Abtak Media Google News

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર પુસ્તક ‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ લખાય છે.અને હવે તેના પર એક ફિલ્મ પણ બની છે.જેનું ટ્રેલર આજે રિલિજ થયું છે.આ ફિલ્મમાં આનુપમ ખેર મુખ્ય પાત્રમાં જોવા મલશે.ફિલ્મ રિલીજ પહેલા જ નાની મોટી વાત સોસિયલ મીડિયાપર વાઇરલ થઈ રહી છે.અનુપમ ખેરનો લુક આબેહુ પૂર્વ પીએમ મનમોહન સિંહ જેવો જ રાખવાની કોશિસ કરેલ છે.

અનુપમ ખેરથી માડીને આ ફિલ્મ સાથે સંકડાયેલા અન્ય કલાકારોએ આ ટ્રેલર પોતાન ટ્વીટર પર શેર કરાવેલ છે.આ ફિલ્મમાં અક્ષય ખન્ના પણ  મુખ્ય રોલમાં નઝર આવેલ છે. આ ફિલ્મમાં અનુપમ ખેરને ઓળખાવા ખૂબ મુશ્કેલ છે.ફિલ્મમાં વોઇસમોડ્યુલેસન ટેક્નોલોજીનો ખૂબ સારો ઉપાયોગ કર્યો છે. ભારતીય નીતિના વિશ્લેષક સંજય બારુએ ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના જીવનના આધારે પુસ્તક ‘ધી એક્સીડેન્ટલ વડા પ્રધાન, ધ મેકિંગ એન્ડ મનમેકિંગ ઓફ મનમોહન સિંહ’ પુસ્તક લખ્યું છે.

સંજય બારુ તેમના મીડિયા સલાહકાર પણ છે. હંસલ મહેતાએ આ પુસ્તક પર એક ફિલ્મ બનાવી છે અને દિગ્દર્શક વિજય રત્નાકર ગુટ્ટે દ્વારા નિર્દેશિત કરેલ છે. આ ફિલ્મમાં, અનુપમ ખેરએ ભૂતપૂર્વ વડા પ્રધાનની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં દિવ્યા શેઠે મનમોહન સિંહની પત્નીનો ગુરુશરણનો કિરદાર કરેલ છે. અર્જુન માથુરે રાહુલ ગાંધીનો રોલ કરેલ છે.અહાના કુમરાએ પ્રિયંકા ગાંધીનો કિરદાર કરેલ છે.રામ અવતાર ભારદ્વાજે અટલ બિહારી બજપયનું કિરદાર નિભાવેલ છે.અને સોનિયા ગાંધીનો કિરદાર માટે જર્મનીની કલાકાર સુજૈન બર્નર્ટને પસંદ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.