- લુણાવાડા તાલની મલેકપુર ચોકડી પાસે ACBની કાર્યવાહી
- પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હપ્તો જમા થતા માંગી હતી ટકાવારી
- 20,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ACBએ ઝડપ્યા
રાજ્યના મહિસાગર જિલ્લાના કડાણાના દધાલિયામા લાંચિયા શખ્સો લાંચ લેતા ઝડપાયા છે. મળતા અહેવાલ પ્રમાણે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની દધાલિયા પંચાયતના મહિલા સરપંચના પિતા અને વચેટિયો આવાસ યોજનાના લાભાર્થી પાસેથી રૂ. ૨૦ હજારની લાંચ લેતા એલસીબીએ ઝડપી પાડયા છે.
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની દધાલિયા પંચાયતના મહિલા સરપંચના પિતા અને વચેટિયો આવાસ યોજનાના લાભાર્થી પાસેથી રૂ. ૨૦ હજારની લાંચ લેતા એલસીબીએ ઝડપી પાડયા છે. જેમાં કડાણા તાલુકાની દધાલિયા પંચાયતમાં મહિલા સરપંચ કૈલાશબેન અરવિંદભાઈ વાગડીયા ચૂંટાઇ આવેલ છે. જે હાલ માલવણ કોલેજમા બીએમાં અભ્યાસ કરે છે. સરપંચ તરીકે મોટાભાગે તમામ વહીવટ તેઓના પિતા કરતા હતા. ત્યારે સરપંચ પુત્રીના નામે પિતા અરવિંદભાઈ પૂજાભાઈ અને વચેટિયો દિગ્વિજયસિંહ પુવારે આવાસ યોજના લાભાર્થી પાસે હપ્તાની ટકાવારીના રૂા.22,500ની માંગણી કરી હતી.
ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના ખાતામાં સરકાર તરફથી જે હપ્તો જમા કરવામાં આવે છે તે હપ્તામાં મહિલા સરપંચ કૈલાશબેન વાગડીયાના પિતા અરવિંદ ભુરાભાઇ વાગડીયા અને તેનો વચેટિયો દિગ્વિજયસિંહ અભેસિંહ પુવાર કમિશન લેતા હોવાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો. ફરિયાદી પાસેથી અરવિંદ વાગડિયા અને દિગ્વિજયસિંહે આવાસ યોજનાના બે હપ્તની ટકાવારી પેટે રૂ. ૨૨,૫૦૦ની માગ કરી હતી.
પરંતુ લાભાર્થી લાંચની રકમ આપવા માંગતા ન હોય મહીસાગર એસીબીનો સંપર્ક કરતા અધિકારી પીઆઈ એમએમ તેજોત અને ટીમ દ્વારા ફરીયાદીની ફરીયાદના આધારે છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમા વચેટીયા દ્વારા મલેકપુર ચોકડી પર આવેલ ગૌરી કરિયાણા સ્ટોર આગળથી રૂા.20,000 સ્વીકારવામાં આવતા રંગેહાથે એસીબીના હાથે ઝડપાઇ ગયો હતો. જ્યારે સરપંચના પિતા દ્વારા લાભાર્થી સાથે થયેલ રૂપિયાની માગણીની વાતચીતમા કડાણા તાલુકા પંચાયત ખાતેથી ઝડપી લેવામાં આવ્યા હતા. બંનેને ઝડપી એસીબીએ વધુ કાર્યવાહી હાથ ઘરી હતી. બીજી તરફ આવાસના નામે રૂપિયા ઉઘરાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.
અહેવાલ: અમીન કોઠારી