તેરે ખુન કે પ્યાસે બેઠે હૈ’….નૂપુર શર્માનું સમર્થન કરનાર સુરતના વેપારીને ધમકી આપનાર 3ને પકડી પાડ્યા

નૂપુર શર્માએ આપેલા વિવાદિત નિવેદન બાદ સમગ્ર દેશમાં તેણી પ્રત્યે વિરોધ કરવામાં આવ્યો હતો. જે પ્રકારે તેમના સમર્થન કરનારાઓને ધમકી આપવામાં આવી રહી છે અને જાનથી મારી નાખવામાં આવી રહ્યા છે તેને લઈને પોલીસ ખૂબ જ ગંભીરતાથી એક્શન લઈ રહી છે.

જયપુરમાં નુપુર શર્માને સમર્થન કરનાર દરજી કનૈયાલાલની હત્યાથી સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ હતી. ત્યારે હવે આવી જ એક ઘટના સુરતના વેસુમાં વિસ્તારમાં થઈ છે. જ્યાં રાહુલરાજ મોલમાં દુકાન ધરાવતા નુપુર શર્માને સમર્થન કરનાર વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

સુરતના આ આરોપીઓએ વેપારીને ‘સુરત મે રહેના હૈ યા જાના હૈ’ અને ફીલહાલ ક્લોઝ કર કે નીકલે તેરે ખુન કે પ્યાસે બેઠે હૈ કહી વહા ના આ જાયે’ કહી ધમકી આપી હતી.વિશાલ પટેલ નામના વેપારીએ તેમના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર નૂપુર શર્માના સમર્થનમાં સ્ટોરી અપલોડ કરી હતી. જેને લઈને અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી મોતની ધમકી આપવામાં આવી હતી. નૂપુર શર્માની અપલોડ કરેલી સ્ટોરી બાબતે માફી માંગતા હોય તેવી કોમેન્ટ કરી હતી.

આ સ્ટોરી તાત્કાલિક ડિલિટ કરી તેમ છતા પણ ઇન્સ્ટાગ્રામ પરથી અપશબ્દો તથા સુરત મે રહેના હૈ યા જાના હૈ અને ફીલ હાલ ક્લોઝ કર કે નીકલે તેરે ખુન કે પ્યાસે બેઠે હૈ કહી વહા ના આ જાયે કહી ને ધમકીઓ આપવામાં આવી હતી.

ઇન્સ્ટાગ્રામ IDઓ પરથી આપી ધમકી

– મોહમદ અયાન મોહમદ નઇમ આતસબાજીવાલા
– રાસીદ રફીક ભુરા
– આલીયા મોહમ્મદ અલી ગગન
– મુના મલિક
– શેહઝાદ કટપીસવાલા
– ફૈઝાન