- પે-ટીએમ (Paytm) સાઉન્ડ બોક્સના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
- મુળ રાજસ્થાન અને પાટણના રહીશ અને અમદાવાદમાં રહીને છેતરપિંડી કરતા 6 શખ્સને સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા
- મોબાઈલ ફોનમાં એપ્લિકેશન પાસવર્ડ મેળવી બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરી 5.99 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી
અગણિત વેપારીઓ હવે ઓનલાઈન પેમેન્ટ માટે સાઉન્ડ બોક્સ વાપરતાં થયાં છે. ત્યારે અમદાવાદ સહિત ગુજરાતના હજારો વેપારીઓ, લારીવાળાને પે-ટીએમ (Paytm) સાઉન્ડ બોક્સ ફ્રી થયાનું કહી અને નવી સ્કીમ ચાલુ કરવા માટે એક રૂપિયો ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડી કરી બેન્ક ખાતાંમાંથી છેતરપિંડી કરવામાં આવી હતી. મુળ રાજસ્થાન અને પાટણના શખશો અને અમદાવાદમાં રહીને છેતરપિંડી કરતા 6 શખ્સને સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા હતા.
આરોપીએ કેવી રીતે પૈસા ઓનલાઈન સેરવી લેતા?
પે-ટીએમ સાઉન્ડ બોક્સના નામે રાજ્યના વેપારીઓ સાથે છેતરપિંડી આચરનાર અમદાવાદની ટોળકીને સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી હતી. આ ટોળકીનો સૂત્રધાર કડીના મોકાસણ ગામનો અને આ શખ્સ હાઅગાઉ પે-ટીએમમાં કામ કરી ચૂક્યો છે. બ્રિજેશે અન્ય સાગરિતો રાજસ્થાનના વતની અને શાહપુરમાં રહેતા શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પેટીએમનું સાઉન્ડ બોક્સ ચાર્જ ફ્રી કરાવવા દુકાનદારોનો મોબાઈલ ફોન મેળવીને તેમાંથી બેંકિંગ પિન નંબર જાણી લેવામાં આવતો ત્યારબાદ દુકાનદારો પાસેથી તેમને ફોન લઈને નાણાં ટ્રાન્સફર કરી દેવામાં આવતા હતા. નાણાં ટ્રાન્સફર કર્યા બાદ ઈનલિગલ ગેમિંગ સાઇટમાં પોતાના એકાઉન્ટમાં નાખી દેવામાં આવતા હતા. આવી રીતે આ કુખ્યાત ગેંગે 10 શહેરોના 500 લોકોને બનાવ્યા પોતાના શિકાર બનાવ્યા હતા. જેમાં રૂપિયા એકથી બે કરોડની છેતરપિંડી આચરી હતી. આ ગેંગમાં એક આરોપી ખાનગી પે-ટીએમ કંપનીમાં કામ કરી ચુક્યો હતો. જેથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની બધી ટ્રીક તે જાણતો હતો. આરોપી સામે છેલ્લા ત્રણ વર્ષમાં હત્યા મારામારી જેવા 10થી વધુ ગુના પણ દાખલ છે. જેથી આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓની પણ અગાઉ ધરપકડ કરવામાં આવી હતી.