સકકરબાગના 40 સાવજો દેશના અન્ય ઝૂની શોભા વધારશે

સાવજના બદલામાં અન્ય જાનવરો મેળવાશે: પ્રાણી એકસચેન્જ પ્રોગ્રામને લીલીઝંડી

જૂનાગઢના સક્કરબાગ માંથી ડાલામથ્થા એવા 40 જેટલા સિંહોને અન્ય ઝુ અને પાર્કમાં મોકલી સાવજનું વિનિમય મૂલ્ય ઊંચુ હોવાથી પ્રત્યેક સાવજ અન્ય જાનવરોને ગુજરાત લાવવામાં મદદરૂપ બને તે માટેની કાર્યવાહી હાથ ધરાઇ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, ગુજરાત આવનાર મોટાભાગના પ્રાણીઓને કેવડિયા પ્રાણી સંગ્રહાલય ખાતે રાખવામાં આવશે, જે માટે રાજ્ય સરકારે એક્સચેન્જ પ્રોગ્રામને મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાત વન વિભાગના સુત્રોએ જણાવ્યું છે કે, ગુજરાતથી દિલ્હીના પ્રાણી સંગ્રહાલયને ત્રણ સિંહો આપવામાં આવશે. જે બ્રિડિંગ માટે હશે, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી એ એક સિંહ અને બે સિંહણ ને સક્કરબાગથી દિલ્હી મોકલવા મંજૂરી આપી દીધી છે. અને સાવજોના બદલામાં દિલ્હીથી કેવડીયા પ્રાણીસંગ્રહાલય માટે બે હિપોપોટેમસ અને 5 બ્રો હરણ આવશે, સાથોસાથ કેવડીયા પ્રાણી સંગ્રહાલયને સક્કરબાગ ઝૂમાંથી રીછની એક જોડી આપવામાં આવશે.

સુત્રોએ એવું પણ જણાવ્યું છે કે, દક્ષિણના રાજ્ય અથવા તો રાજસ્થાનથી ઘડિયાઘડિયાલ ગેવીયલીસ ગેગેટીકસ પણ મેળવવાના પ્રયાસો ચાલુ છે. જો કેેેે એક વાત એવી પણ ચાલી રહી છે કે, ચેન્નઇ હૈદરાબાદ આસામ અને ભોપાલ પણ ગુજરાત સાથેના સંપર્કમાં છે અને સિંહના બદલામાં તેઓ બીજા પ્રાણીઓ ગુજરાત મોકલવા તૈયાર છેે. જો કે, હજુ આ બાબતે કોઈ પુષ્ટિ થઇ નથી.

દરમિયાન સાવજોના ટ્રાન્સફર માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી મંજૂરી આપી દીધી હોવાનું જણાવી ચિફ વાઇલ્ડ વોડન શ્યામલ ટિકાદારે વધુમાં જણાવ્યું છે કે, સક્કરબાગ ઝૂમાંથી સાવજોને મોકલી બદલામાં બીજા જાનવરો મેળવવામાં આવશે અને તે કેવડીયા ઝુ ખાતે રાખવામાં આવશે. જો કે, સૂત્રોએ પણ જણાવી રહ્યા છે કે, સક્કરબાગ ઝૂમાંથી જે સાવજોને મોકલવામાં આવશે, તે તમામ સબ એડલ્ટ અથવા તો ત્રણ વર્ષની નીચેની વયના હશે. હાલ વિવિધ પ્રાણી સંગ્રહાલયમાં 115 જેટલા સિહોની ફોજ છે જેમાંથી 85 જેટલા સક્કરબાગ ઝૂમાં જ છે, અને સક્કરબાગ ઝૂમાં સિંહોનું બ્રિ ડિંગ સેન્ટર કાર્યરત છે.

આમ જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી 40 જેટલા સાવજોને દેશના વિવિધ પ્રાણી સંગ્રહાલયમાં મોકલી બદલામાં બીજા પ્રાણીઓ મેળવાશે. કેવડીયા ઝુ માટે ચાલીસ જેટલા સાવજોનું ટ્રેડિંગ કરશે, આ માટે ગુજરાત સાવજોના એક્સચેન્જ પ્રોગ્રામને મુખ્યમંત્રી એ લીલી ઝંડી આપી દીધી હોવાની વાત છે.