, બોર્ડર-ગવાસ્કર ટ્રોફી હવે ભારત પાસે જ રહેશે. કાંગારૂએ શરૂઆત સારી કરી હતી પરંતુ બે જ સત્રમાં ટિમ ઇન્ડિયાએ શ્રેષ્ટ પ્રદશન કરતા મેચ નામે કરી લીધી હતી. પ્રથમ ટેસ્ટની જેમ બીજો ટેસ્ટ પણ ત્રણ દિવસમાં સમાપ્ત થઇ ગયો હતો. અબતકે મેચના પ્રથમ દિવસે જ લખ્યું હતું કે,  ત્રીજી અને ચોથી ઇનિંગમાં બેસ્ટમેનોને ટકી રહેવું મુશ્કેલ સાબિત થશે જે સાબિત થયું કે ત્રીજી ઇનિંગમાં ભારતીય સ્પિનરો સામે ઓસ્ટ્રેલિયાએને ટકવું ખુબ જ અઘરું સાબિત થયુ અને માત્ર 113 રનમા ટિમ સમેટાઈ ગઈ.

જયારે ટિમ ઇન્ડિયાએ ચોંથી ઇનિંગમાં દમખમ બતાવી મેચ આસાનીથી છ વિકેટે વિજય મેળવ્યો હતો.ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં 263 રન બનાવ્યા હતા તેની સામે ટીમ ઇન્ડિયાએ તેની પહેલી ઇનિંગમાં 262 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને માત્ર 1 રનની લીડ મળી હતી, જ્યારે બીજો દિવસ પૂરો થયો ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 61/1 હતો. પણ ત્રીજા દિવસની શરૂઆતથી જ ટીમ ઈન્ડિયાએ મેચ પલટી નાખી હતી. જાડેજાએ આ મેચમાં કુલ 10 વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ દાવમાં 21 રનમાં 3 વિકેટ અને બીજી ઈનિંગમાં 42 રનમાં 7 વિકેટ ઝડપી હતી. આ તેની કારકિર્દીનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેની સાથે ટીમના બીજા સ્પિન બોલર અશ્નીને પણ બંને ઇનિંગ્સમાં 3-3 વિકેટ ઝડપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.