Abtak Media Google News

અશિક્ષીત કરતા શિક્ષીત બેરોજગારોની સંખ્યા અનેકગણી વધુ : ઠાગાઠૈયા કરતા ૮૫ ટકા કારીગરોને ‘ચલાવી લેવા’ કંપનીઓની મજબૂરી!

એક તરફ રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ ચરમસીમાએ હોવાના દુખડા રોવાય છે તો બીજી તરફ કુશળતા ધરાવતા હોય તેવા કર્મચારીઓની ભયંકર અછત જોવા મળી રહી છે. ગુજરાતમાં એમ્પલોઈમેન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ૪.૫૮ લાખ બેરોજગાર યુવાનોની નોંધણી થઈ છે ! પરંતુ જો આ આંકડાની છણાવટ કરીએ તો માલુમ થાય કે, કુલ ૪.૫૮ લાખ બેરોજગારો પૈકી ૪.૩૪ લાખ બેરોજગારો થતો શિક્ષીત છે. ૨૩૪૩૩ બેરોજગારો અર્ધશિક્ષીત છે. જેના પરી ફલીત થાય છે કે, શિક્ષીત યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ વધુ છે. જેવુ શિક્ષણ છે તેવી નોકરી મળતી ની જેની સામે નોકરી છે તે સ્વીકારવા શિક્ષીત યુવાનો તૈયાર નથી ! એકંદરે બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે. જેની સામે કુશળ કારીગરોની ભયંકર અછત જોવા મળે છે.

Screenshot 1 43

તાજેતરમાં લેબર એન્ડ એમ્પલોઈમેન્ટ મીનીસ્ટર દિલીપકુમાર ઠાકોરે વિધાનસભામાં આંકડા રજૂ કર્યા હતા. તેના પરી સામે આવ્યું હતું કે, કંપનીઓને સનિક સ્તરે કુશળ હોય તેવા કર્મચારીઓ મળતા નથી. પરિણામે બહારી કારીગરો મંગાવવા પડતા હોય છે. મારૂતી સુઝુકી અને હિરો હોન્ડા જેવી કંપનીનો દાખલો લેવામાં આવે તો કંપનીઓમાં ૮૫ ટકા કર્મચારીઓ સનિક હોવા જોઈએ પરંતુ આવી કંપનીઓને સનિક કક્ષાએથી કુશળતા ધરાવતા હોય તેવા કારીગરો જ મળતા ની. જેથી કંપનીઓને કારીગરો બહારી મંગાવવા પડતા હોવાની મજબૂરીનો સામનો કરવો પડે છે. મારૂતી સુઝુકીમાં સુપરવાઈઝર માટે ૧૪૫૩ જગ્યાઓ ખાલી હતી. પરંતુ કુશળતાના અભાવે માત્ર ૩૪૮ સનિકોને જ નોકરી મળી હતી. કારીગરીમાં પણ ૪૫૩૪ જગ્યાઓ સામે ૧૯૬૯ સનિકોને નોકરી મળી હતી. આવી સ્થિતિ હિરો હોન્ડા કંપનીમાં જોવા મળી હતી.

Screenshot 2 23

આંકડા પરી જાણવા મળે છે કે, રાજ્યમાં મોટાભાગની કંપનીઓ-સંસઓને કુશળ કર્મચારી વગર ચલાવવું પડતું હોય છે. ૮૫ ટકા કિસ્સામાં કર્મચારીની કુશળતા મામલે કંપનીઓ લેટ-ગો કરે છે. બીજી તરફ યુવાનોમાં સરકારી નોકરી મેળવવાની ઘેલછા વધુ છે પરંતુ સરકારી ક્ષેત્ર ખાનગી ક્ષેત્રની સરખામણીમાં રોજગારી દેવામાં ક્યાંય પાછળ હોવાનું આંકડા કહી રહ્યાં છે. છેલ્લા બે વર્ષમાં સરકારી સેકટરમાં ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને ગીર સોમના જિલ્લામાં માત્ર ૨૨૩૦ યુવાનોને રોજગારી મળી છે. જેની સામે પ્રાઈવેટ સેકટરે આ સ્ળોમાં ૭.૩૨ લાખ યુવાનોને રોજગારી પૂરી પાડી છે. ૨૦૧૭માં રાજ્યમાં એમ્પલોમેન્ટ એકસચેન્જ પ્રોગ્રામ હેઠળ ૫.૩૮ લાખ યુવાનો નોંધાયા હતા.

શિક્ષીત બેરોજગારોની સંખ્યા મુદ્દે અમદાવાદ ટોચનું ક્રમ ધરાવે છે. અમદાવાદમાં શિક્ષીત બેરોજગારનું પ્રમાણ ૩૮૬૧૧ જેટલું છે. સરકારી નોકરીઓ ઓછી મળી રહી છે અને જે મળી રહી છે તે પણ મોટાભાગે ડિફેન્સ સેકટરમાં હોવાનું સામે આવે છે. વર્ષ ૨૦૧૮માં એમ્પલોઈમેન્ટ એકસચેન્જ પ્રોગ્રામ હેઠળ ૪.૬૮ લાખ ઉમેદવારો રજિસ્ટર્ડ યા હતા. જેમાંી ૩.૭૯ લાખ ઉમેદવારોને રોજગારી મળી ગઈ હતી. ૨૦૧૯ના ઓકટોબર મહિના સુધીમાં ૩.૯૪ લાખ નવા ઉમેદવારો રજીસ્ટર્ડ યા હતા. જેમાંી ૨.૮૧ લાખ ઉમેદવારોને નોકરી મળી હતી. નોકરીમાં શિક્ષીત ઉમેદવારો લેટ-ગો કરવા તૈયાર ન હોવાી પણ બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ, વડોદરા, આણંદ, રાજકોટ અને મહેસાણા સહિતના જિલ્લાઓમાં શિક્ષિત બેરોજગારોની સરખામણીએ અર્ધશિક્ષિત બેરોજગારોને વધુ પ્રમાણમાં નોકરી મળે છે. એકંદરે એમ કહી શકાય કે શિક્ષિત બેરોજગારી વચ્ચે કુશળ કારીગરોની ગંભીર અછતના સમયમાંથી રાજ્ય પસાર થઇ રહ્યું છે.

  • ધો.૧૦-૧૨ પાસ, સ્નાતક, ડિપ્લોમા હોલ્ડર અને એન્જિનિયરીંગ ગ્રેજ્યુએટ ઉમેદવારોની સંખ્યા વધુ

સોશિયો-ઈકોનોમીક રિવ્યુના આંકડા મુજબ શિક્ષીત બેરોજગારોમાં ધો.૧૦ પાસ ઉમેદવારોની સંખ્યા ૧.૨૬ લાખ જેટલી હતી, ધો.૧૨ પાસ કર્યું હોય તેવા ઉમેદવારો ૧.૩૧ લાખ હતા. બીજી તરફ સ્નાતકની ડિગ્રી મેળવી હોય તેવા ઉમેદવારો ૧.૧૧ લાખ હતા. ડિપ્લોમા હોલ્ડર્સની સંખ્યા ૨૫,૦૦૦, એન્જનીયરીંગમાં ગ્રેજ્યુએટ યા હોય તેવા ૧૬,૦૦૦ અને પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી હોય તેવા ૨૧,૦૦૦ ઉમેદવારો નોકરીની શોધમાં હતા. એકંદરે ૪.૩૦ લાખ શિક્ષીત બેરોજગારો નોંધાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.