ગીર સોમનાથ જિલ્લામાં દુ-ષ્કર્મ અને એટ્રોસિટીના એક કેસમાં નાસતા ફરતા આરોપી અમાર ઉર્ફે અમર જીકાણીએ પોલીસ કસ્ટડી દરમિયાન એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, મૃતક અમારની પત્નીએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે કોડીનારના રહેવાસી સપના સોલંકી સાથે તેના પતિને છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો. તેમજ અમાર જીકાણીને તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતી હતી. જ્યારે તેમણે સંબંધ રાખવાની ના પાડી, ત્યારે સપનાએ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને જીવલેણ ધમકીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ગીર સોમનાથ LCBએ અમાર જીકાણીએ અમદાવાદથી પકડી વેરાવળ લઈ જતી વખતે કેશોદ નજીક શૌચાલયમાં એસિડ પી આપઘાત કર્યો હતો અને સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કેશોદ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, ગીર સોમનાથમાં એક ચકચારી ભર્યા કિસ્સામાં બળાત્કારના આરોપીએ પોલીસ કસ્ટડી દરમિયાન એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેનું મોત નિપજ્યું છે. મૃતક અમાર ની પત્નીએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે કોડીનારના રહેવાસી સપનાબેન બાલુભાઈ સોલંકી સાથે તેના પતિને છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો. સપનાબેને અનુસૂચિત જાતિની હોવાનું જણાવી અમાર જીકાણીને તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતી હતી. જ્યારે તેમણે સંબંધ રાખવાની ના પાડી, ત્યારે સપનાબેને 22 જાન્યુઆરી, 2025ના રોજ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને જીવલેણ ધમકીની ફરિયાદ નોંધાવી હતી.
ગીર સોમનાથ એલસીબીએ 23 જાન્યુઆરીએ અમાર જીકાણીને અમદાવાદથી પકડ્યો હતો. વેરાવળ લઈ જતી વખતે કેશોદ નજીક સોમનાથ હોટલ પાસે શૌચાલયમાં તેમણે એસિડ પી લીધું હતું. તેમને તાત્કાલિક કેશોદ, જૂનાગઢ અને રાજકોટમાં સારવાર અપાઈ, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું.મૃતકની પત્નીના આરોપ મુજબ, સપનાબેન તેના પતિને પત્ની અને બાળકને છોડીને તેની સાથે રહેવા માટે સતત દબાણ કરતી હતી, જેના કારણે તેઓ માનસિક તણાવમાં રહેતા હતા. આ તણાવના કારણે અમાર જીકાણીએ આત્મહત્યા કરી હોવાથી સપનાબેન વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરતા કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
22 તારીખે પ્રભાસ પાટણ ખાતે સપનાબેન સોલંકીએ મૃતક અમાર જીકાણી વિરુદ્ધ બળાત્કાર અને એટ્રોસિટીનો ગુનો નોંધાવ્યો હતો, જેના કારણે આરોપી છેલ્લા ઘણા સમયથી ફરાર હતો. કેશોદ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ: જય વિરાણી