Abtak Media Google News

તંત્ર વહેલી તકે યોગ્ય પગલાં ભરે ગ્રામજનોની માંગણી

છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ અવિરત મહેર વરસાવી છે સર્વત્ર સારો વરસાદ વરસ્યો છે ત્યારે જામજોધપુર તાલુકામાં પણ ધોધમાર વરસતા રોડ રસ્તઓ અને પુલ ઉપર ગાબડા પડયાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે.

જામજોધપુર તાલુકાના વાસજાલીયા ગામનો મિણસાર નદી ઉપરનો પુલમાં ભારે વરસાદને કારણે ગાબડા પડી ગયા છે. હાલ પૂલની હાલત સંપૂર્ણ પણે ભયજનક છે. પુલ ખુબ જ જર્જરીત થઇ ગયેલ હોવાથી ગામના લોકોને અવર જવરમાં ખુબ જ હાલાકી ભોગવવી પડે છે. હાલ ચાર દિવસ પહેલા જ મોટર સાઇકલ લઇ પુલ પરથી પસાર થતાં મૃત્યુને ભેટયો હતો. તંત્ર વહેલી તકે પગલા ભરે તેની ગ્રામજનો માંગણી કરી રહ્યા છે. વળી આ પુલ જામજોધપુરથી પોરબંદર  જતો રોડ હોય સિંગલ પટ્ટીના આ રસ્તાને ડબલ પટ્ટીનો બને જેથી છાશવારે થતા અકસ્માત બંધ થાય તેવી લોકોની માંગણી સંતોષવા તંત્રને અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.