Abtak Media Google News

ટીમ માટે ડેથ બોલિંગ ચિંતાનો વિષય : મિડલ ઓર્ડર બેટ્સમેનો પર ભાર વધુ

ટીટ્વેન્ટી વિશ્વકપને ધ્યાને લઈ ભારતીય ટીમ માટે ઓસ્ટ્રેલિયા બાદ હવેની આફ્રિકા સીરીઝ ખૂબ મહત્વનો ભાગ ભજવશે ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમ માટે અનેક મુદ્દાઓ ખૂબ સારા સાબિત થયા છે જે વિશ્વ કપ માટે ભારતીય ટીમ માટે આશીર્વાદરૂપ સાબિત થશે જેમાં વિરાટ કોહલીનું ફોર્મ અને સૂર્યકુમાર યાદવની બેટિંગ હાલ ભારતીય ટીમ માટે ખૂબ સારા ચિન્હ સાબિત થયા છે. ભારતીય ટીમ માટે સૌથી મોટી તકલીફ એ છે કે જે ડેથ બોલિંગ હોવી જોઈએ તે હજુ સુધી જોવા મળી નથી અને ભારતે પરિણામે મેચ પણ હારવો પડ્યો છે. વાતની પુષ્ટિ ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા દ્વારા પણ કરવામાં આવેલી છે. બીજી તરફ ભારતીય ટીમ માટે સારા સમાચાર એ પણ છે કે વિસ્ફોટક બેચમેન અને ટીમના પૂર્વ સુકાની વિરાટ કોહલીનું બેટ હવે ચાલવા માંડ્યું છે જે ભારતીય ટીમ માટે ખૂબ સારા સંકેત છે.

ઓસ્ટ્રેલિયા સામે ત્રીજો િ2ં0 માં ભારતને જે જીત મળી તેની પાછળનું મુખ્ય અક્ષરે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવના શિરે જાય છે. આ વાતને ધ્યાને લઈ ભારતીય ટીમ માટે ત્રીજું સ્થાન વિરાટ કોહલી માટે જ અંગે કરવામાં આવ્યું હોય તે વાત હવે સ્પષ્ટ થઈ ચૂકી છે. બીજી તરફ સૂર્યકૂમારી યાદ આવે પણ ટી ટ્વેન્ટી માં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ભારતીય ટીમને મિડલ ઓર્ડરમાં મજબૂતી આપી છે પરંતુ સૂર્યકુમાર યાદવ ની સાથે અન્ય મિડલ ઓર્ડર બેટ્સમેનોનું ફોર્મ પણ યથાવત રહે તે ભારત માટે એટલું જ જરૂરી અને અનિવાર્ય છે. સામે ફિનિશર તરીકે હાર્દિક પંડ્યા નું પ્રદર્શન પણ ટીમ માટે ખૂબ જ ફાયદારો નીવડ્યું છે જે વિભાગ છે ટીમ માટે માથાનો દુખાવા સમાન બની રહેશે. હાર્દિક પંડ્યા તેના દરેક મેચમાં એક સારા ફિનિશરની ભૂમિકા ભજવે છે અને રનની ગતિને વધુ ઝડપી કેવી રીતે બનાવી શકાય તે  જવાબદારી તે બખૂબી રીતે નિભાવી રહ્યો છે.

ત્યારે વિશ્વકપને ધ્યાને લઈ હાર્દિક પંડ્યા ભારતીય ટીમ માટે ડાર્ક હોર્સ પણ સાબિત થશે કારણકે બેટિંગની સાથે બોલિંગમાં તેનું પ્રદર્શન ટીમ માટે અત્યંત ઉપયોગી નીવડશે.  તો બીજી તરફ ભારતીય ટીમ એ વિશ્વ કપ અંકે કરવા માટે પોતાની ડેથ બોલિંગને વધુ મજબૂત કરવી જરૂરી છે કારણ કે ભુવનેશ્વરકુમાર ડેટ બોલિંગમાં સહેજ પણ ઉપયોગી સાબિત થયો નથી અને પરિણામે ભારતીય ટીમ એ હારનો પણ સામનો કરવો પડ્યો છે. જો ભારત પોતાની ડેથ બોલિંગને વધુ મજબૂત બનાવે તો વિપક્ષે ટીમને ખુબ ઓછા સ્કોર ઉપર સીમિત રાખી શકશે. એવી જ રીતે ઓપનિંગ બેચમેન કે એલ રાહુલ નું ફોર્મ પણ ટીમ માટે ચિંતાનું વિષય બન્યું છે.

જ્યારે રોહિત શર્મા પોતાની આક્રમકતા દાખવે છે ત્યારે રાહુલનું ઉત્કૃષ્ટ પ્રદર્શન સામે આવતું નથી ત્યારે જરૂરી એ છે કે ઓપનિંગ બેટ્સમેન રાહુલ અને રોહિત શર્મા પોતાનું ખૂબ સારું પ્રદર્શન કરે અને તેમને વિજય અપાવવામાં સહાયરૂપ સાબિત થાય. બોલિંગની સાતો સાત ફિલ્ડિંગ અને કેચમાં પણ ભારતીય ટીમ એ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવું ખૂબ જ જરૂરી છે સારા કેચ મેચનું પરિણામ બદલી નાખે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.