ગાર્ડી એન્જિનિયરિંગ કોલેજમાં ટેકનીકલ પ્રોજેક્ટ ફેર યોજાયો

મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ 100થી વધુ તકનીકી પ્રોજેક્ટસ રજુ કર્યા

બી.એચ.ગાર્ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ બેઇઝડ લર્નિંગ સિસ્ટમ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. તાજેતરમાં એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી કોલેજ દ્વારા ‘ટેકનો ક્રેઝી-2ઊં22’ ટેકનીકલ પ્રોજેક્ટ ફેર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં એન્જિનિયરિંગ કોલેજના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા દરેક બ્રાન્ચના વિદ્યાર્થીઓ પોતાના વિષયોમાં નવીનતમ વિચારો સાથેના પ્રેકટિકલ સોલ્યુશન્સ સાથેના પ્રોજેક્ટ રજુ કર્યા હતા.

આ ટેકનિકલ ઇવેન્ટમાં વર્તમાન સમયમાં લોકોની વિવિધ સમસ્યાઓને શોધી અને તે સમસ્યાના ઉકેલ માટે મિકેનિકલ અને ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટના શ્રેષ્ઠ તકનિકી પ્રોજેક્ટ પ્રદાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્માર્ટ ડસ્ટબીન હબલેસ હિલ, જીબ્રા ક્રોસિંગ, ઇનોવેટિવ બેકિંગ સિસ્ટમ, એન્ટી ગ્રેવિટી સ્ટ્રકચર ઇનોવેટિવ વોકિંગ રોબોટ, રોબોટિક આર્મ જેવા ઇનોવેટિવ પ્રોજેકટ રજુ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને આ પ્રોજેકટ માટે પ્રો. મનીષ પટેલ, પ્રો. ગૌરવ જોશી, ડો. પરાગ પૈજા અને પ્રો. વિજય મહેતા દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.

ગાર્ડી વિધાપીઠ સંસ્થાના એકિઝક્યુટિવ ડિરેક્ટર ડો. એસ. બી. જાડેજાએ જણાવ્યું હતું કે આજના યુગમાં એન્જિનિયરિંગ ક્ષેત્રએ અલગ જ ઉંચાઇઓ પ્રાપ્ત કરી છે. માનવજાતને ટેક્નોલોજીની મદદથી અનેક નવા ઉપકરણો અને સમસ્યાઓના ઉકેલ આપ્યા છે.

તમામ વિભાગોમાંથી ત્રણ ઇનોવેટિવ પ્રોજેક્ટ ટીમને ભેટ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. જેમાં શ્રુતિ રંગાણી, કૃતિ કંટારીયા અને નેમીષો ગામઢે એ પ્રથમ ક્રમાંક, જ્યારે દ્વિતીય ક્રમાંક ઉપર મિહિર ભટ્ટ અને ઋત્વી વાઘેલા તેમજ તૃતીય ક્રમાંકમાં નિયતિ ચાવડા અને નેહા પીઠડીયા વિજેતા થયા હતા. આ પ્રોજેક્ટ ફેરમાં ભાગ લેનારા અને વિજેતા થનાર તમામ વિદ્યાર્થીઓના નવીન વિચારો અને સંશોધનોને ગાર્ડી વિદ્યાપીઠના ચેરમેન ડી. વી. મહેતા, વાઇસ ચેરમેન કિરણભાઈ શાહ અને સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર જય મહેતાએ બિરદાવ્યા હતા અને પુરસ્કાર એનાયત કરીને પ્રોત્સાહિત કર્યા હતા.