Abtak Media Google News

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી લીમીટેડ સહિતની સ્ક્રીપ્ટના ભાવ અપડેટ ન થતાં રોકાણકારોના જીવ તાળવે

નેશનલ સ્ટોક એકસ ચેન્જમાં આજે સવારે 14 મીનીટ સુધી વાયદા બજારમાં ભાવ અપડેટસ ન થતાં હોવાના કારણે ભારે અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટનાને ટેકનીકલ ફોલ્ટ બતાવવામાં આવી રહ્યો છે. પરંતુ મોટી કંપનીઓ દ્વારા જબરો ખેલ પાડવામાં આવ્યો હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે.  શેરબજારમાં એક સેક્ધડ માટે પણ ભાવ અપડેટ ન થાય તો અબજો રૂપિયાનું ઘોવાણ થતું હોય છે 14 મીનીટ વાયદા બજારમાં ભાવ અપડ્રેટસ ન થતાં રોકાણકારોના અબજો રૂપિયાનું ઘોવાણ થઇ ગયું હતું.

આજે સવારે પ્રિ-ઓપનીંગમાં નેશનલ સ્ટોક એકસચેન્જમાં કોઇ ટેકનિકલ ખામી સર્જાયાના કારણે ફયુચર એડિ ઓપ્શન્સમાં ભાવ અપડેટ થતા ન હતા. જે ભાવ દર સેક્ધડે ફરવા જોઇએ તે મીનીટો સુધી ફર્યા ન હતા. અને રોકાણકારોને સાચા ભાવ મળતા ન હતા. 14 મીનીટમાં બજારમાં જબરી અફડા તફટી મચી જવા પામી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી લીમીટેડ સહીતની કુલ 13 સ્કીટરના ભાવ અપડેટસ થતા ન હોવાની ફરીયાદો હતી. 14 મીનીટમાં ખરબો રૂપિયાના સોદા પડી જતા હોય છે આવામાં જો ટેકનીકલ ક્ષતિ સર્જાયાના સમયે પડેલા સોદા સસ્પેન્ડ કરવામાં નહી આવે તો રોકાણકારોના અબજો રૂપિયાનું ઘોવાણ થઇ જશે.

એનએસસીમાં ટેકનીકલ ફોલ્ટ સર્જવાના કારણે ભાવ અપડેટસ થતા ન હોવાનું કારણ આપવામાં આવે છે પરંતુ એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે બજારના માંધાતાઓએ પોતાની રીતે ખેલ પાડયો છે. દરમિયાન આજે શેર બજારમાં મંદીની સુનામી જોવા મળી હતી. સેન્સેકસ અને નિફટી ઉંઘા માથે પટકાયા હતા. અમેરીકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ તુટયો હતો.

આ લખાય રહ્યું છે કે ત્યારે સેન્સેકસ પરપ પોઇન્ટના ઘટાડા સાથે 55150 પોઇન્ટ પર અને નિફટી 150 પોઇન્ટના ઘટાડા સાથે 16419 પોઇન્ટ પર કામ કરી રહ્યા છે. જયારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 7 પૈસાની નરમાશ સાથે 77.70 પર ટ્રેક કરી રહ્યો છે.

14 મિનિટ સુધી પડેલા સોદા સસ્પેન્ડ કરાશે કે રોકાણકારોને ચુનો?

નેશનલ સ્ટોક એકસચેન્જમાં આજે સવારે ટેકનીકલ ખામી સર્જાયાના કારણે 14 મીનીટ માટે ફયુચર એન્ડ ઓપશન્સમાં ભાવ અપડેટ થતાં ન હોવાના કારણે રોકાણકારોમાં ભાવે અફડા તફડી મચી જવા પામી હતી. આ 14 મીનીટ સુધી પહેલા સોદાઓ યથાવત રાખવામાં આવશે કે સસ્પેન્ડ કરી દેવામાં આવશે તેના પર રોકાણકારોની મીટ મંડાયેલી છે કારણ કે સાચા ભાવો મળતા ન હોવાના કારણે કયાં ભાવે ખરીદ-વેચાણ થયું તે અંગે સચોટ ભાવ રોકાણકારોને મળ્યા ન હતા.

સામાન્ય લાગતી ઘટનામાં અબજો અરબો રૂપિયાની ઉથલ પાથલ થઇ જતી હોય છે. આજે રિલાયન્સ અને એચડીએફસીની મુખ્ય બે સ્કીમમાં ભાવ અપડેટ થતા ન હતા જેના કારણે રોકાણકારોએ ભારે હાલાકી વેઠવી પડી હતી.

શેરબજારમાં એક પૈસા નો ભાવ ફેર કરોડો અબજો રૂપિયાનું ઘોવાણ કરી નાખે છે. આજે 14-14 મીનીટ સુધી વાયદા બજારમાં ભાવ અપડેટ થતા ન હોવાના કારણે રોકાણકારોના જીવ તળીયે ચોટી ગયા હતા. આ 14 મીનીટમાં પડેલા સોદા યથાવત રાખવામાંઆવશે કે સસ્પેન્ડ  કરાશે તેના પર રોકાણકારોની મીટ મંડાયેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.