Abtak Media Google News

આતંકીઓ-સુરક્ષાદળો વચ્ચે સામસામા ગોળીબાર

દક્ષિણ કાશ્મીરના બિજબેહરા વિસ્તારમાં શુક્રવારે આતંકીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં સીઆરપીએફનો જવાન શહીદ થયો હતો. હુમલામાં એક બાળકનું પણ મોત થયું હતુ આતંકીઓ આ લખાય છે. ત્યારે પણ સુરક્ષાદળોને નિશાન બનાવી સતત ગોળીબાર કરી રહ્યા છે.

હુમલા બાદ સુરક્ષાદળોએ આખો વિસ્તાર સીલ કરી દઈ આતંકીઓને પકડવાની કોશિષ ચાલુ છે. આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનની હજુ સુધી ઓળખ મળી નથી.

કાશ્મીર ઘાટીમાં સુરક્ષાદળો આતંકીઓ સામે અભિયાન ચલાવી રહ્યા છે. અને મોટી સંખ્યામાં આતંકી સ્થળો પર દરોડા પાડી આતંકીઓની શોધખોળ ચલાવી રહ્યા છે. ઘાટીમાં આતંકવાદની કમર તોડી નાખવાની કોશિષ થઈ રહી છે. ત્રાલમાં ત્રણ આતંકી ઠાર: આ પહેલા ત્રાલમાં થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઢાળી દીધા હતા. આ અથડામણ ગૂ‚વારરાત્રીથીચાલતીહતી. અથડામણમાં બે આતંકીઓની લાશ મળી આવી હતી જયારે ત્રીજા આતંકીની લાશ શોધવા પ્રયાસો ચાલુ છે.

ત્રાલમા અથડામણ દરમિયાન સેનાના એક જવાન અને એક પોલીસ કર્મી ઘવાયા હતા જોકે હજુ આ આતંકીઓ સામે ઓપરેશન હજુ ચાલુ છે.

જૂનમાં દક્ષિણ કાશ્મીરમાં ૩૩ આતંકીઓનો ખાત્મો: જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકીઓનો સફાયો કરવા માટે સુરક્ષા દળોનું અભિયાન ચાલુ જ છે.  અત્યાર સુધીમાં બહાર આવેલી વિગતો મુજબ દક્ષિણ કાશ્મીરમાં ૧૨ એન્કાઉન્ટર થઈ ચૂકયા છે. જેમાં ૩૩ આતંકીઓનો સુરક્ષાદળોએ ખાત્મો બોલાવી દીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.