કેન્દ્રીય કર્મચારીઓને મળનારું 28 ટકા મોંઘવારી ભથ્થુ 1 જુલાઈથી ગણાશે

રોજગારીના ત્રણ પ્રકારમાં ઉત્તમ ખેતી મધ્યમ વેપાર અને નોકરી ને સૌથી ઉ તરથી કક્ષાએ ગણવામાં આવતી હતી પરંતુ સમય કાળ ની સ્થિતિ ક્યારેય યથાવત રહેતા નથી હવે નોકરિયાત વર્ગ નો યુગ આવ્યો હોય તેમ ખેતી અને વેપાર અને સ્થિત આવક ના કારણે બીજા કે ત્રીજા નંબરની પસંદગી બન્યા છે જ્યારે પહેલી તારીખે પગાર નોકરી ને હવે પસંદગી કરવામાં આવી રહ્યું છે તેમાં પણ સરકારી નોકરી મળી જાય એટલે ભગવાન મળી ગયા. નિશ્ચિત અને સમયસરઆવક થી અત્યારે નોકરી ઉત્તમ બની ગઈ છે

કેન્દ્રીય કર્મચારીઓને 28 ટકા મોંઘવારી ભથ્થુ આપવાના સરકારના નિર્ણયનો અમલ પહેલી જુલાઇ ની ગણતરી થી કરવામાં આવશે નાણામંત્રીએ કેબિનેટના આ નિર્ણય ની અમલવારી ની ગણતરી પહેલી જુલાઈથી કરવાનું આદેશ જારી કર્યો છે સરકાર નાણા વિભાગ દ્વારા 17 ટકાથી વધારીને કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થું 28% કરવાના નિર્ણય નો અમલ 1 જુલાઈ 2020 કરવાનું ઠરાવ્યું છે બે વર્ષે એપ્રિલ મહિનામાં નાણામંત્રીએ લીધેલા નિર્ણય નો અમલ કોરોના કારણે સ્થગિત કર્યો હતો હવે તેની અમલવારી ના આદેશો કરવામાં આવ્યા છે.

આ વધારાનો લાભ વહિવટી વિભાગ સંરક્ષણ રેલ્વે સહિતના કેન્દ્રીય ભાગના કર્મચારીઓને મોઘવારી ભથ્થાનો લાભ મળશે.