બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો 99મો જન્મજયંતિ મહોત્સવ કાલે ઓનલાઈન ઉજવાશે

રાજકોટના બીએપીએસ સ્વામી નારાયણ મંદિરના 22માં પાટોત્સવની ઓનલાઈન ઉજવણી સંપન્ન

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ એક એવા યુગપુરુષ જેમણે હિંદુ સંસ્કૃતિના ઈતિહાસમાં અકલ્પનીય એવા 1200થી વધુ મંદિરોનું નિર્માણ કરી સંસ્કૃતિની ધર્મધજાને સમગ્ર વિશ્વમાં લહેરાવી પ્રમુખ સ્વામી મહારાજ એક એવા કરુણામાય સંત જેમણે 2,50,000થી પણ વધુ ઘરોમાં વિચરી અને 7,00,000થી વધુ પત્રોના જવાબ આપી એક સાચા સ્વજનની ખોટ પૂરી પાડી. જેમણે પોતાના 95 વર્ષના જીવનની કણે-કણ અને ક્ષણે-ક્ષણ બીજાના ભલા માટે વિતાવી માનવ ઉત્થાન અને જન-કલ્યાણ માટે સેવાના અનેક પ્રકલ્પો એવા વિશ્ર્વવંસનીય સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો 99મો જન્મજયંતી મહોત્સવ કાલે એક વિશિષ્ટ વર્ચ્યુઅલ અનુભૂતિ દ્વારા ઓનલાઈન ઉજવાશે જેને સમગ્ર વિશ્ર્વમાં રહેલ સૌ કોઈ ભક્તો-ભાવિકો વિવિધ માધ્યમો દ્વારા નિહાળશે.

ભારતીય સમય મુજબ રાત્રે 7:30 થી 10:30 વાગ્યા સુધી આ સભાનું લાઈવ પ્રસારણ હિન્દી તથા અંગ્રેજીમાં થશે. જેમાં સૌને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનાં વિશિષ્ટ દર્શન-આશીર્વાદનો, મંત્ર પુષ્પાંજલિથી ગુરુહરિને વધાવવાનો તેમજ સમૂહ આરતીનો લાભ પ્રાપ્ત થશે. મંગળવાર, 22 ડિસેમ્બરના રોજ પ્રમુખ સ્વામી મહારાજ 99મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે સવારે 8 વાગ્યે હશદય.બફાત.જ્ઞલિ પર મહંત સ્વામી મહારાજના પ્રાત:પૂજા દર્શનનો લાભ પ્રાપ્ત થશે.  માનવ માત્રના પ્રેરક, પોષક અને સંવર્ધક એવા રાજકોટના નજરાણા સમા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરને 22 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે એ નિમિત્તે કાલાવડ રોડ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે આ વર્ષે પાટોત્સવ વિધિની મહાપૂજા અને દર્શનની ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવેલી.

પ્રાત:કાળે રાજકોટ મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામીએ ઠાકોરજીની મહાપૂજાવિધી સંપન્ન કરી હતી જેમાં ભક્તો પણ ઘેર બેઠા ઓનલાઈન જોડાયા હતા.આ અવસરે મંદિરે ભગવાનને વિશેષ પૂજન, અભિષેક અર્પણ કરી નૂતન આભૂષણો અને અલંકાર યુકત વાઘા પહેરાવી ભગવાનને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. અંતમાં સમગ્ર વિશ્વમાં પ્રસરેલ કોરોના વાઇરસ વહેલી તકે નાબુદ થાય અને સર્વે ભક્તો-ભાવિકોનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે ખાસ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવેલી.

આજના દિને પાટોત્સવની સાથે નીલકંઠવર્ણી મહારાજની પુન:પ્રતિષ્ઠા વિધિ અને નીલકંઠવર્ણી નુતન અભિષેક મંડપનું ઉદ્ઘાટન પ.પૂ.મહંતસ્વામી મહારાજના હસ્તે થયું હતું તેને 2 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સંતોએ નીલકંઠવર્ણી મહારાજને પંચામૃત જળથી અભિષેકવિધી કરી આરતી ઉતારી હતી. ભક્તો ભાવિકો સાંજે 3:45 થી 5:45 દરમ્યાન મંદિર ખાતે ઠાકોરજીના દર્શન કરી શકશે.