નિર્દોષોને મારી નાંખતા આતંકીઓ જામીન કે પેરોલ મેળવી શકે નહીં: સુપ્રીમ

terriorist
terriorist

૧૯૯૬માં દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના અપરાધીને પુત્રીના લગ્નમાં હાજરી આપવાની તક ન અપાઇ: કોર્ટનું કડક વલણ

નિર્દોષોને મારી નાખવા આતંકીઓ જામીન, પેરોલ મેળવી શકે નહીં તેમ સુપ્રીમ કોર્ટે કહ્યું છે.

કોર્ટે આગળ કહ્યું કે અગર તમે આતંકવાદ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા છે તો જામીન કે પેરોલ મેળવવાને હકદાર નથી. તમારો પરિવાર અને પારીવારીક જીંદગી સાથેનો નાતો તૂટી

ગયો છે.

સુપ્રીમ કોર્ટની બેંચ ચીફ જસ્ટીસ જે.એસ.ખેહર, જસ્ટીસો ડી.વાય.ચંદ્રચૂડ અને સંજય કિશન કૌલે ટીપ્પણી કરતા જણાવ્યું હતું કે, નિર્દોષોને નિશાન બનાવતા આતંકીને વળી જામીન કે પેરોલ શેની? સવાલ જ ઉભો થતો નથી.

આતંકવાદના કેસમાં સજા ભોગવી રહેલા મોહમ્મદ નૌશાદની જામીન અરજી અંગે સુનાવણી કરતા કોર્ટે ઉપર મુજબ કહ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે મોહમ્મદ નૌશાદ ૧૯૯૬માં દિલ્હીમાં થયેલી બોમ્બ બ્લાસ્ટની ઘટનામાં અપરાધી ઠર્યો છે. આ ઘટનામાં ૧૩ લોકોના મોત થયા હતા. જ્યારે ૩૮ ઘાયલ થયા હતા.

અપરાધીએ પોતાની પુત્રીના લગ્નમાં હાજરી આપવા ૨૪ ડિસેમ્બરે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પરંતુ અદાલતે અરજી ખારીજ કરી આતંકવાદના ગંભીર ગુનાના અપરાધીને જામીન કે પેરોલ આપવા ઇનકાર કર્યો હતો.

અપરાધીના વકલે કોર્ટમાં દલીલ કરી હતી કે તેના અસીલે ઘણા વર્ષો જેલના સળિયા પાછળ ગાળ્યા છે તેની પુત્રીના લગ્નમાં હાજરી આપવા અને તેને આશીર્વાદ આપવા દેવાની તક આપવામાં આવે.

પરંતુ અદાલતે સખત વલણ અખત્યાર કર્યુ હતું. કોર્ટે આતંકી હુમલામાં નિર્દોષ લોકોના જીવ જાય છે અને અનેકની જીંદગી નંદવાઇ જાય છે તે મુદ્દો સ્પષ્ટ કર્યો હતો.