ભવિષ્યમાં ભરડો લે તેવા અસંખ્ય વાયરસને નાથવા ટેકનોલોજી જ મોટી ‘દવા’

કોવિડ ૧૯ વિરૂધ્ધની મહાલડાઈમાં થર્મલ સ્કેનર, રોબોટીકસ મશીનરી અને કોન્ટેકટલેસ પેમેન્ટ સિસ્ટમ સહિતની અદ્યતન ટેકનોલોજીએ મહત્વનો ભાગ ભજવ્યો

કોરોનાએ ‘અશ્પૃશ્યતા’ ફેલાવતા હ્યુમન કોન્ટેકથી બચવા ડ્રોન, રોબોટનો ઉપયોગ અનેકગણો વધ્યો !!

કોરોના વાયરસના કારણે છવાયેલી વૈશ્ર્વિક મહામારીથી સમગ્ર વિશ્ર્વ હતાશ થઈ ગયું છે. કોરોનાથી માનવજીવન ખૂબ પ્રભાવિત થયું છે. વૈશ્ર્વિક સ્તરે આર્થિક રીતે પણ ઉંડી અને ગંભીર અસરો ઉપજી છે. કોરોના મુકત થઈ આ મહામારીમાંથી ઉગરી સમગ્ર પરિસ્થિતિ પહેલાની જેમ કરવા વિશ્ર્વના દરેક રાષ્ટ્ર પ્રયત્ન કરી રહ્યા છે. આ માટે સરકાર, વૈજ્ઞાનિકો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો કોરોના વિરૂધ્ધની રસી અને સચોટ દવા વિકસાવવામાં જુટાઈ છે. કોવિડ ૧૯ વિરૂધ્ધની આ લડાઈમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ અનન્ય ફાળો ભજવ્યો છે. એમ પણ કહી શકાય કે જો અત્યારે અવનવા સંશોધનો અને અધતન ટેકનોલોજીની શોધ ન થઈ હોત, તો કોરોનાએ વિશ્ર્વને ખતમ કરી દીધું હોત વિશ્ર્વમાં સાડા સાત અબજ જેટલા વાયરસ મોજુદ છે. જેને નાથવા ટેકનોલોજી મોટી ‘દવા’ રૂપ સાબિત થશે.

આજના વિકસતા જતા ૨૧મી સદીના આધુનિક યુગમાં સુક્ષ્મથી માંડી મોટા એમ દરેક ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. જેનાથી તમામ સેકટરની કામગીરી ધણે અંશે સરળ બની છે. ત્યારે વાત કરીએ હાલના કોરોનાકાળની તો, આ કપરા સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ ખૂબ મદદ કરી છે. જેની નોંધ તાજેતરમાં વડાપ્રધાન નરનેદ્રમોદીએ પણ આંતરરાષ્ટ્રીય ભારતીય વિજ્ઞાન મહોત્સવ ૨૦૨૦માં સંબોધન વેળાએ લીધી હતી.

કોરોના વાયરસના લક્ષણો જાણી તુરંત જણાવી દેશે કે તમે કોરોના સંક્રમિત છે કે કેમ?? કોરોનાની ઝપેટમા આવ્યા હોવ કે કેમ?? આવા અધતન ડિવાસીઝ ઉપલબ્ધ બન્યા છે. માત્ર સ્ક્રીનીંગ દ્વારા પણ ચપટીમાં જાણી શકાય કોરોના સંક્રમણ વિશે તેવા થર્મલ સ્કેનર વિકસ્યા છે. ઘણી અલગ અલગ પ્રકારની એન્ટી વાયરલ દવાઓ વિકસી છે.ઝડપી ટેસ્ટ શકય બન્યા છે. તો ઘણાખરા દેશોમાં કોવિડ ૧૯નો રોગચાળો અટકાવવા રોબોટનો ઉપયોગ થઈ રહ્યો છે. નાના મોટી માલસામાનની સેવા માટે લોકો રોબોટીકસ ડીલીવરીનો સહારો લેતા થયા છે. આ મહામારીના સમયમાં ડીજીટલ અને કોન્ટેકલેસ પેમેન્ટ સીસ્ટમે પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. તો ઘેર બેઠા દરેક પ્રકારનાં કામ કરી શકાય તે માટે અધતન ટેકનોલોજીથી સજજ અનેક જાતના સોફટવેરો પણ મોટી મદદરૂપ સમાન સાબિત થયા છે. આ બધુ અધતન ટેકનોલોજીની દેનના કારણે જ શકય બન્યું છે.ત્યારે હવે, આગામી સમયમાં માનવજાતે કદાચ કયારેય ન વિચાર્યું હોય તેવી સેવા પણ ટેકનોલોજી પુરી પાડશે જે હાલના કોરોના મહામારીને નાથવામાં મદદ કરશે.

ઉલ્લેખનીય છે કે કોવિડ ૧૯ મહામારીની એક વાત નોંધનીય છે કે, આનાથી વિજ્ઞાન અને ટેકનોલોજીને નવું બળ પ્રદાન થયું છે. વાયરસમાંથી મૂકત થવા વૈજ્ઞાનિકો, સંશોધકો અવનવી શોધખોળ માટે વધુ પ્રોત્સાહિત થયા છે. કોરોનાથી બચવા અત્યારે લોકો ઘણી ટ્રીક અપનાવી રહ્યા છે. જે જરૂરી પણ છે. ત્યારે આગામી ટુંક સમયમાં ટેકનોલોજીથી સજજ નવી-નવી અને શોધ વિકસશે જેમાં જીવાણુ-વિષાણુરાષધક કપડા, વાયરસને નાથતા રોબોટ, રસીના પ્રાણીઓ પર અભ્યાસ કરી અત્યારથી જ કોરોના જેવા ભવિષ્યના અન્ય વાયરસો સામેનો તખ્તો ઘડવો, વર્ચ્યુઅલ રિઆલીટી કફ અને ઉધરસના અવાજ પરથી રોગવિશે જાણી શકાય તેવી અનેકોશોધ શકય બનશે

કફ અને ઉધરસના અવાજથી રોગની આગોતરી જાણકારી મેળવી શકાશે

* ઈગ્લેન્ડની માસાયુસેટસ યુનિવર્સિટીના સંશોધકોએ એક એવું ઉપકરણ વિકસાવ્યું છે જેની મદદથી માત્ર કફ અને ઉધરસના અવાજથી રોગની આગોતરી જાણકારી મેળવી શકાશે.

* ઉધરસ, છીંકનો અવાજ આ ડિવાઈસ રેકોર્ડ કરી લે છે જે એક માઈક્રોફોનની જેમ કામ કરે છે.

* ઉધરસ, છીંકની ધ્વનિને વિધુતીય સંકેતમાં રૂપાંતરીત કરે છે.

* આ વિધુતીય સંકેતમાં કોઈ અજાણી કે ગંભીર બીમારીના લક્ષણો જણાય તો સોફટવેર તેને તુરંત પકડી લે છે.

* આ ડિવાઈસથી કોઈપણ રોગની આગોતરી જાણકારીથી બિમારીના વ્યાપ પહેલા જ તેને અટકાવી શકાશે.

* ગત વર્ષે કરાયેલા એક કલીનીકલ ટ્રાયલમાં આ ડિવાઈસના પરિણામો લેબ ટેસ્ટીંગના પરિણામો મુજબ જ આવ્યા હતાજે દર્શાવે છે કે, લેબ ટેસ્ટની જેમ આ ડિવાઈસ સફળ રીતે રોગને શોધી શકે છે.

અલ્ટ્રા વાયોલેટ કિરણોની મદદથી રોબોટ કરશે કોઈપણ વાયરસનો ખાત્મો

* કોરોના નાથવા અલ્ટ્રાવાયોલેટ કિરણોનો ઉપયોગ ડિસઈન્ફેકટેડ તરીકે કરવામાં આવી રહ્યો છે.

* હોટલ, હોસ્પિટલો, અન્ય મોટી બિલ્ડીંગો સહિતના વાયરસ ઈન્ફેક્ટેડ સ્થળો પર રોબોટ અલ્ટ્રાવાયોલેટ કિરણોની મદદથી કોઈપણ વાયરસનો ખાત્મો બોલાવી શકે છે.

* ચાઈનીઝ, ડેનીશ કંપની અને એમેઝોને આ પ્રકારનાં રોબોટ તૈયાર કર્યા છે. જે હોટલના એક લગેજ કાર્ટની જેમ દેખાવે લાગે છે.

* આ મશીનમાં ૧૦ પૈડાઓ છે ઉપરાંત, ૧૦ જેટલી અલ્ટ્રાવાયોલેટ ટયુબલાઈટસ લગાવાયેલી છે.

* ઘણા દેશોમા આ રોબોટ ઉપયોગમાં પણ લેવાઈ રહ્યા છે.

* એમેઝોન કંપનીએ દાવો કર્યો છે કે, આ રોબોટીક મશીન એકિટવ કોરોના વાયરસનો બે મીનીટમાં નાશ કરી દે છે.

* સૈનોન કંપની દ્વારા પણ આ પ્રકારનો રોબોટ વિકસાવાયો છે. જે ટયુબલાઈટની જગ્યાએ મશીનમાં લેમ્પનો ઉપયોગ કરે છે. લેમ્પ દ્વારા ગ્રુપી કીરણો ફેંકી વાયરસનો નાશ કરે છે.

* ઘણા દેશો દવાના છંટકાવ માટે ડ્રોનનો પણ ઉપયોગ કરી રહ્યા છે.

ભવિષ્યના વાયરસોને રોકવા સસ્તન  વર્ગીય પ્રાણીઓ પર અભ્યાસ

સમગ્ર વિશ્ર્વમાં સાડા સાત અબજ જેટલા વાયરસો સક્રિય છે. જેમાના કેટલાક ભૂતકાળમાં આવી ચૂકયા છે. તો ઘણા આગામી સમયમાં આવશે.મોટાભાગના વાયરસ-બેકટેરિયાનો ફેલાવો સસ્તન વર્ગનાં પ્રાણીઓમાંથી જ થતો હોય છે. કોરોના પણ આ પ્રકારેજ ફેલાયો હોવાનું ઘણા નિષ્ણાંતોનું માનવું છે. ત્યારે હવે કોવિડ મહામારીએ જે પરિસ્થિતિ ઉભી કરી તે આગામી સમયમાં ન ઉદભવે તેમાટે વૈજ્ઞાનિકો અત્યારથી જ સજાગ થઈ ગયા છે. અને સસ્તન વર્ગના પ્રાણીઓ પર અભ્યાસમાં જુટાયા છે. જેથી ભવિષ્યમાં ઉદભવનાર વાયરસની માહિતી અગાઉથી મેળવી તેને અટકાવવા રસી સહિતની દવા શોધી શકાય તાજેતરમાં એક અહેવાલમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતુ કે, છેલ્લા ૧૦ વર્ષનાં ગાળામાં ૩,૨૦,૦૦૦ જેટલા વાયરસોની શોધ થઈ ચૂકી છે. જેને નાથવા અત્યારથી જ શોધખોળ શરૂ કરી દેવાઈ છે.

હવે કપડા પણ જીવાણું-વિષાણુ રોધક બનશે

* કોરોના વાયરસથી બચવા આપણે માસ્ક તો પહેરીએ જ છીએ. પરંતુ હવે, માસ્કની સાથે કપડા પણ એવા બનશે કે જે જીવાણું વિષાણુરોધક હશે. એટલે કે આ કપડા આપમેળે જ કોઈપણ વાયરસ કે બેકટીરીયાના સંપર્કમાં આવતા જ તેનો નાશ કરી દેશે.

* કપડા ઉપર એક ખાસ પ્રકારનું ‘સ્તર’ બનાવાશે જે વાયરસને નાખવામાં સક્ષમ હશે.

* તાજેતરમાં ઈઝરાયલની એક કંપનીએ આ ‘સ્તર’ બનાવ્યું છે.

* યુકેના સંશોધકોએ આ પ્રકારનું માસ્ક વિકસાવ્યું છે. જે ૯૬% વાયરસને બહારથી જ અટકાવી તેનો નાશ કરી દે છે.

* આ પ્રકારનાં કપડા ૩૦ સેલ્સીયસ ડીગ્રીએ મશીનમાં ૩૦ વખત ન ધોવાય ત્યાં સુધી એકટીવ રહે છે.

* ૩૦ વખત ધોવાય બાદ તે એન્ટી વાયરસકે એન્ટી બેકટેરીયલ રહેશે નહિ.

ભવિષ્યમાં વર્ચ્યુઅલ રિઆલીટી જ જમાવટ લેશે

વર્ચ્યુઅલ રિયાલીટી એક આર્ટીફીશ્યલ એન્વાયરોનમેન્ટ છે.

જેને ખાસ પ્રકારનાં સોફટવેર અને હાર્ડવેરની મદદથી તૈયાર કરવામાં આવે છે. જેનાથી યુઝર્સને કુત્રિમ વાતાવરણ એક ‘અસલ’ પ્રકારનું વાતાવરણ જ લાગે છે.

વર્ચ્યુઅલ રિઆલીટી એટલે એક એવી દુનિયાની સરંચના જે સંપૂર્ણ પણે ઈમેજીનરી (કાલ્પિનિક) હોય છે.

* હાલના કોરોનાકાળે ‘અસ્પૃશ્યતા’ ફેલાવી હોય, તેમ લોકો એકાબીજાને અડકવાનું ટાળી રહ્યા છે. ખાધથી માંડી તમામ ચીજ વસ્તુઓને અડકવાથી સજાગ થયા છે.*આવા સમયે વાયરસોથી બચવા આગામી સમયમાં વર્ચ્યુઅલ રિઆલીટી જ મહત્વની ભૂમિકા ભજવશે.

* લોકો ‘વર્ચ્યુઅલ રિઆલીટી’ના માધ્યમથી એક બીજાને મળતા થાય તો પણ નવાઈ નહિ.