Abtak Media Google News

ફેડરેશન મોઢ વણિક સમાજ દ્વારા 250 વિઘાર્થીને વગર વ્યાજે પાંચ કરોડથી વધુ રકમની એજયુકેશન લોન આપી

ફેડરેશન મોઢ વણિક સમાજ મુંબઇ દ્વારા ડીસેમ્બર માસમાં અમદાવાદ મુકામે ‘તેજસ્વી મોઢ એકસલન્સ એવોર્ડ’ ના કાર્યક્રમનું ભવ્ય આયોજન નકકી કરવામાં આવેલ છે. તેની પૂર્વ તૈયારીના ભાગરુપ શનિવાર તા. 8-10-22 ના રોજ સાંજે 6 વાગે, ધ ગ્રાન્ટ ભગવતી હોલ, 301 સર્કલ સી., એનજી હાઇવે, બોડકદેવ, અમદાવાદ-56 ખાતે આ મીટીંગ (ડીનર સાથે)નું આયોજન કરવામાં આવેલ છે.

ફેડરેશન મોઢ વણિક સમાજ મુંબઇ દ્વારા મોઢ વણિક જ્ઞાતિના વિઘાર્થીને અભ્યાસ માટે વગર વ્યાજે એક વિઘાર્થીને બે લાખ ચાલીસ હજારની એજયુકેશન લોન આપવામાં આવે છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 250 વિઘાર્થી-વિઘાર્થીનીઓને પાંચ કરોડની રકમની લોન આપવામાં આવેલ છે. ફેડરેશન મોઢ વણિક સમાજનો ટાર્ગેટ 1000 વિઘાર્થીની રૂ. 25 કરોડની વગર વ્યાજે એજયુકેશન લોન આપવાનો છે. જેથી કરી આપણાં મોઢ વણિક સમાજનાં 1000 ઘર પ્રગતિ કરી શકે અને સાથે આપણાં સમાજનું ઉત્થાન સાથે સર્વોત્તમ થાય. લોનનીી જરુરરત હોય અગર કોઇ દાતાને વિઘાર્થી દીઠ બે લાખ ચાલીસ હજાર ભરીને એક વિઘાર્થી ‘દતક’ લેવો હોય તો સંસ્થાનો અગર રાજકોટ સ્થિત કારોબારી મેમ્બર અશ્ર્વિનભાઇ સી. પટેલ મો. નં. 98251 95955 અગર મનસુખભાઇ પટેલ મો. નં. 94282 56666 નો સંપર્ક કરવો. સંસ્થા તરફથી ગત એપ્રિલ-2020 માં કોવિડ અંતર્ગત અનાજ સહાય માટે પ00 ફેમીલીને તેમના બેંક એકાઉન્ટમાં સીધી સહાય  જમા કરવામાં આવેલ છે.

ઉપરોકત કાર્યક્રમ યશસ્વી બનાવવામાં ફેડરેશન મોઢ વણિક સમાજ મુંબઇના પ્રમુખ અરૂણકુમાર મુછાળા, ટ્રસ્ટી અરવિંદભાઇ મહેતા, વિનોદભાઇ અંબાણી, પ્રદિપભાઇ મુંછાળા, પ્રવિણભાઇ દોશી, ગીરીશભાઇ શેઠ, અપૂર્વભાઇ શેઠ, અજીતભાઇ દેસાઇ, રીતેશભાઇ ગાંધી, વૈશ્ર્વિક મોઢ પરિવાર મુખપત્રના તંત્રી મુકેશભાઇ પરેખ, ફેડરેશન ઓફીસ વ્યવસ્થાપક હિતેશભાઇ દોશી, કમીટી મેમ્બર હર્ષવર્ધનભાઇ પરીખ (એજયુકેશન ચેરમેન),  અમદાવાદના ગુજરાતના કમીટી મેમ્બર ચીમનભાઇ શાહ (ચેરમેન-વટવાવાળા) પરમાનંદભાઇ શાહ, પુરૂષોતમભાઇ વડોદરીયા, રાજકોટના કમીટી મેમ્બર અશ્ર્વિનભાઇ પટેલ, મનસુખભાઇ પટેલ, સુ.નગરના રશ્મીભાઇ મહેતા સેવા આપી રહ્યા છે. પ્રચાર પ્રસાર રાજકોટના કમીટી ચેમ્બર અશ્ર્વિનભાઇ પટેલએ પુરી પાડેલ તેમજ રાજકોટ કમીટી ચેમ્બર અશ્ર્વિનભાઇ પટેલની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.