Abtak Media Google News

પંજગામ સેકટરમાં ભીષણ ગોળીબાર: હજુ બે આતંકીઓ છુપાયાહોવાનીશંકાએસૈન્યનું સર્ચ ઓપરેશન: પાંચ ઇજાગ્રસ્ત જવાનોને શ્રીનગરખસેડાયા: બે આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરના કુપવાડાના પંજગામ સેકટરમાં સેનાના કેમ્પ પર ફરી એક વખત આતંકી હુમલો થયો છે. હુમલામાં સેનાના ૩ જવાન શહિદ થયા છે. જ્યારે બે આતંકીને ઠાર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં હજુ આતંકવાદીઓ છુપાયા હોવાની શંકાએ સર્ચ ઓપરેશન ચાલુ છે.

વિગતો મુજબ આજે વહેલી સવારે જમ્મુ કાશ્મીરના કુપવાડા-પંજગામ નજીક સેનાના કેમ્પ પર પાંચ જેટલા આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો. આ ગોળીબાર હજુ પણ યથાવત હોવાનું જાણવ મળે છે. ગોળીબારમાં સેનાના એક કેપ્ટન, એજ જેસીઓ અને એક જવાને શહીદી વ્હોરી છે. જ્યારે સેના તરફથી થયેલા ગોળીબારમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં હજુ પણ બે આતંકીઓ છુપાયા હોવાની શંકાએ સર્ચ ઓપરેશન શ‚ છે.

સેનાએ વિસ્તારને ઘેરીને તપાસ કામગીરી આગળ ધપાવી છે. વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ શ્રીનગરથી ૮૭ કિ.મી.ના અંતરે આવેલા પંજગામ સેકટરના  આર્મી કેમ્પમાં ઘુસવાનો પ્રયત્ન કરી રહેલા આતંકીઓને સેનાના જવાનોએ રોકવાનો પ્રયત્ન કર્યો હતો. બંને તરફથી ભીષણ ગોળીબાર થયો હોવાનું જાણવા મળે છે. પંજગામ સેકટર એલઓસીની નજીક હોવાથી આ વિસ્તારને સંવેદનશીલ ગણવામાં આવે છે. અગાઉ તા.ર૩મીએ આર્મીના ટ્રેનીંગ સેન્ટર તેમજ ર૬મી માર્ચે સીઆરપીએફની ટુકડી ઉપર આતંકીઓએ હુમલો કર્યો હતો. ફરી વખત સુરક્ષા દળો પર હુમલો કરવાની ગુસ્તાખી આતંકીઓ દ્વારા કરવામાં આવી છે. ટ્રેનીંગ સેન્ટર પરના હુમલા બાદ સરકારે આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. હવે ફરીથી આવી ગુસ્તાખીનો જવાબ સરકાર નજીકના ભવિષ્યમાં આપશે તેવુ જણાઇ આવે છે.

જમ્મુ-કાશ્મીરમાં પેટા ચૂંટણીઓ દરમ્યાન સ્થિતિ વણસી છે. અલગાવાદીઓ અને સરકાર વચ્ચે ઘણા સમયથી ખેંચતાણ ચાલુ છે. કાશ્મીરના યુવાનોને ગેરમાર્ગે દોરી આતંકવાદના રસ્તે વાળવામાં આવે છે ત્યારે આજે સવારે થયેલો આતંકી હુમલો દેશ માટે ખુબજ આંચકા જનક સમાચાર છે. આ હુમલામાં પાંચ જવાનોને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને શ્રીનગર ખાતેના આર્મી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. હાલ છુપાયેલા આતંકવાદીઓને શોધવા સૈન્યનું મેગા સર્ચ ઓપરેશન ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.