ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સની 20મી સાધારણ સભા મળી, હોદેદારોની કરાઈ વરણી

પ્રમુખપદે વિનુભાઇ ઘેરવડા, ઉપપ્રમુખ પદે હારૂન માલવીયા, સેક્રેટરી તરીકે અલ્પેશ ત્રિવેદી, ખજાનચી તરીકે રમેશભાઇ પાનેરા, સહમંત્રી તરીકે ચેતનભાઇ કાલાવડિયાની વરણી 

ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ર0મી સાધારણ સભા એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે યોજાઇ હતી. તેમાં આગામી ત્રણ વર્ષ માટે હોદેદારોની વરણી નવનિયુકત નગરપાલિકા પ્રમુખ સન્માન તથા કોરોના વેકસીન કેમ્પ યોજી સંપન્ન થઇ હતી.

એપલ ગ્રીન પાર્ટી પ્લોટમાં યોજાયેલ ચેમ્બર ઓફ કોમર્સ એનડ ઇન્ડસ્ટ્રીઝની ર0મી સાધારણ સભામાં હાલ કોરોના મહામારીને કારણે કોરોનાથી રક્ષણ મળે તે માટે ચેમ્બરના 45 સભ્યોએ રસી લીધી હતી. ત્યારબાદ યોજાયેલ સાધારણ સભામાં સર્વાનુમતે પ્રમુખ તરીકે વિનુભાઇ ઘેરવડા, ઉપપ્રમુખ તરીકે હારુનભાઇ માલવિયા, મંત્રી તરીકે અલ્પેશભાઇ વોરા, ખજાનચી તરીકે રમેશભાઇ પાનેરા તેમજ સહમંત્રી  તરીકે ચેતનભાઇ કાલાવડીયાની વરણી કરાતા તમામ હોદેદારોની બીજી વખત વરણી કરવામાં આવી હતી. આ સાધારણ સભા ચેમ્બરના સ્થાપક પ્રમુખ બટુકભાઇ ગજેરાના અઘ્યક્ષ સ્થાને યોજાઇ હતી. તેમાં નગર પાલિકાના નવનિયુકત પ્રમુખ મયુરભાઇ સુવાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે તાલુકા પંચાયતના પ્રમુખ વિનુભાઇ ચંદ્રવાડીયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડિયા, શહેર ભાજપના પ્રમુખ રમણીકભાઇ ઠુંમર, આર.ડી.સી. બેન્કના ડિરેકટર હરિભાઇ ઠુંમર, હમીદભાઇ વિઢાણી, હનીફભાઇ, ભાવેશભાઇ સુવા, આનંદભાઇ ચૌહાણ, સંજયભાઇ મુરાણી, રમેશભાઇ સાવલિયા, આશિષભાઇ રાજપરા સહીત આગેવાનો તેમજ ચેમ્બરના સભ્યો હાજર રહ્યા હતા. ચેમ્બરની વાર્ષિક સાધારણ સભાનું સંચાલન નેઇમભાઇ થારાએ પોતાની આગવી શૈલીમાં કર્યુ હતુઁ.