ખેડૂત આંદોલનનો આજે 99મો દિવસ, આંદોલનને ધાર આપવા ખેડૂતોની નવી રણનીતિ

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 99મો દિવસ છે. પાછલા ત્રણ મહિનાથી ચાલી રહેલા આંદોલનને લઈને કોઈ નિવારણ નિકળ્યું નથી.એક તરફ ખેડૂતો જ્યા પોતાની માંગ પર અડગ છે, તો સરકાર પણ પાછળ હટવા તૈયાર નથી. ગાજીપુર,ટીકરી અને સિંધુ બોર્ડર પર ખેડૂત કૃષિ કાયદો પરત લેવાની માંગને લઈને અડગ છે.આંદોલનકારી ખેડૂતો ફરી વાર પોતાનું આંદોલનને તેજ કરવાની જાહેરાત કરી છે. પોતાની સાથે વધુને વધુ ખોડૂતો જોડાઈ તે માટે ખેડૂત નેતા સતત પંચાયત અને મહાપંચાયત કરી રહ્યા છે. આજે બુલંદશહેરમાં ખેડૂતોની મહાપંચાયત છે.

ઉલ્લેખનિય છે કે, પાછલા દિવસોમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોપરે ખેડૂતોને વાતચીત કરવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું કે,ભીડ એકત્ર કરવાથી કાયદો નહી બદલે. તેમણે કહ્યું કે, કિસાન યૂનિયન જણાવે કે આ કાયદામાં ખેડૂતોની વિરુદ્ધ શું છે અને સરકાર તેમાં સંશોધન કરવા તૈયાર છે. તો ખેડૂત સંગઠનોનું કહેવું છે કે, નવા કૃષિ કાયદાને એકથી અઢી વર્ષ સુધી નિલંબિત રાખવા માટે સરકારના પ્રસ્તન તેમને સ્વિકાર નથી.

ખૂદ પ્રધાનમંત્રી મોદી ખેડૂતો સાથે કૃષિ કાયદા પર ચર્ચા અને તેમા બદલાવ કરવાની વાત કહી ચુક્યા છે. તેમણે કહ્યું કે, જુની મંડિયો પર પણ કોઈ પ્રતિબંધ નથી. એટલુ જ નહીં આ બજેટમાં આ મંડિયોને આધિનિક બનાવવા માટે અને બજેટની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રધાનંમત્રીએ કહ્યું હતું કે, કાયદો લાગુ થયા બાદથી દેશમાં કોઈ મંડી બંધ થઈ નથી,એમએસપી પણ બંધ થઈ નથી. એટલુ જ નહીં આ કાયદા બનાવ્યાબાદ એમએસપી પર ખરીદી વધી છે. પીએમ મોદીએ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને અપીલ કરી છે કે,આવો ટેબલ પર બેસીને ચર્ચા કરીએ અને સમાધાન નિકાળીએ.

કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા આંદોલનને દૂર કરવા માટે ખેડૂતો અને સરકાર વચ્ચે અત્યાર સુધીમાં 12માં રાઉન્ટની વાતચીત થઈ ચુકી છે,પરંતુ કોઈ સમાધાન નિકળ્યુ નહતું. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર નવા કૃષિ કાયદાને એકથી એઠી વર્ષ સુધી સ્થગિત રાખવા પ્રસ્તાવ આપ્યો હતો.પરંતુ ખેડૂતો લઘુતમ ટેકાના ભાવની બાંયધરી અને આ કૃષિ કાયદાને પાછો ખેંચવાની તેમની માંગ પર અડગ છે.

ઉલ્લેખનિય છે કે, છેલ્લા 26 નવેમ્બરથી મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હીના અલગ-અલગ બોર્ડર પ્રદર્શન કરી રહ્યા છે.પરંતુ ખેડૂત અને સરકારની વચ્ચે હજી સુધી કોઈ સહમિતી બની શકી નથી. મોટી સંખ્યામાં પ્રદર્શનકરી રહેલા ખેડૂતો સિંધુ,ટિકરી,પલવલ,ગાજીપુર સહિત બજી ઘણી બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે. આ આંદોલનને કારણે દિલ્હીની ઘણી બોર્ડર સીલ કરી દેવામાં આવી છે.