આતંકવાદીઓ દ્વારા આજે સાંજે બાંદીપોરામાં પોલીસ પાર્ટી પર આત્મઘાતી હુમલામાં કાશ્મીર પોલીસના બે જવાનો શહીદ થયા છે આ અચાનક હુમલા બાદ ઘટનાસ્થળે અરેરાટી ફેલાઈ ગઈ છે. જ્યારે અન્ય કર્મચારીઓને ઈજા પહોંચી હોવાના અહેવાલ છે. દરમિયાન કાશ્મીર પોલીસે હવે તે વાહનો અને ઘરોને પણ જપ્ત કરવાનું શરૂ કર્યું છે જેનો આતંકવાદીઓ દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરવામાં આવે છે.
બાંદીપોરા જિલ્લાના ગુલશન ચોક પર તૈનાત પોલીસ પાર્ટીને શુક્રવારે મોડી સાંજે આતંકીઓએ નિશાન બનાવી