મારા,તારા નહીં આપણા ‘હરેશ’ને જૈન સમાજનો જબ્બર પ્રતિસાદ, ‘ટીમ વોરા’નો જવંલત વિજય

મારા,તારા નહીં આપણા ‘હરેશ’ને જૈન સમાજનો જબ્બર પ્રતિસાદ

ડાહી કોમે બૂલેટ નહીં બેલેટ દ્વારા બીજાના ખભ્ભે બંદુક ફોડવાની લેભાગુ પ્રવૃત્તિ કરવાવાળાને જાકારો આપ્યો

સમાજ માટે કંઈક કરી છૂટવાની બુલંદ ઈરાદા ધરાવતા લોકો મહાકાય વિઘ્નો વચ્ચે પણ વિજયપથ પર સતત આગળ વધતા રહેતા હોય છે. માત્ર રાજકોટ જ નહી દેશ-વિદેશમાં મોખરાનું સ્થાન ધરાવતા શ્રી સ્થાનકવાસી જૈન મોટાસંઘની ચૂંટણીમાં મારા, તારા નહીં પરંતુ આપણા હરેશને જૈન સમાજે ઉત્સાહભેર વધાવી લીધા હતા. તમામ 31 બેઠકો પર ટીમ વોરાની જવલંત જીત થવા પામી છે. ડાહી કોમના શાણા મતદારોએ બુલેટ નહી બેલેટ દ્વારા બીજાના ખંભે બંદુક ફોડવાની લેભાગુ પ્રવૃત્તિ કરવાવાળાઓને જબર જાકારો આપ્યો છે. સુચારૂ વ્યવસ્થા, પારદર્શીતા અને જૈન સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના વાળા હરેશભાઈ વોરાને સમાજે ખોબલે-ખોબલે વધાવી લીધા છે.

માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારત અને વિશ્ર્વભરમાં મોખરાનું સ્થાન ધરાવતી શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘની પ્રમુખ, અન્ય હોદેદારો, ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યો સહિત 31 બેઠકો માટે ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ હતી. બિન હરિફ નહીં પરંતુ લોકશાહી પ્રક્રિયાનો સ્વીકાર કરી સમાજે મતદાન દ્વારા ટીમ વ્હોરાને આગળ વધવા માટેનું પ્લેટ ફોર્મ પૂરૂ પાડયું હતુ. રેકોર્ડ બ્રેક 90:10ના રેશીયા સાથેના મતદાનમા કળશના શૂભ પ્રતિક પર ચૂંટણી લડી રહેલા ટીમ વોરાના તમામ 31 સભ્યોને તોતીંગ લીડથી વિજેતા બનાવ્યા હતા.

સુચારૂ વ્યવસ્થા, ટ્રાન્સફરન્સી, જૈન સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના વાળા હરેશભાઈ વોરાને સમાજે ખોબલે-ખોબલે વધાવ્યા

બિનહરિફ નહીં પરંતુ લોકશાહી પ્રક્રિયાનો સ્વીકાર કરી સમાજે મતદાન દ્વારા ટીમ વોરાને આગળ વધવા પ્લેટફોર્મ પૂરૂ પાડયુ

આશરે 90:10ના રેશિયાથી કળશના શૂભ પ્રતિક પર ચૂંટણી લડતી ટીમ વોરાનો તમામ 31 બેઠકો પર જયજયકાર

આટલી બેઠકો અને એક મતદારે 31 મત આપવાના હોવા છતા જૈન સમાજના શાણા મતદારોએ ખૂબજ સમજી વિચારીને એકતરફી મતદાન કરી માત્ર પોતાના અંગત હિત માટે ચૂંટણી લડી રહેલા કહેવાતા આગેવાનોને યોગ્ય રસ્તો બતાવી દીધો હતો. મતદાન પૂર્વ મોટી-મોટી હંબક ચલાવનારા અને સમાજના નામે ચરી ખાતા અને પેપર પર ટાઈગર વૃત્તી કરતા લોકો મતદાનના દિવસે બૂથ પર દેખાયા હોવા છતાં કોઈને દેખાણા નહતા. સુશીલ ગોડા હરિફ પેનલમાંથી ચૂંટણી લડી રહ્યા હોવા છતાં એક સાચા શ્રાવકની તેઓએ શાખ બતાવી હતી અને સવારથી મતદાનથી લઈ મોડીરાતે મતગણતરી પૂર્ણ થઈ ત્યાં સુધી તેઓએ સુચારૂ વ્યવસ્થામાં સહકાર આપ્યો હતો.

જૈન સમાજે પ્રથમ વખત સાધુ-સંતોને મહત્વ આપવાના બદલે સમાજની જરૂરિયાત અને વિકાસ માટે શું જરૂરિ છે. તેને પ્રાધાન્ય આપીને મતદાન કર્યું હતુ. પરિણામે વિશ્ર્વભરમાં પ્રથમ પંકિતના કહી શકાય તેવા શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘની ચૂંટણીમાં સમાજના સાચા હમદર્દ હરેશભાઈ વોરાની પેનલના તમામ 31 સભ્યોને જાજરમાન જીત અપાવી હતી.

કળશના શુભ પ્રતિક પર ચૂંટણી લડી રહેલ હરેશભાઈ વોરાની આગેવાનીમાં તમામ 31 બેઠકો પર ટીમ વોરાની જીત થવા પામી છે. જેમાં હરેશભાઈ વોરા ઉપરાંત દિનેશભાઈ દોશી, કમલેશભાઈ મોદી, બકુલેશભાઈ રૂપાણી, સતિષભાઈ બાટવીયા, ઈન્દુલાલભાઈ બદાણી, ડો. રાજુભાઈ કોઠારી, હિતેશભાઈ મહેતા, સતિષકુમાર મહેતા, મીલનભાઈ મીઠાણી, વિમલભાઈ પારેખ, વિશાલભાઈ શાહ, ભાવેશકુમાર શેઠ, ચેતનભાઈ વિરાણી, કિરણભાઈ બાટવીયા, મનિષભાઈ દેસાઈ, નિશાંતભાઈ દોમડીયા, હિતેશભાઈ દોશી, તેજસભાઈ ગાંધી, નીતિનભાઈ ગોડા, ભદ્રેશભાઈ કોઠારી, જગદીશભાઈ કોઠારી, જગદીશચંદ્ર કોઠારી, ભાવેશભાઈ લાખાણી, હિતેશભાઈ મણીયાર, જયેન્દ્રભાઈ મહેતા, નવનીતરાય મહેતા, દિપકભાઈ પટેલ, કુમારભાઈ શાહ, બીપીનકુમાર શેઠ અને તારકભાઈ વોરાની જાજરમાન જીત થવા પામી છે.

“અબતક” સુપ્રીમો સતીષકુમાર મહેતાનો 827 મતોથી કદાવર વિજય

શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘની ચૂંટણીના કળશના પ્રતિક પરથી હરેશભાઈ વોરાની આગેવાનીમાં ચૂંટણી લડી રહેલા તમામ 31 સભ્યોનો જાજરમાન વિજય થવા પામ્યો છે. ‘અબતક’ના મેનેજીંગ એડિટર સતીષકુમાર શાંતીલાલ મહેતાનો 827 મતોથી જાજરમાન વિજય થયો હતો. સમાજના વિકાસ માટે સતત કટીબધ્ધ અને જાગૃત રહેતા સતીષકુમાર મહેતાને મતદારોએ મત રૂપી હારતોરા કરી વધાવી લીધા હતા. ન કદ મોટુ ન પદ મોટુ, મુશ્કેલીમાં સાથે ઉભૂ રહે તે જ મોટુ, દરેક હાથ લેવા માટે નહી પણ દેવા માટે ઉઠવો જોઈએ, સમાજ અને શાસનની સેવા કરવાનો મોકો મળે એ દરેક વ્યકિત માટે અમૂલ્ય તક છે આવા વિચાર અને સંકલ્પ સાથે ચૂંટણીમાં ઉતરેલી ટીમ વોરાના દરેક સભ્યોને મતદારોએ સહર્ષ વધાવી લીધા હતા.

હરેશભાઈ વોરાને મળ્યા 871 મત “હરીફ” ડબલ ડિજિટમાં સમેટાયા

શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘની ચૂંટણીમાં પ્રમુખપદના ઉમેદવાર હરેશભાઈ વોરા ‘કળશ’ના પ્રતિક પરથી ચૂંટણી લડી રહ્યા હતા કુલ 998 મતો પડયા હતા. જેમા હરેશભાઈ વોરાને રેકોર્ડબ્રેક 871 મતો મળ્યા હતા દરેક 100 મતમાંથી 90 મત હરેશભાઈને મળતા હતા જયારે તેઓના હરીફ એવા હરીશભાઈ મહેતા માત્ર ડબલ ડિજિટમાં સમેટાય ગયા હતા તેમને માત્ર 92 મતો પ્રાપ્ત થયા હતા. ઉપપ્રમુખ પદના ઉમેદવાર દિનેશભાઈ દોશીને 798 મતો, મંત્રી પદના ઉમેદવાર કમલેશભાઈ મોદીને 808 મત, બકુલેશભાઈ રૂપાણીને 791 મત પ્રાપ્ત થયા હતા એક મતદારે કુલ 31 મત આપવાના હતા છતા શાણી ગણાતી જૈન કોમે સમજી વિચારીને એક તરફી તોતીંગ મતદાન કર્યું હતુ.

અઢી દાયકા જૂની મતદાર યાદીમાં ફેરફાર કરી ફક્ત ‘કાગળ’ પરના મતદારોની છટણી કરાશે: હરેશભાઇ વોરા

જંગી બહુમતીથી વિજેતા થયા બાદ હરેશભાઇ વોરાએ ’અબતક’ સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ જીત ફક્ત મારી નહીં પરંતુ સમગ્ર ટીમ અને જૈન સમાજની જીત છે. ટીમ દ્વારા રાત-દિવસ એક કરીને કરાયેલી મહેનતનું પરિણામ આજે આવ્યું છે. હવે આગામી સમયમાં સૌને સાથે રાખીને આગળ વધીશું, સમાજના વિકાસના કાર્યોને પ્રધાન્યતા આપીશું. તેમણે વધુમાં કહ્યું હતું કે, સમાજનો વિકાસ ત્યારે જ થાય જ્યારે સૌ ખંભેથી ખભા મિલાવીને ચાલે અને મારો પ્રથમ નીર્ધાર પણ એવો જ છે કે, સૌ સાથે મળીને સમાજના વિકાસના કાર્યો આગળ ધપાવવા તત્પર રહે. હરેશભાઇ વોરાએ કહ્યું હતું કે, આશરે 25 વર્ષ જૂની મતદાર યાદીમાં ફેરફાર કરીને 5600 મતદારો પૈકી ફક્ત કાગળ પરના મતદારોની છટણી કરવામાં આવશે.