Abtak Media Google News

રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ રોગી કલ્યાણ સમિતિનાં કાઉન્સીલર જયંત ઠાકર, રાજીવ ઘેલાણી, જયેશ ત્રિવેદી, પિયુષ રાદડીયાની યાદીમાં જણાવો પ્રમાણે સિવિલ હોસ્પિટલ કે જ્યાંથી કોરોના જેવા હઠ્ઠીલા રોગની અનેક દર્દીઓ સાજા થઇ ઘેર જતા રહ્યાં છે. અને દર્દીઓની સંખ્યા વ્યાપક ઘટી છે. હાલ મ્યુકરમાઇકોસિસ જેવો રોગ વ્યાપક પણ વધી રહ્યો છે.

ખૂબ જ ભયંકર રોગ હોય અસંખ્ય દર્દીઓ આ સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે સારવાર લેવા આવી રહ્યાં છે. ત્યારે તેનો ખૂબ જ કાળજી પૂર્વક ફરજ બજાવી દર્દીઓની ખરા અર્થમાં મદદરૂપ થઇ રહ્યાં છે. તેઓ રાત-દિવસ જોયા વગર પોતાના ફેમિલીથી દૂર રહી સારવાર આપી રહ્યાં છે.

અમો રોગી કલ્યાણ સમિતિનાં તમામ કાઉન્સીલરો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવીએ છીએ.

સિવિલ અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી દરરોજ મોનીટરી (ધ્યાન) આપી સાધન સામગ્રી અને પુરતા સ્ટોકમાં ઇન્જક્શન આપી રહ્યાં છે. તે અગત્યની વાત છે.

ખાસ કરીને આ રોગનાં નિષ્ણાંત ડોક્ટર તેમજ નોડલ ઓફિસર ડો.પરેશ ખાવડુ, ડો.સેજલ મિસ્ત્રી અને આખી ડોક્ટર ટીમ સતત મહેનત કરી દર્દીઓને બચાવવા મહેનત કરી રહેલ છે. તેનો પણ આભાર વ્યક્ત કરી રહ્યાં છીએ આજે ભગવાનશ્રીનું સ્વરૂપ તેમાં જોવા મળે છે.

ખાસ અગત્યની વાત ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા જોઇ તેટલા ઇન્જક્શન સ્ટોક પુરો પાડે છે. તેથી કોઇ ગભરાશો નહિં અને સહકાર આપો તેવી અંતમાં અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.