ટી-20 વર્લ્ડકપ માટે ટિમ ઇન્ડિયાની નવી જર્સી લોન્ચ

હવે ટી-20માં ભારતીય મહિલા ટીમની જર્સીનું કલર પણ એવું જ રહેશે

ઓસ્ટ્રેલિયામાં આગામી મહિને ટી20 વિશ્વકપ રમાશે. તો આ વિશ્વકપ પહેલા ભારતીય ટીમની નવી જર્સી લોન્ચ કરી દેવામાં આવી છે. જર્સીની તસવીર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ટીમ ઈન્ડિયાની નવી જર્સીમાં કેપ્ટન રોહિત શર્મા પોઝ આપતો જોવા મલી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે ટી20 વિશ્વકપમાં પોતાનો પ્રથમ મુકાબલો પાકિસ્તાન સામે રમવાનો છે. ભારતીય ટીમે આગામી મહિને ટી20 વિશ્વકપ માટે ઓસ્ટ્રેલિયા જવાનું છે. તો વિશ્વકપ પહેલાં ભારતીય ટીમની નવી જર્સી લોન્ચ કરી દેવામાં આવી છે.

ટીમની આ નવી જર્સી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ટીમની નવી જર્સી બ્લૂ કલરની છે.  આ જર્સીમાં ત્રણ સ્ટાર બનેલા છે. ટીમની નવી જર્સીમાં રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, મહિલા ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌર અને શેફાલી વર્મા જોવા મળી રહી છે.

જર્સી પર ત્રણ સ્ટાર

ભારતીય ટીમની ટી20 વિશ્વકપ માટે લોન્ચ કરાયેલી નવી જર્સીમાં ત્રણ સ્ટાર બનેલા છે. હકીકતમાં આ ત્રણ સ્ટાર ભારતીય ટીમના ત્રણ વખત વિશ્વ વિજેતા રહેવાનું નિશાન છે. હકીકતમાં ભારતીય ટીમે સૌથી પહેલા 1983માં કપિલ દેવની આગેવાનીમાં વિશ્વકપ જીત્યો હતો. તો 2007માં ભારતીય ટીમ ટી20 વિશ્વકપમાં ચેમ્પિયન બની હતી. ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં 2011માં ભારતે ઘરઆંગણે વિશ્વકપની ટ્રોફી ઉઠાવી હતી. આ વખતે ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયા રોહિતની આગેવાનીમાં ચોથીવાર વિશ્વ વિજેતા બનવાના ઈરાદા સાથે ઉતરશે.