Abtak Media Google News

“અબતક”ના ચિંતનનીપાખે વિચારમનોમંથનના કાર્યક્રમમાં પ્રાચીન, અર્વાચીન સારવાર પદ્ધતિ અને ટેસ્ટિંગ મુદ્દે થયું વિધ્વતા ભર્યુ “મનોમંથન”

આધુનિક મેડિકલસાયન્સ, ટેકનોલોજી અને નિત નવા સંશોધનોથી હવે એક જમાનામાં જીવલેણ ગણાતા અનેક રોગો પણ આસાનીથી મટી જાય છે, અને દર્દી સમયસરની સારવારથી  લાંબુ આયુષ્ય ભોગવી શકે છે.

અબતક મીડિયા દ્વારા હર હંમેશા લોકજાગૃતિ, સમાજ ઉપયોગી ,અને સકારાત્મક માહિતીઓને અગ્રતા આપવામાં આવી છે .”અબતક”ના તમામ પ્લેટફોર્મ પર લોકોને રોજબરોજ જીવનમાં ઉપયોગી થાય તેવા મુદ્દાઓનું નિષ્ણાતો દ્વારા વિશ્લેષણ કરવામાં આવે છે,

વિશ્વભરમાં અત્યારે લોકો આરોગ્ય પ્રત્યે  ભારે સજાગ થયા છે, દરમિયાન કોરોના જેવી મહામારીનો જાત અનુભવ કરનાર સમાજ હવે શરીરના જતન માટે વધુ “સ્માર્ટ” બન્યો છે .તેવા સંજોગોમાં તમામ પ્રકારની સારવાર દર્દોનું નિદાન અને ઉપચાર માં કોઈ કસર ન રહે તેવો લોકો અભિગમ કેળવી ચૂક્યા છે.   ત્યારે આરોગ્ય ક્ષેત્રે ટેસ્ટિંગ નું શું મહત્વ છે ?ટેસ્ટિંગ માત્ર લેબોરેટરી અને વ્યવસાયકારો ની આવક વધારવા માટેનું ગતકડું છે કે? ટેસ્ટિંગ દર્દી માટે  ઉપયોગી છે તે અંગે ફિઝિશિયન નિષ્ણાંત ડોક્ટર અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત અને રાષ્ટ્રીય સંગઠનના ઉપપ્રમુખ અતુલ પંડ્યા સાથે અબ તકના સિનિયર રિપોર્ટર ડો, અરૂણભાઇ દવે સવિસ્તાર કરેલી ઊંડાણપૂર્વક ની ચર્ચા પ્રશ્નોત્તરી ના અંશો અહીં પ્રસ્તુત છે.  ટેસ્ટીંગ ખરેખર જરૂરી છે? તબીબી સારવારમાં તેનું મહત્વ શું? ટેસ્ટિંગની અસરકારકતા અને ચોકસાઈ નું માપદંડ શું ? ટેસ્ટિંગ કેવી રીતે કરાવવું અને કોના અભિપ્રાય એ કેવા ટેસ્ટિંગ કરાવવા? અંગેની દરેક વ્યક્તિ માટે જરૂરી માહિતી અત્રે પ્રસ્તુત છે…

પ્રશ્ન; દરેક રોગના નિદાન અને સારવારમાં ટેસ્ટિંગ નું મહત્વ શું?

ડોક્ટર અતુલ પંડ્યા; 21મી સદીના વિજ્ઞાન ટેકનોલોજી અને સતત સંશોધનના અત્યારના સમયમાં આરોગ્ય ક્ષેત્રે સતત દવા રોગ અને નિદાન માટેના સંશોધનો ચાલતા રહે છે . આવા સંજોગોમાં ટેસ્ટિંગ થી દર્દ ના પ્રકાર અને તેમાં શું સારવાર કરી શકાય ?તે માટે સચોટ નિદાન માટે અલગ અલગ ટેસ્ટિંગ, તબીબો માટે દર્દીની સારવાર ને નિશ્ચિત દિશા આપે છે એટલે ટેસ્ટીંગનું ખૂબ જ મહત્વ છે અને ટેસ્ટિંગ અનિવાર્ય છે 1990 ના દાયકા પછી તબીબી સંશોધનમાં ક્રાંતિ આવી અનેક નવા સાધનો ની શોધ થઈ અને તેના ઉપયોગ થી ચમત્કારિક પરિણામો મળ્યા ટેસ્ટિંગથી રોગનું ચોક્કસ નિદાન શક્ય બન્યું આ રોગમાં કેવા પ્રકારની દવા અને કઈ પદ્ધતિ નો ઉપયોગ અસરકારક થાય તે ટેસ્ટીંગના માધ્યમથી જાણી શકાય અને સારવારનુ આયોજન કરી શકાય આ માટે ટેસ્ટિંગ ઉપયોગી છે.

પ્રશ્ન: તબીબી જગતમાં અત્યારે કેટલા પ્રકારના ટેસ્ટિંગ થાય છે?

ડોક્ટર અતુલ પંડ્યા: ટેસ્ટિંગ ના  કેટલા પ્રકાર છે? તે નિશ્ચિત સંખ્યા નહીં આપી શકું .પણ અત્યારે શરીરના દરેક અંગમાં થતી સમસ્યાઓના ચોક્કસ નિદાન માટે અલગ અલગ ટેસ્ટિંગ પ્રક્રિયા નો ઉપયોગ થાય છે દરેક અંગમાં બ્લડ ટેસ્ટ ,બાયોપસી ,એક્સ રે સીટી સ્કેન પીએમઆરઆઇ પોલોગ્રાફી ટેસ્ટ જેવા અનેક ટેસ્ટ ની સગવડ છે

 પ્રશ્ન :સામાન્ય રીતે ટેસ્ટની શરૂઆત જાડા પેશાબ અને લોહીની તપાસથી થાય છે તે અંગે પ્રકાશ ફેંકશો?

ડોક્ટર અતુલ પંડ્યા: દરેક રોગના ઈલાજ માટે પ્રાથમિક અનુમાન પ્રાથમિક તબક્કાના ટેસ્ટ મારફત મેળવી શકાય છે કોઈ દર્દી તાવની ફરિયાદ સાથે આવે તો આ તાવ શેના કારણે આવ્યો છે? જો દર્દીને તાવ ટાઢ સાથે આવ્યું હોય તો મેલેરિયા નો ટેસ્ટ કરાવવો પડે ,જાડા પેશાબ ના ટેસ્ટ થી રોગના પ્રાથમિક લક્ષણો મેળવી શકાય છે અને આ પ્રારંભિક ટેસ્ટથી દર્દીની પરિસ્થિતિનો તાગ અને રોગનો અણસાર અને સારવાર ની દિશા મળી રહે છે એટલે સામાન્ય રીતે ઝાડા પૈસા , લોહીની તપાસથી ટેસ્ટીંગ શરૂ થાય છે જેમ આગળ જરૂર પડતી જાય તેમ ટેસ્ટ કરાવવાના હોય છે

પ્રશ્ન; ખાસ કરીને સર્જરી પૂર્વે થતા ટેસ્ટનું શું મહત્વ છે?

ડોક્ટર અતુલ પંડ્યા; ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે સામાન્ય રીતે સર્જરી પહેલા દર્દીની સંપૂર્ણ બાયોગ્રાફી પોઝીશન જાણવી જરૂરી હોય છે બ્લડપ્રેશર, હૃદય કિડનીની તપાસ ડાયાબિટીસ ચેપી રોગ, એચઆઈવી, ઝેરી કમળા, શરીરમાં લોહી ગંઠાવવાની પ્રક્રિયા ,સોનોગ્રાફી જેવા ટેસ્ટિંગથી દર્દીની સ્થિતિ જાણી લેવાય છે, કોઈપણ ઓપરેશન પહેલા ના આ ટેસ્ટિંગ થી સારવાર ની દિશા અને સમયથી લઈ દવાઓના ડોઝ એનેસ્તેસિયા ની લિમિટ અને રક્તસ્રાવ નિયમન કરવા માટે જરૂરી પગલાં લઈ શકાય છે. આમ ઓપરેશન પહેલા ના ટેસ્ટીંગ શસ્ત્રક્રિયા દરમ્યાન ઊભા થતાં જીવના જોખમોને દૂર કરવા માટે કરવામાં આવે છે.

 

પ્રશ્ન : ભારતમાં પ્રાચીન કાળથી સારવાર પદ્ધતિ નું અસ્તિત્વ છે ત્યારે એક જમાનામાં ખૂબ વખણાતી “નાડી પ્રથા” એટલે કે તપાસ વિના સારવાર અત્યારે શક્ય છે?

ડોક્ટર અતુલ પંડ્યા: ભારતની પ્રાચીન ચિકિત્સા વ્યવસ્થા દુનિયામાં વખણાતી હતી પરંતુ અત્યારે આધુનિક સુવિધા સંશોધનો અને એવી-ડેન્સ બેઝ મેડિસન એટલે કે પુરાવા અને રોગના લક્ષણો જોઈને તેની સારવાર કરવાની પદ્ધતિ સફળ રીતે ચાલે છે ત્યારે તપાસ વિના નિદાન થાય નહીં, અને કરાવાય પણ નહીં બધી તપાસની સગવડતા છે પછી શા માટે જોયા વિના ઈલાજ કરવો? એટલે આ જમાનામાં હવે આદર્શ હોવા છતાં નાડી પ્રથા  આઉટ ઓફ ડેટ કહેવાય

પ્રશ્ન: શું ટેસ્ટિંગ પ્રથાને સો ટકા સંપૂર્ણ નિદાન ગણી શકાય?

ડોક્ટર અતુલ પંડ્યા: દરેક ટેસ્ટની એક નિશ્ચિત  પરિમાણ હોય છે તેમાં તેનું નિદાન સચોટ હોય છે એક ટેસ્ટ પછી તેની આગળનો બીજો ટેસ્ટ કરાવવાનો હોય તે દાખલા તરીકે કેન્સરનું પ્રાથમિક ટેસ્ટિંગ થયા પછી તેના આગલા સ્ટેજ નું ટેસ્ટિંગ કરાવવાનું હોય છે ત્યાર પછી ઇમ્યુનો હિસ્ટો ટેસ્ટિંગ માં કેન્સર કયા કારણે થયું તેનું નિદાન થાય છે કેન્સર કેટલું ફેલાણું તેનું નિદાન થાય છે આમ તબક્કા વાર ટેસ્ટિંગ થાય છે પણ દરેક તબક્કા નું ટેસ્ટ તેનું સચોટ નિદાન આપે છે

પ્રશ્ન : શું ક્યારેય રિપોર્ટ ખોટો આવે?

ડોક્ટર અતુલ પંડ્યા’ ખુબ સરસ પ્રશ્ન છે ટેસ્ટની મર્યાદા હોય છે ઝેરી કમળાનો ટેસ્ટ હોય કે એચઆઈવી નો ટેસ્ટ પ્રારંભિક  બાદ બીજા ત્રીજા ચોથા તબક્કાના ટેસ્ટ કરવા પડે દરેકમાં અલગ અલગ પ્રક્રિયા હોય પરંતુ ક્યારે ટેસ્ટ ના રિપોર્ટ ખોટા ન આવે. હવે આધુનિક પદ્ધતિ રોજ નવી નવી ટેકનોલોજીનો ઉપહાર થાય છે મેં 1990 માં એમડી કર્યું ત્યારે સીટી સ્કેન નું નામ સાંભળ્યું ન હતુ  કોરોના  ના વાયરામાં રાજકોટમાં જ 17 સેન્ટરોમાં રોજના 100 સીટી સ્કેન થતા હતા હવે સીટી સ્કેન એ બેઝિક ટેસ્ટ થઈ ગયો આજ રીતે એમ આર આઈ મગજ માટે જરૂરી થઈ ગયો એક જમાનામાં કેન્સર એટલે કેન્સલ ગણાતું હવે ટેસ્ટ અને સારવાર પદ્ધતિથી પુરુષોમાં પ્રોટેસ્ટ કેન્સર અને મહિલાઓ માટે જીવ લેણ ગણાતા  બ્રેસ્ટ કેન્સર સંપૂર્ણ મટી જાય છે અને મે હજારો દર્દીઓ જોયા છે જે કેન્સરમાંથી સાજા થઈને સામાન્ય જિંદગી જીવે છે, એટલે ટેસ્ટ ખોટા ન હોય

પ્રશ્ન રક્તદાન માટે માટે કેવી તપાસ કરવામાં આવે છે અને શા માટે કરવામાં આવે છે?

ડોક્ટર અતુલ પંડ્યા રક્તદાનમાં દાન પૂર્વે અને  પછી અલગ અલગ ટેસ્ટ કરવામાં આવે છે રક્તદાતા ને બ્લડપ્રેશર ડાયાબિટીસ બે મહિના દરમિયાન ઓપરેશન થયું ન હોવું જોઈએ વય મર્યાદા ધ્યાન લેવી જોઈએ હિમોગ્લોબીન ઓછું ન હોવું જોઈએ આ થયા રક્તદાન પહેલાના ટેસ્ટ સાથે સાથે રક્તદાન પછી બ્લડ બેન્ક માં  પેલેટ ચેકિંગ ક્રોસ મેચ જેરી કમળા એચઆઇવી હિપેટાઇસ બી સી જેવા ટેસ્ટો થાય છે

પ્રશ્ન: બાયોપસી ટેસ્ટ શું છે?

ડોક્ટર અતુલ પંડ્યા; બાયોપસી ટેસ્ટ કેન્સરની શંકા સામે થાય છે ,ગાંઠ માંથી ટુકડો લેવામાં આવે છે અને તેનો રિપોર્ટ પાંચ દિવસ પછી થાય છે. ત્યાર પછી નો એફ એન એસ ઈ ટેસ્ટ માં ગાંઠમાંથી ઇન્જેક્શનથી નમુના લેવામાં આવે છે ત્યાર પછી પેડ સ્કેન થી કેન્સર કઈ કઈ જગ્યાએ ફેલાણું છે કેટલી માત્રામાં છે અને ક્યાં ફેલાઈ શકે છે તેની જાણકારી મળે છે આમ બાયોપસી માં પણ અલગ અલગ ચાર તબક્કા નું ટેસ્ટિંગ થાય છે

પ્રશ્ન: શું ઓલ બોડી ટેસ્ટિંગ કરાવવું જરૂરી છે?

ટેસ્ટિંગ દર્દીની મરજીથી કરવાનું ન હોય, દરેક ટેસ્ટિંગ ફિઝિશિયન ની સલાહ મુજબ કરવું જોઈએ ફુલ બોડી ટેસ્ટિંગની કાંઈ જરૂર હોતી નથી, પણ જે ટેસ્ટ ની જરૂર હોય તે ડોક્ટર કહે એટલે કરાવી જ લેવું જોઈએ.. કારણકે ડોક્ટર દર્દી માટે સૌથી વધુ અંગત ગણાય, અને તેની સલાહ ન અવ ગણાય ડોક્ટર અતુલ પંડ્યા એ  અપીલ કરી છે કે આરોગ્ય પ્રત્યે સાવચેતીની સાથે સાથે ફિઝિશિયનની સલાહ મુજબ જ આગળ વધવું હિતાવહ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.