Abtak Media Google News

પાણી પહેલાં પાળ બાંધવા ઉદ્ધવના હવાતીયાં 

એનસીપી-ભાજપ પ્રજાનો રોષ ફાટી નીકળે તેની રાહમાં!! 

 

મહારાષ્ટ્રમાં ખૂબ ઝડપે પૂર્ણ સંક્રમણ વધી રહ્યું છે. જો યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો હાલ જે કેસો નોંધાઈ રહ્યા છે તેનાથી વધુ ઝડપે હાલ કેસો નોંધાય તો પણ નવાઈ નહીં. તેવા સમયે કોઈ યોગ્ય નિર્ણય લઈને સંક્રમણને ફેલાતું અટકાવવું ખૂબ જ જરૂરી બન્યું છે. અગાઉ જ્યારે કોરોના સંક્રમણ ખૂબ ઝડપે વધી રહ્યું હતું ત્યારે ઉદ્ધવ સરકારે લોકડાઉન અમલી બનાવીને મહદંશે કોરોના સંક્રમણ પર નિયંત્રણ મેળવ્યું હતું પરંતુ, હાલની પરિસ્થિતિએ ફરી એકવાર લોકડાઉન અમલી બનાવવું ઉદ્ધવ સરકાર માટે લોઢાના ચણા ચાવવા સમાન છે. અગાઉ લોકડાઉનના કારણે મહારાષ્ટ્રમાં આર્થિક, સામાજિક અને રાજકીય ધોરણે સરકારને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હજુ માંડ માંડ મહારાષ્ટ્રના અર્થતંત્રની ગાડી પાટે ચડી ત્યારે ફરી એકવાર સંક્રમણ વધતાં જો લોકડાઉનનો નિર્ણય લેવામાં આવે તો આર્થિક નગરીની કમર તૂટી જવાની દહેશત છે. જેના પરિણામે પ્રજામાં રોષનો માહોલ ઉભો થાય તો પણ નવાઈ નહીં. ત્યારે બીજી બાજુ એનસીપી અને ભાજપ પ્રજામાં રોષ ઉભો થાય તેની રાહ માં જ બેઠા છે.

જો પ્રજા લોકડાઉનનો વિરોધ કરે તો એનસીપી-શિવસેના સાથેનું ગઠબંધન તોડી ભાજપ સાથે હાથ મિલાવીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી શકે છે. ત્યારે ઉદ્ધવ સરકારને મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવવી પડે ભીતિ સતાવી રહી છે. ત્યારે ઉદ્ધવ સરકાર પાણી પહેલા પાળ બાંધવા આગળ આવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નિવેદન  આપતા કહ્યું કે, સંક્રમણને ઘટાડવા માટે અમે રાજ્યમાં આરોગ્યલક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા જઈ રહ્યા છીએ. જેનાથી સંક્રમણને મહદઅંશે કાબુમાં લઇ શકાશે. ઉદ્ધવ સરકારે વધુમાં કહ્યું છે કે, અમે ટૂંક સમયમાં 2.5 લાખ કોરોના ટેસ્ટ લક્ષ્યાંકને પણ પહોંચી વળીશું. જો કે, હાલ ઉદ્ધવ સરકારના નિવેદનો અને પ્રયત્નો ક્યાંક પાણી પૂર્વે પાળ બાંધવા હવાતિયા મારવા સમાન છે. સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જો તારણ કાઢવામાં આવે તો ચોક્કસ હાલના તબક્કે કહી શકાય કે, કોરોના સંક્રમણનસ ઘટાડવા માટે ઉદ્ધવ સરકાર લોકડાઉન કરે કે ન કરે બંને પરિસ્થિતિમાં ઠાકરે સરકારની પરિસ્થિતિ નબળી બની શકે છે અને મહારાષ્ટ્રમાં રાજકીય ખેલમાં નવો વળાંક આવી શકે છે.સ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.