Abtak Media Google News

બીસીસીઆઇના મર્યાદિત ઓવરની ટુર્નામેન્ટની પ્રાથમીક તૈયારી માટેની સીનીયરોની ટીમ પસંદ કરવા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સ્ટેડીયમ ખાતે તાજેતરમાં બેઠક યોજાઇ હતી. કોવિડ-૧૯ ની મહામારી શરુ થયા બાદ આ પહેલા બેઠક યોજાઇ હતી.

ક્રિકેટ એસો.ના સ્ટેડીયમ ખાતે બીસીઆઇ અને કોરોનાને રોકવાની નીતી નિયમો માર્ગદર્શક સુચનાઓને આધિન આ તૈયારી કેમ્પ યોજાશે. કેમ્પના પ્રારંભે દરેક ખેલાડીઓનો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરવામાં આવશે અને નેગેટીવ આવ્યે જ રમવા દેવાશે. કોરોના રોગચાળા બાદ હવે રમતગમત ફરી શરુ થતાં રમતવીરોમાં ભારે ઉત્સાહ જણાઇ રહ્યો છે.

પ્રાથમીક તૈયારી માટે કેમ્પ તા.૧૧થી શરુ થયો છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પ્રમુખ જયદેવ શાહે દરેક રમાવીરો અને કર્મચારીઓને સંબોધન કરતા તમામને આવકારી બીસીસીઆઇની આગામી ટુર્નામેન્ટમાં સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.

તેમણે જણાવ્યું કે ર.૧૯-૨૦ નું વર્ષ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ને આ વર્ષમાં રણજી ટ્રોફી જીતએ સાથે જ યાદાગાર વર્ષ  બની રહેશે આગામી વર્ષોમાં પણ આવી જ સફળતા મળતા રહેશે એવી આશા છે. આપણે બે સ્થાનિક મહત્વની ટુર્નામેન્ટમાં રણજી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફી  જીતી છે આવી જ વધ એક ટ્રોફી સૈયદ મુસ્તાક આલા ટી-ર૦ ટુર્નામેન્ટ ટ્રોફી જીતવાની આશા છે. આ માટે દરેક ખેલાડી અને દરેક કર્મચારીએ આપણે બનાવેલા નિયમો પાળવા પડશે અને બીસીસીઆઇની નિર્ધારીત માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આગામી સમયમાં ક્રિકેટની પ્રવૃતિ કોરોના અગાઉ જેવી જ રીતે પૂર્વવત થઇ જશે તેવો પણ તેમણે આશાવાદ વ્યકત કર્યો હતો.

ટી-ર૦ ના પ્રાથમિક તાલીમ કેમ્પ બાદ સ્ૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સ્ટેડિયમ ખાતે તા.૧૭ થી રર ડીસેમ્બર દરમિયાન ટી-ર૦ કક્ષાના મેચ રમાશે. અંદાજે ૬ પ્રેકટીસ મેચ રમાવાની શકયતા છે.બીસીસીઆઇએ સૈયદ મુસ્તાક આલા ટ્રોફી ટી-ર૦ ટુર્નામેન્ટ તા.૧૦ જાન્યુઆરી ર૦૨૧ થી રમવાની જાહેરાત કરી છે જો કે સ્થળના જાહેરાત આગામી ટુંક સમયમાં કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.