Abtak Media Google News

પ્રથમ ટી-20માં ભારતે શ્રીલંકાને 62 રને મ્હાત આપી

અબતક, લખનવ

હાલ ભારત શ્રીલંકા વચ્ચે ટી20 સિરીઝ ચાલી રહી છે. જેમાં ભારતે શ્રીલંકાને 62 રને માત આપી હતી. ભારતની જીતમાં શ્રેયસ ઐયર અને ઇસન કિશન ઝાળકિયા હતા. ભારતની જીત સાથે એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે રોહિત ની આગેવાની હેઠળ ભારતીય ટીમે જીતની રસ્તા પૂરજોશમાં પકડી લીધી છે. ત્યારે બાકી રહેલા બે ટી20 મેચમાં પણ ભારત પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રવાસી ટીમને વાઈટવોશ કરે તેવી શક્યતા છે. સામે એ વાત પણ સ્પષ્ટ થઈ રહી છે કે શ્રીલંકા જ્યારે પણ ભારત પ્રવાસે આવ્યું છે ત્યારે તેને એક પણ ટી20 સિરીઝ જીતી નથી.

પ્રથમ ટી20 મેચમાં ભારતે અને યુવા ખેલાડીઓને તક આપી હતી જેમાં વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને વિસ્ફોટક રમત રમી હતી તો સામે રે સહારે પણ અડધી સદી ફટકારી ભારતીય ટીમ માટે જીતની નિવ ઊભી કરી હતી. અમે ભારતીય ટીમના બોલેરો દ્વારા પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વિરોધી ટીમને 137 રનમાં જ સીમિત રખાયું હતું. રોહિત શર્માએ કેપ્ટન્સી સંભાળ્યા બાદ સળંગ 10મો વિજય મેળવ્યો હતો.

જ્યારે ભારતે પણ ટી-20 ઈન્ટરનેશનલમાં પણ સળંગ 10મી જીત હાંસલ કરી હતી. રોહિત શર્માએ 32 બોલમાં બે ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 44 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રનનો રેકોર્ડ નોંધાવ્યો હતો.200 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી અને ભારતીય બોલરો ખૂબ જ ઘાતક સાબિત થયા હતા જેમાં ભુવનેશ્વરે સપાટો બોલાવતા માત્ર 9 રનમાં બે વિકેટ ઝડપી હતી. વેંકટેશ ઐયરે 36 રનમાં બે વિકેટ મેળવી હતી. ચૂસ્ત બોલિંગ કરાતા શ્રીલંકાના બેટ્સમેનો મોટી ઇનિંગો રમવામાં નિષ્ફળ નીવડ્યા હતા. શ્રીલંકા તરફથી એકમાત્ર અસાલન્કાએ અણનમ 53 રન કર્યા હતા.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.