Abtak Media Google News

અગામી ૨૩ જુલાઇએ અમાસ છે. હરિયાળી અમાસ પૂર્ણ થતાંની સાથે જ સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ જશે. શ્રાવણ માસના ઉ૫વાસ અને શિવ આરાધના કરનાર લોકો અમાસથી જ પૂજા-અર્ચનાની શ‚આત કરી દે છે. શ્રાવણ માસ પહેલાની જીવનમાંથી કષ્ટ દૂર કરવા માટે ઉત્તમ દિવસ ગણી શકાય છે. આ દિવસે અહિં દર્શાવેલા ઉપાયમાંથી કોઇપણ એક પણ કરવામાં આવે તો જીવન કષ્ટમુક્ત થઇ જાય છે.

પ્રથમ ઉપાય : અમાસના દિવસે પીપળાની પુજા કરી અને તેમા જનોઇ ચડાવી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો જાપ કરવો. આ ઉપાયથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી ઘર-પરિવારની સમસ્યાઓ દૂર થશે તેમજ સુખા શાંતિની પ્રાપ્તિ થશે.

બીજો ઉ૫ાય : સુર્યોદય પહેલા જાગી અને સ્નાનહિ કર્મ કરી તાંબાના કળશમાં પાણી, થોડા ચોખા અને લાલ ફૂલ ઉમેરી સુર્યને અદર્ય આપવો.

ત્રીજો : સર્વપિતૃ અમાસ પર એક કળશમાં દૂધ, પાણી કાળા-સફેદ તલ ઉમેરી અને પીપળાને તે અર્પણ કરવુ, ત્યાર પછી પીપળા સમક્ષ નાળિયેર, મીઠાઇ, સિક્કા, જનોઇ ચડાવવી, પૂજા પછી ઓમ સર્વ દેવતાભ્યો નમ: મંત્રનો જાપ કરવો. આ ઉપાયથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. અને દરેક ક્ષેત્રમાં મન ઇચ્છિત સફળતા મળે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.