યુકેની પાર્લામેન્ટ પર આતંકી હુમલો: મૃત્યુ આંક વધીને પ

government
government

૪૦ લોકો ઘાયલ થયા

યુકેની પાર્લામેન્ટમાં આતંકી હુમલો થયો છે. જેમાં મૃત્યુઆંક વધીને પ થયો છે. જેમાં ૪૦ લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. જેમને નજીક હોસ્પિટલમાં તાત્કાલીક ધોરણે સારવાર અર્થે ખસેડાયા છે.

આંતરરાષ્ટ્રીય આતંકવાદના ભાગ‚પે આતંકીઓએ સંસદના પ્રવેશદ્વાર પર ઉભેલા એક ગાર્ડને ઠાર માર્યો હતો. આ ગાર્ડ સ્કોટલેન્ડ યાર્ડનો હતો. એક આતંકીએ ગાર્ડ પર છરી વડે હુમલો કરી તેને નકામો બનાવી દઇ અંદર આસાનીથી પ્રવેશી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે અસલમાં હુમલાની ભીતિ અમેરિકા પર હતી કેમકે અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિથી લગભગ તમામ લોકો પરેશાન છે. ટ્રમ્પ રોજબરોજ નવા નિયમો લાદતા જાય છે.

બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે એ આતંકી હુમલા અંગે દુ:ખ વ્યક્ત કરી મૃતકો અને તેમના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ યુકેની સંસદ પરના હુમલાને વખોડી કાઢયો છે.

 ભારતની સંસદ પર પણ હુમલો થયો હતો

ભારતની સંસદ પર પણ હુમલો થયો હતો. અટલ બિહારી બાજપેયી વડાપ્રધાન હતા ત્યારે નવી દિલ્હી ખાતે સંસદ ઉપર આતંકી હુમલો થયો હતો. સામનો કરતા અમુક ગાર્ડ શહીદ થયા હતા.

આતંકીઓ શું કામ ઉગ્ર બન્યા?

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પની પોલીસીને અનુસરતા બ્રિટનની સરકારે પણ કેટલાક પ્રતિબંધો લાદ્યા છે. જેના પરિણામે આતંકીઓ વધુ ઉગ્ર બન્યા છે. સદનસીબે ઘાયલ ૪૦માંથી કોઇની હાલત ગંભીર નથી.