Abtak Media Google News

રાજયમાં ભયાનક સ્થિતિ, 24 કલાકમાં 7410 નવા કેસ સાથે દેશમાં પાંચમાં નંબરે 

કોરોના વાયરસે ગુજરાત, મહારાષ્ટ્ર સહિત સમગ્ર ભારત અને વિશ્ર્વભરમાં કાળો કહેર વરસાવ્યો છે. મહામારીને એક વર્ષ કરતા વધુ સમય વિત્યા છતા કોરોના વાયરસની તીવ્રતા હજુ ઓછી અંકાઈ નથી. દિનપ્રતિદિન કેસ વધતા જઈ રહ્યા છે ગુજરાત રાજયમાં પણ ભયાવહ સ્થિતિ સર્જાતી જઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં 7410 નવાકેસ નોંધાયા છે. જે ગત દિવસોમા સૌથી વધુ છે. રાજયમાં કોરોનાના દરરોજ નવા નવા રેકોર્ડ સર્જી રહ્યો છે. જેના પરિણામે વધતા જતા કેસમાં ગુજરાત સમગ્ર દેશમાં પાંચમાં નંબરે છે. એમાંપણ યોગ્ય માળખાગત સુવિધશઓનાં અભાવે તંત્ર પણ જાણે હાથ હેઠા કરી રહ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. હોસ્પિટલો હાઉસફુલ થતા કોરોનાગ્રસ્ત દર્દીઓને ભારે મુસીબત વેઠવી પડી રહી છે. હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે. તો સ્મશાનોમાં પણ

ડેથબોડીનો ભરાવો થઈ રહ્યો છે. 24 કલાકમાં 7410 નવા કેસ નોંધાયા છે તો 2642 દર્દીઓ સાજા થયા છે. જેની સામે 73 દર્દીઓનાં મોત થયા છે. જયારે વાત કરીએ રસીકરણ પ્રક્રિયાની તો રાજયમાં અત્યાર સુધીમાં 85.29 લાખ લોકોને પ્રથમ ડોઝ જયારે 12.03 લાખ લોકોને રસીનો બીજો ડોઝ અપાઈ ચૂકયા છે. 60 વર્ષથી વધુના 1,18,004 લોકોને જયારે 45થી 60 વર્ષનાં 39,630 લોકોને બીજો ડોઝ અપાયો છે.

રાજયમાં દર મિનિટે ચારથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે

ગુજરાતમાં કોરોનાનું જોખમ દીનપ્રતિદિન વધતું જઈ રહ્યું છે. દર મિનિટે નવા ચાર દર્દીઓ સંક્રમિત થઈ રહ્યા છે. તો દર એક કલાકે ત્રણ દર્દીઓ દમ છોડી રહ્યા છે. આવી ભયાવહ સ્થિતિમાં ઓકિસજન-રેમડેસિવિર ઈન્જેકશનો માટે દર્દીઓ અને તેમના પરિવારજનો દોડધામ કરી રહ્યા છે. હોસ્પિટલોમાં ખાટલા ખુટી પડયા છે. ગઈકાલે 73 લોકોએ જીવ ગુમાવ્યો છે. એમાં પણ સૌથી વધુ ખરાબ સ્થિતિ રાજકોટ, અમદાવાદ, વડોદરાને સુરત એમ આઠ મહાનગરોમાં બની છે. સુરત અમદાવાદ ફરી એકવાર સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે. અમદાવાદમાં 2,251 નવા કેસ સામે આવ્યા છે. તો સૌથી વધુ 23 લોકોના મોત થયા છે. વણસતી

જતી આ પરિસ્થિતિને લઈ અમદાવાદનગર નિગમે કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ માટે 20% બેડ રીઝર્વ રાખવા આદેશ જારી કર્યા છે. એએમસી દ્વારા 140 ખાનગી હોસ્પિટલો તૈયાર કરાઈ છે. જેમાં 20 ટકા બેડ આરક્ષીત રખાશે અને જો રજીસ્ટ્રેડ કરાયા હોય તો તેને રદ કરવા હુકમ કર્યા છે.

આઠ મહાનગરોમાં રાજયનાં 60 ટકા કેસ

રાજયમાં કોરોનાના વાયરસનો ભરડો વધુને વધુ કસાઈ રહ્યો છે. દિન પ્રતિદિન કેસ વધી જઈ રહ્યા છે. જેના પરિણામે મૃત્યુદર પણ સતત વધી રહ્યો છે. કુલ એકિટવ કેસ 40 હજાર નજીક પહોચી ગયા છે. એમાં પણ સૌથી વધુ ખરાબ સ્થિતિ રાજયનાં આઠ મહાનગરોમાં છે. રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરામાં સ્થિતિ વણસતી જઈ રહી છે. આઠેય મહાનગરોમાં રાજયનાં કુલ 60% કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 24, સુરત કોર્પોરેશન વિસ્તારમાં 24 તો રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 7 અને વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં 6 દર્દીઓનાં મૃત્યુ થયા છે. સુરતમાં 231, જામનગર 189, વડોદરા 135, ભરૂચ 124, બનાસકાંઠા 119, રાજકોટ 102, ભાવનગર 81, સુરેન્દ્રનગર 69, જૂનાગઢ 54, મોરબી 41, બોટાદ, 26, પોરબંદર, 9 કેસ નોંધાયા છે. સૌરાષ્ટ્રમાં સૌથી ઓછા કેસ પોરબંદર જિલ્લામાં છે. અત્યાર સુધીમાં રાજયમાં 3,23,371 દર્દીઓ સાજા થઈ ચૂકયા છે. અને આ સાથે રીકવરી રેટ 87.96 ટકાએ પહોચ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.