Abtak Media Google News

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશન છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર છવાયેલા હતા. બૂમરાહના ચાહકો કઈક સારા સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતાં. તેમની આ આતુરતાનો અંત લાવીને ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે સોમવારે (15 માર્ચ) ટીવી પ્રેઝેંન્ટર અને સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા. બુમરાહ અને સંજનાએ પોતાના લગ્નનું આયોજન ખાનગી રીતે કર્યું હતું. જેમાં એકબીજાના પરિવાર અને નજીકના મિત્રોને બોલાવવામાં આવ્યા હતા. બુમરાહે ટ્વિટર દ્વારા પોતાના લગ્નના ફોટા પણ શેર કર્યા છે.

https://www.instagram.com/p/CMb2B2THR96/?igshid=parqiysws5p2

 

બંને લગ્નના જોડામાં ખૂબ જ સુંદર લગી રહ્યાં હતા. બંને પ્રેમી પંખિડાએ ગુલાબી અને ઓફવાઇટ રંગના મેચિંગ કપડાં પહેર્યા હતા. તેમના કપડાને અનુરૂપ થીમ ગોઠવવામાં આવી હતી.

Whatsapp Image 2021 03 15 At 5.35.07 Pm

સંજના સ્પોર્ટ્સ એન્કરની સાથે સાથે એક મોડેલ છે. સંજના શાહરૂખ ખાનની ફેન અને તે કેકેઆર ટીમના એક કાર્યક્રમની હોસ્ટિંગ પણ કરે છે. આઈપીએલની ફ્રેન્ચાઇઝી ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર)ની ચિયર્સ કરતી તે સોશિયલ મીડિયા પર જોવા મળે છે.

જસપ્રીત બુમરાહને ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. જેના કેપશનમાં તેણે લખ્યું હતું કે,’જો પ્રેમ તમને લાયક સમજશે તો તમારું નસીબ બદલી નાખશે.’તેમણે આગળ લખ્યું–પ્રેમએ અમને આગળ વધવાની પ્રેરણા આપી છે અને અમે અમારા નવા જીવનની શરૂઆત કરી છે. આજનો દિવસ અમારા જીવનનો સૌથી ખુશહાલ દિવસ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.