Abtak Media Google News

બેંક કર્મચારીઓ 30 જાન્યુઆરી અને 31 જાન્યુઆરી એમ બે દિવસ હડતાળ પર રહેશે.યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ એ વિવિધ બેંક કર્મચારીઓના યુનિયનોને જોડીને રચાયેલી સંસ્થા છે. બેંક યુનિયનોએ તેમની માંગણીઓને લઈને સરકાર પર દબાણ લાવવા માટે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ, નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. પરંતુ તે પહેલા જ જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ સતત બે દિવસ હડતાલ પર રહેશે. 28 તારીખે શનિવાર અને 29ના રવિવાર હોવાથી ચાર દિવસ રોકાણકારોને હાલાકીનો સામનો કરવો પડશે.

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન (UFBU)ની મુંબઈમાં બેઠક યોજાઈ હતી જેમાં બેંક યુનિયનોએ બે દિવસ માટે હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે.તેમણે કહ્યું કે બેંક યુનિયનોની માંગ છે કે બેંકિંગનું કામ પાંચ દિવસ માટે કરવામાં આવે, પેન્શન અપડેટ કરવામાં આવે, નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે NPS નાબૂદ કરવામાં આવે અને પગાર વધારા અંગે તરત જ વાટાઘાટોની પ્રક્રિયા શરૂ કરવામાં આવે.

બેંક યુનિયનોએ બેંકોના તમામ કેડરમાં પર્યાપ્ત ભરતીની પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરી છે. આ માંગણીઓને લઈને બેંક યુનિયનો હડતાળ પર ઉતરશે.ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિયેશનના જનરલ સેક્રેટરી સી.એચ વેંકટચલમે કહ્યું કે યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સની બેઠક થઈ છે. અમારી માંગણીઓને લઈને પત્ર લખવામાં આવ્યો હોવા છતાં ઈન્ડિયન બેંક એસોસિએશન તરફથી કોઈ જવાબ મળ્યો નથી. જે બાદ બેંક યુનિયનોએ બે દિવસ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.

બેંક કર્મચારીઓ બે દિવસ હડતાળ પર જવાના કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પ્રથમ, હડતાલનો દિવસ સોમવાર અને મંગળવાર છે અને સોમવાર પહેલા રવિવારે બેંકો બંધ રહેશે.એટલે કે એક રીતે જોવામાં આવે તો સતત ત્રણ દિવસ સુધી બેંકોના કામકાજને અસર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.