ભારત સરકારના રાષ્ટ્રીય નમૂના મોજણી અંતર્ગત8 0 મા આવર્તનની ક્ષેત્રિય મોજણી (જાન્યુઆરી – 2025 થી ડિસેમ્બર – 2025) શરૂ થયેલ છે. આ મોજણી અંતર્ગત “ઘરઘથ્થું સામાજીક વપરાશઃ આરોગ્ય” વિષય માટે માહિતી એકત્રિત કરવાની છે. આ મોજણીમાં રાજ્ય સરકારની અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કચેરીના કર્મચારીઓ વૈજ્ઞાનિક પધ્ધતિ મુજબ પસંદ થયેલ ગામ તથા શહેરના વિસ્તારોની મુલાકાત લઇ ઘરે ઘરે જઇ નિયત થયેલ પત્રકમાં વિગતવાર માહિતી મેળવવામાં આવશે. આ કામગીરી રાષ્ટ્રીય કક્ષાની હોઇ તથા મોજણીમાં મેળવવામાં આવનાર માહિતીનો ઉપયોગ નીતિ ઘડતર માટે તથા યોજનાકીય બાબતો માટે થનાર હોઇ, તમામ નાગરિકોને આ કાર્ય માટે જ્યારે પણ સરકારના ઉપર દર્શાવેલ પ્રતિનિધિઓ તેમના ઘરની મુલાકાતે આવે ત્યાર પૂરતો સહકાર આપવા અનુરોધ કરાયો છે.
ભારત સરકારના રાષ્ટ્રીય નમૂના મોજણી અંતર્ગત 80 મા આવર્તનની ક્ષેત્રિય મોજણીની શરૂઆત
The 80th cycle of the field survey under the National Sample Survey of the Government of India has begun
Previous Articleસુરત: ઉમરવાડા વિસ્તારની ઘટના આવી સામે
Next Article સિહોર ખાતે ત્રિવિધ સમારોહ યોજાયો