Abtak Media Google News

104 સેવામાં વધુ 10 વાહનોનો કાફલો ઉમેરાયો

હાલ કોરોના વાયરસના સંક્રમણ સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ મોરચે જુદાજુદા પગલાંઓ લેવામાં આવી રહયા છે. જેમાં અત્યારે 45 વર્ષથી વધુ ઉમરના નાગરિકોને શકય તેટલી ઝડપથી કોરોના સામેની વેક્સીન આપવા પર ભાર મુકવામાં આવી રહયો છે. શહેરની વિવિધ સંસ્થાઓ તરફથી પણ મહાનગરપાલિકાને ઉમદા સહયોગ પ્રાપ્ત થઇ રહયો છે જે પ્રશંસનીય બાબત છે. સંસ્થાઓના સહયોગ સાથે મહાપાલિકા દ્વારા કોરોના વેક્સીનેશન કેમ્પ માટે અભિયાન ચલાવવામાં આવી રહયું છે. આજે અલગઅલગ સંસ્થાઓના સહયોગ સાથે કુલ છ સ્થળોએ નિ:શૂલ્ક વેક્સીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, હેલ્પલાઈન નંબર 104ની સેવાને મળી રહેલા પ્રતિસાદને નજર સમક્ષ રાખી  મહાપાલિકા દ્વારા આ કાફલામાં વધુ 10 વ્હીકલનો ઉમેરો કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

હાલ 104ની સેવામાં 20 વ્હીકલ નાગરિકોની સેવામાં કાર્યરત્ત છે.

વધુ 3 ટેસ્ટિંગ બૂથ શરૂ કરાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના વિવિધ વિસ્તારોમાં કોરોનાનું નિદાન કરવા માટે કુલ પાંચ ટેસ્ટિંગ બૂથ ચલાવવામાં આવી રહયા છે. જેમાં હવે વધુ ત્રણ ટેસ્ટિંગ બૂથનો ઉમેરો કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જે અનુસાર મવડી ચોકડી, આકાશવાણી ચોક અને રામાપીર ચોક ખાતે આ ટેસ્ટિંગ બૂથ કાર્યરત્ત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.