Abtak Media Google News

૨૬મીએ કટાર લેખક જય વસાવડાનું વ્યકતવ્ય: દેવરાજ ગઢવીનો લોકડાયરો

ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા યાત્રાધામ દ્વારકા ખાતે એક ભવ્ય અતિથિ ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો લોકાર્પણ સમારોહ આગામી તા.૨૭ને શનિવારના રોજ દ્વારકા ખાતે યોજાનાર છે.

દ્વારીકા ખાતે પટેલ સમાજ રોડ, ટીવી, સ્ટેશનની ૩૨,૦૦૦ ચો.ફૂટમાં અતિ સુવિધાસભર અતિતિગૃહનું નિર્માણ પૂર્ણ થયું આ અતિથિગૃહમાં એ.સી. ‚મલ, સ્યુટ ‚મ, ડોરમેટરી, મલ્ટીપરપઝ હોલ ડાયનીગ હોલ, કિચન પાર્કિંગ લીફટ, જનરેટર વિગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે.

દ્વારકા ખાતે ૨૭મીના રોજ યોજાનાર શ્રીમતી લાભુબેન ડાયાભાઈ ઉકાણી ઉમા અતિથિ ગૃહના લોકાર્પણ સમારોહમાં સમારોહ અધ્યક્ષ તરીકે ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસરનાં પ્રમુખ ડો. ડાયાભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આણંદાબાવા આશ્રમ જામનગરના મહંત શ્રી પૂ. દેવપ્રસાદજી મહારાજ પોતાના આર્શીવચન પાઠવશે. આ ભવ્ય લોકાર્પણ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉમીયા માતાજી મંદિર ઉંઝાના પ્રમુખ પ્રહલાદભાઈ પટેલ, ઉમિયા માતાજી મંદિર ગાંઠીલાના પ્રમુખ વાલજીભાઈ ફળદુ, ઉંઝા મંદિરનાં મંત્રી દિલીપભાઈ પટેલ, ટ્રસ્ટી મણીભાઈ પટેલ (મમ્મી) ઉપસ્થિત રહેશે. દ્વારકા ખાતે આ અતિથિગૃહનું લોકાર્પણ મુખ્ય દાતા ઉકાણી પરિવાર (બાન લેબ)ના શ્રીમતી લાભુબેન તથા ડાયાભાઈ કાનજીભાઈ ઉકાણીના હસ્તે કરવામાં આવશે.

આ લોકાર્પણ પ્રસંગે અતિથિગૃહના નિર્માણમાં જેઓનો આર્થીક સહયોગ પ્રાપ્ત થયો છે. તેવા પાટીદાર મહાપદમ્ પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયા, હરીશભાઈ રાઘવજીભાઈ ભાલોડીયા, રાજેશભાઈ રાઘવજીભાઈ ભાલોડીયા, મૌલેશભાઈ ડાયાભાઈ ઉકાણી, અરવિંદભાઈ છગનભાઈ કણસાગરા, ગોવિંદભાઈ ગણેશભાઈ વરમોરા, ધનજીભાઈ આણંદજીભાઈ પટેલ, જીવનભાઈ ગોરધનભાઈ ગોવાણી તેમજ કાંતીભાઈ પટેલ તથા ઉમીયા માતાજી મંદિર સિદસરના ટ્રસ્ટી મંડળ વિવિધ શ્રેણીના દાતાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

ઉમીયા માતાજી મંદિર સિદસર દ્વારા આયોજીત દ્વારકા ખાતે આ લોકાર્પણ સમારોહમાં બહારગામથી પધારેલા મહેમાનો માટે રહેવા જમવાની સુવિધા કરવામાં આવેલ છે. આ અતિથિ ગૃહના નિર્માણ અર્થે બાંધકામ સમિતિનાં દિલીપભાઈ ઘરસંડીયા, સમીરભાઈ ભેંસદડીયા રમેશભાઈ રાણીપા તથા પરેશભાઈ હાંસલીયા જહેમત ઉઠાવી રહ્યા છે. આ સમારોહ અંગે વધુ વિગતો માટે પરેશભાઈ હાંસલીયા ૯૪૨૬૯ ૩૫૬૪૪ તેમજ કૌશીકભાઈ રાબડીયા ૯૭૨૭૭ ૫૧૨૪૨ નો સંપર્ક કરવા સંસ્થાની એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.