Abtak Media Google News

મહામૂલ્યવાન ગણાતો મનુષ્યનો અવતાર આપીને એની અગણિતા આવશ્યકતાઓને પરિપૂર્ણ કરવાની પરમ કૃપાળુ, પરમાત્માએ અપાર કાળજી લીધી છે અને સર્વાંગી સુંદર પૃથ્વીનું સર્જન કરી આપ્યું છે. તો પણ માનવજાત અને આપણે બધા કાંઈકને કાંઈક નહિ કરવાનું કર્યા કરીએ છીએ સદીઓ યુગોથી કરતા રહ્યા છીએ એને કારણે જ અછત અને અપૂર્ણતાના ભોગ બનીએ છીએ.

હમણા હમણા અછત વિષેના અહેવાલો અખબારોમાં પ્રગટ થતા રહ્યા છે.

‘અબતક’ના તા.૨૯ના મુખ્ય અહેવાલમાં સતાધીશોની આપણે ત્યાં પઅવર્તતી અછતનીસમસ્યા અંગે સરકારની અને હાલની સમાજ વ્યવસ્થા વિષે આંખ ઉઘાડવામાં હતી. આ બાબત અત્યંત ગંભીર છે. અને એનો વ્યાપ છેક માનવતા, દેશ ભકિત, દયાભાવ નોકરી-રોજગારી સુધી પહોચી ચૂકયો છે.

એક તરફ રાજયમાં બેરોજગારીનું પ્રમાણ ચરમસીમાએ હોવાના દુખડા રોવાય છે. તો બીજી તરફ કુશળતા ધરાવતા હોય તેવા કર્મચારીઓની ભયંકર અછત જોવા મળી રહી છે. ગુજરાતમાં એમ્પલોઈમેન્ટ એકસચેંજ પ્રોગ્રામ અંતર્ગત ૪.૨૮ લાખ બેરોજગાર યુવાનોની નોંધણી થઈ છે. પરંતુ જો આ આંકડાની છણાવટ કરીએ તો માલુમ થાય કે, કુલ ૪.૫૮ લાખ કારીગરો બહારથી મંગાવવા પડતા હોવાની મજબુરીનો સામનો કરવો પડે છે.

બેરોજગારી અને બેકારી કોઈપણ દેશમાં અને કોઈપણ સમાજમાં જબરો અસંતોષ સર્જે છે. અને ઉશ્કેરાટ અજંપો પણ સર્જે છે.

જે સરકાર પ્રજાના જે જે વર્ગોમાં બેકારી અને બેરોજગારી પ્રતિ ગંભીર પણે વિચારતી નથી તે પ્રજાની નજરે સારી તથા જવાબદાર લેખાતી નથી. દરેક સરકારો એવો દાવો કરે છે કે તે સારી પેઠે, એટલે કે મોટી સંખ્યામાં નવી નોકરીઓ સર્જી આપશે. આ આંકડા એટલા બધા આકર્ષક હોય છે કે, તે કાંતો આપોઆપ છેતરામણા દેખાઈ આવે છે. અથયાતો સરવાળે ખોટા જ પડે છે.

આવી બેરોજગારી વચ્ચે કુશળ કારીગરોની ભયંકર અછત વધુ બિહામણી લાગ્યા વિના રહેતી નથી. અશિક્ષીત કરતાં શિક્ષીત બેરોજગારીની સંખ્યા અનેક ગણી વધુ હોવાનું પ્રકાશમાં આવી રહ્યું છે. કંપનીઓમાં કુશળ કાર્યકર્તાઓ નોકરીયાતોની અછત રહે છે. અને તે સરવાળે અમંગળ એંધાણસમી બન્યા વગર રહેતી નથી.

એક એવો કટાક્ષ પ્રવર્તે છે. કે, આપણા દેશમાં ગ્રેજયુએટ થઈ ચૂકયા હોય એમને પણ ઉચિત નોકરી મળતી નથી. અને તેમણે પટ્ટાવાળાની નોકરી કરવી પડે છે ? મહિલાઓની હાલત પણ દયાજનક રહે છે.

આ વાત આટલેથી જ અટકતી નથી. આપણે ત્યાં અનેક પ્રકારની અછત પ્રવર્તે છે, જે ભલભલાને અચંબિત કરે છે!…

અહીં તમામ ક્ષેત્રે અછતના નાના મોટા કે લાંબા -પહોળા અછતના પ્રવર્તે છે, જેમાં રાજકીય ક્ષેત્રનો ક્દાચ પહેલો નંબર આવે છે ! આ ક્ષેત્રમાં પ્રમાણિકતા, પવિત્રતા, સચ્ચાઈ, માનવતા, માનવસેવા, ભરોસો-વિશ્ર્વાસ, દેશદાઝ, નિખાલસતા, પ્રેમાળતા, વગેરેની જબરી અછત પ્રવર્તે છે.

નિર્માની પણાની પણ અછત છે.

ગરીબો તો ખાવા પીવાની અને અંગ ઢાંકવાના આવરણની પણ અછત છે, છેક ગુલામીના સમયથી ચાલી આવી છે. વરસાદની અછતની ઘડી પણ આવ્યા કરે છે.

સારી અને આદર્શ સ્કુલો-કોલેજોની પણ અછત છે. અને કદાવર યુનિવર્સિટીની પણ અછત છે.

મહાત્મા ગાંધી સમા નેતાઓની પણ અછત છે. પ્રમાણિક શિક્ષકો, નેતાઓની પણ અછત છે. સાચા ભકતો -ધર્માત્માઓની પણ અછત છે.

આપણે આપણી યુનિવર્સિટીઓ-વિદ્યાપીઠો, વિદ્યાલયો વગેરેને કહીએ કે,જયારે ને ત્યારે માનવજાત સામે અને દેશ દેશાવર સામે ડરામણા ડોળા ફાડીને આવજાવ કરતી રહેલી આવી ‘અછત’ને લગતો અભ્યાસક્રમ અને ડિગ્રી કોર્સ વિષે તાત્કાલિક વિચાર વિમર્શ કરે. અને સહુ કોઈના હિતમાં હોય એવો નિર્ણય કરીને એનો પ્રમાણિક પણે અમલ કરે..

આજના ભારત માટે આ સૌથી મહત્વનો કોયડો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.