Abtak Media Google News

જીટીયુ દ્વારા રાજયકક્ષાના ટેકનીકલ ફેસ્ટીવલનો ભવ્ય પ્રારંભ

યુવાનોમાં અપાર પ્રતિભા છે જેને પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ મળવું જરૂરી હોય છે. જે ધ્યાને રાખીને ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટી દ્વારા દર વર્ષે ટેકનીકલ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવે છે. સમયે સમયે વિદ્યાર્થીઓનું મેન્ટરીંગ કરીને તેમને  તૈયારી કરાવવામાં આવે તો તેઓ ખૂબ આગળ વધી શકે છે. તારીખ 11 અને 12 ઓક્ટોબરના રોજ ૠઝઞ દ્વારા રાજ્ય કક્ષાનો ટેકનીકલ ફેસ્ટીવલ રાજકોટ ખાતે ઉજવાઈ રહ્યો છે.

આ ઇવેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર આશિષ કુમારે કહ્યું હતું કે ટેક્ફેસ્ટ એ માત્ર ઇવેન્ટ નહિ કૌશલ્યની ઉજવણીનો એક ત્યોહાર છે. પોતાના એન્જીનીયરીંગ બેગ્રાઉન્ડને યાદ કરતા તોએ કહ્યું હતું કે ટેકનોલોજી એક અપ્લાઇડ સાઈન્સ છે જેને અપ્લાય કરવું જરૂરી છે. તેમણે યુવાનોને પ્રોત્સાહિત કરતા કહ્યું હતું કે આજે ઘણા નવા નવા સ્ટાર્ટપ બુલંદ ઉંચાઈએ પહોંચ્યા છે જે આનંદની વાત છે. તેમણે પોતાના ટૂંકા ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને સખત મહેનત કરવા પ્રેરણા આપી હતી.

Pic1

સંસ્થાના આચાર્ય  કિશોર મારડિયાએ જણાવ્યું હતું કે રાજ્યભરમાંથી આવેલા 612 વિદ્યાર્થીઓએ રોકેટ્રી, કેડેન્જર, એકવાલીફટ, જંક યાર્ડ વોર્સ અને ટેકપ્રેન્યોર જેવી વિવિધ ઈવેન્ટ્સમાં ભાગ લીધો છે તેમજ વિવિધ સંસ્થાઓમાંથી, ઇન્ડસ્ટ્રીમાંથી આવેલ તજજ્ઞો દ્વારા તેમનું મૂલ્યાંકન થશે. સૌ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારતા તેમણે કહ્યું હતું કે ઇવેન્ટને જીતવા કરતા પણ ઇવેન્ટમાં ભાગ લેવો મહત્વનો છે.

સૌ સહભાગીઓને શુભેચ્છાઓ આપીને તેમણે ઇવેન્ટને શરુ કરાવી. અંતમાં ટેક્ફેસ્ટના ચેરમેન બી. બી. કુચ્છડીયાએ પધારેલ મહાનુભાવો, તમામ કોલેજના આચર્યશ્રીઓ, ઇવેન્ટના નિર્ણાયકો અને ફેકલ્ટી મેન્ટર્સનો આભાર માન્યો હતો. તેમણે આ આયોજનનો અવસર ૠઊઈ રાજકોટ ખાતે આપવા બદલ ૠઝઞનો પણ આભાર માન્યો હતો. આ પ્રકારે ૠઊઈ રાજકોટ ખાતે એક ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ટેક્ફેસ્ટ શરુ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.