આનંદનું ધામ સચ્ચીદાનંદ નામ

પરમપિતા પરમાત્માના અનંત નામ પૈકીનું એક સૌથી સુંદર – સરસ – સાર્થક નામ સત્ – ચિત્ત, આનંદ યાને સચ્ચિદાનંદ.

સત્ એટલે, સનાતન, સમાપ્ત ન થાય તેવુ

આ કસોટી પર ફકત પરબ્રહ્મ પરમાત્માનું સાચા સિદ્ધ થાય એમની નીતિ , નિયમ , અનુસાશન , વિધાન અને પ્રયાસ સ્થિર છે . સૃષ્ટિના મૂળમાં એ જ છે . પરિવર્તનના સૂત્ર સંચાલક પણ એજ છે. સૃષ્ટિ તો , મહાપ્રલયની સ્થિતી અને પરિસ્થિતીમાં બદલાઈ પણ જાય છે . અને સમયના વહેણની સાથે નૂતન રૂ5 ધરી ફરી સજી ધજી પ્રગટ થાય છે. પરંતુ  પરબ્રહ્મની સતામાં કશો ફર્ક પડતો નથી એટલા માટે જ પરબ્રહ્મને સત કહેવામાં આવે છે,

ચિત્તનો અર્થ છે, ચેતના, વિચારણા, સ્ફૂરણા, જાણકરી , માન્યતા, ભાવના વિ. એના અનંત સ્વરૂપ છે. મનુષ્યના અંત:કરણમા એને મન, બુદ્ધિ , ચિત્ત અને અહંકારના રૂપમાં જોવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક એનું વર્ગીકરણ ચેતન, અચેતન અને સુપર ચેતનના રૂપમાં કરે છે. મૃત્યુ પછી પણ, જેનો અંત નથી થતો તે ચેતના જડ પદાર્થ અને પ્રાણી વચ્ચે મૂળભૂત અંતર એક જ છે. ચેતનાનો અસ્તિત્વ અને લોપ યાને ચેતના હોવી ન હોવી જડ પદાર્થોના પરમાણુઓ પણ ગતિશિલ હૈોેય છે . એમાં પણ ઉત્પાદન, વૃદ્ધિ અને પરિવર્તનની ક્રીયા ચાલતી જ રહે છે . પરંતુ જ્ઞાનનો અભાવ હોય છે. કોઈ પ્રેરણાથી પ્રભાવિત થઈને તે ગ્રહ, નક્ષત્રોની જેમ એક કક્ષામાં ફર્યા તો કરે છે પરંતુ સ્વૈચ્છાથી કોઈ ક્રીયા કરી શક્તા નથી. જયારે પ્રાણી પોતાની ઈચ્છિત ઈચ્છા પ્રમાણે, કાર્ય કરી શકે છે. પ્રાણીખોની ચેતના સમષ્ટિ ચેતનાનું એક અંગ છે. આ બ્રહ્માંડ અનંત ચેતનાનો વિપુલ અખંડ ભંડાર ભર્યો પડયો છે  એ પરમ ચેતનાને પરબ્રહ્મ કહે છે.

પોતાની ઈચ્છા અને યોજના અનુસાર દરેકને કાર્યરત રાખવા, એમને ચેતના અર્પે છે, માટે એને ચિતન અર્થાત ચેતન કહે છે. આ સંસારનું સૌથી મોટું આકર્ષણ અને આશા – આનંદ છે . શરીરતી તમામ ઈન્દ્રિયો, આનંદ પ્રાપ્તિ અર્થ, પોત – પોતાની લાલસા અને લાલચ દેખાડી , મનુષ્યને એ કાયર્ર્ કરવાની પ્રેરણા અર્પે છે. પ્રોત્સાહિત કરે છે. માનસિક લિપ્સા, તુષ્ણા, આકાંક્ષાની પૂર્તિ માટે લલચાવે છે, જયારે અંત : કરણની ઉત્કૃષ્ટવાળો પક્ષ આત્મા કહેવાય છે એને ઈશ્વ દર્શન, મોક્ષ, મુક્તિ, જેવા પરમાનંદોની ખેવના થાય છે.

વસ્તુત આનંદ એ પ્રેમનું બીજું નામ રૂપ છે. જયારે કોઈપણ વસ્તુ, વ્યક્તિ કે પ્રવૃત્તિથી પ્રેમ થઈ જાય ત્યારે તે પ્રીય લાગે છે. પ્રેમની માત્રા ઘટતાં જ પ્રીય વ્યક્તિ અપ્રીય ભાસે છે. એના ગુણમાં પણ અવગુણ લાગે છે. અંધારામાં જયાં બેટરીનો પ્રકાશ પડશે તે ભાગ પ્રકાશિત થઈ ઉઠશે પે્રમને પણ આવા પ્રકારનું નામ આપી શકાય, જો કે મૂળભૂત રીતે આ સંસારમાં કોઈપણ પ્રાણી કે પદાર્થ પોતાના મૂળરૂપમાં પ્રીપ કે અપ્રીય નથી . આપક્ષો દ્રષ્ટિકોણ જ આમુલ્યાંકન કરે છે અને એ પ્રમાણેના ભાવ સર્જે છે અને એને પ્રીય અપ્રીય બનાવે છે.