Abtak Media Google News

ચાઈનીઝ લોકો સમય કરતા આગળ

‘કલીન પ્લેટ’ અભિયાન થકી રોબોટ હવે ભોજન બનાવશે

વિશ્ર્વમાં અનેકવિધ દેશોની સરખામણીમાં ચાઈનીઝ લોકો સમય કરતા હરહંમેશ આગળ ચાલે છે ત્યારે ચાઈનીઝ મીલીટ્રીમાં ઘણીખરી વખત ભોજનનો બગાડ થતો હોય છે જેનું એકમાત્ર કારણ એ છે કે, સરહદ પર તૈનાત સૈનિકો માટેનું ભોજન અન્ય સ્થળ ઉપર બનતું હોય છે અને તેઓ તેમની ફરજ પરની જગ્યા સુધી ખોરાકને પહોંચાડવામાં આવતો હોય છે જેના કારણોસર ઘણીખરી વખત ખોરાકમાં બગાડ થતો જોવા મળે છે પરંતુ અન્નનો બગાડ ન થાય તે માટે ચાઈનીઝ ગર્વમેન્ટ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ચાઈનાના પ્રેસીડેન્ટ જીનપીંગ દ્વારા માહિતી મળી હતી કે હવે મીલીટ્રી માટેનો ખોરાક રોબોટ બનાવશે અને ખોરાકનો બગાડ ન થાય તે માટે તકેદારી પણ રાખવામાં આવશે. ચાઈનીઝ પ્રેસીડેન્ટ જીનપીંગે કલીન પ્લેટ અભિયાનને લીલીઝંડી આપી છે જેમાં નવી ટેકનોલોજીને વિકસાવવામાં આવશે જેમાં ખોરાક બનાવવા માટે એડવાન્સ કુકિંગ સિસ્ટમ, ઉર્જાની બચત થાય તેવા ચુલા, વરાળ માટેના ઓવન સહિત અનેકવિધ ટેકનોલોજીને ચાઈનીઝ સરકાર વિકસાવશે. આ યોજના થકી સૈનિકો માટે ઉપયોગમાં લેવાતા ખોરાકની ગુણવતામાં પણ વધારો કરવામાં આવશે અને જે લોકો ખોરાક બનાવે છે તેની સંખ્યામાં પણ ઘટાડો થશે. આ તમામ પગલાઓથી એ વાત સ્પષ્ટ થાય છે કે હવે ચાઈનીઝ મીલીટ્રી માટેનો ખોરાકમાં સહેજ પણ બગાડ નહીં થાય અને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખવામાં આવશે. ચાઈનામાં સ્થાપિત સેન્ટ્રલ મીલીટ્રી કમિશન અને પીપલ લીબ્રેશન આર્મી દ્વારા જે રીતે ખોરાકનો બગાડ થતો હતો તેને બંધ કરવા માટે અનેકવિધ નવા નિયમોને અનુસરી રહ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ હવે ચાઈનીઝ મીલીટ્રીમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તેનાથી ખોરાકની ગુણવતામાં પણ વધારો થશે અને યોગ્ય પ્રમાણમાં ખોરાકને બનાવાશે જેના પગલે જે બગાડની મુખ્ય સમસ્યા ઉદભવિત થતી હતી તેના પર રોક લગાવાશે. હાલ આ મુદાને ધ્યાને લઈ ચાઈનીઝ ગર્વમેન્ટ દ્વારા વિવિધ યોજનાઓને અમલી બનાવવામાં આવી રહી છે. આ માત્ર એટલા માટે જ શકય બને છે કારણકે ચાઈનીઝ લોકો તેની આવડત અને તેનું કામ પ્રત્યેની સજાગતા સૌથી વધુ છે. સમય કરતા આગળ ચાલતા હોવાથી ચાઈનીઝ લોકો અનેકવિધ નવા આવિસ્કારો પણ કરતા હોય છે અને દેશને કેવી રીતે વિકાસ રથ ઉપર આગળ વધારી શકાય તે દિશામાં પણ પગલા લેવામાં આવતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.