સિંહ-સિંહણ વચ્ચે મેટીંગ માટે  ભયાનક જંગ; વીડિયો વાઈરલ

બે સિંહો વચ્ચે ઈનફાઈટ થતી હોય છે પરંતુ સિંહ-સિંહણ વચ્ચે ફાઈટથી ભારે આશ્ર્ચર્ય

સિંહ અને સિંહણની જંગ વચ્ચેનો એક અલભ્ય વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ હુમલો સિંહે સિંહણ સાથે મેટિંગ માટે કર્યો હોવાનું અનુમાન થઈ રહ્યું છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે જે ગીર બોર્ડર ઉપર રેવન્યુ રસ્તા ઉપર ભાગ્યે જ જોવા મળે તેવો છે. આ વીડિયોમાં સિંહ અને સિંહણ વચ્ચે દ્વંદ યુદ્ધ ખેલાઈ રહ્યું છે.

કદાચ મેટીંગ માટે સિંહણે ઇનકાર કર્યો હોવાથી સિંહે હુમલો કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. જાણકારોના મત મુજબ સિંહો વચ્ચેની ઇનફાઇટ જંગલ વિસ્તારોમાં જોવા મળે છે પરંતુ આ વીડિયોમાં ગીર બોર્ડર ઉપરના રેવન્યુ રસ્તા ઉપર અલભ્ય ગણાય તેવું સિંહણ વચ્ચેનું યુદ્ધ ખેલાતા રસ્તા પરથી પસાર થયેલ થઈ રહેલા વાહનચાલકો પણ થંભી ગયા હતા અને આ વિડિયો મોબાઇલમાં કેદ કર્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં એક ચર્ચાનો વિષય બની ગયો છે.